બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Geetaben Rabari sang folk songs in a cultural program organized at Bharat Mandapam

G20 Summit / G 20 સમિટમાં 'હેલો મારો સાંભળો...', ગીતાબેન રબારીએ ગુજરાતી-રાજસ્થાની લોકગીત ગાઈને VVIP મહેમાનોને કર્યા મંત્રમુગ્ધ

Malay

Last Updated: 08:54 AM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit 2023: ભારત મંડપમ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીતાબેન રબારીએ ગુજરાતી લોકગીત અને ભજન ગાઈને VVIP મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા.

  • G20 સમિટમાં ગીતાબેન રબારીએ કર્યું પરફોર્મ
  • 'હેલો મારો સાંભળો રણુજાના રાજા' ગીત ગાયું
  • "ભારતીય સંસ્કૃતિને જાણવા-માણવા વિશ્વના લોકો ઉત્સુક"

G20 Summit 2023: ભારતની અધ્યક્ષતામાં 9 સપ્ટેમ્બરથી શરૂ થયેલી બે દિવસીય G20 સમિટનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. આજે સમિટનું ત્રીજું સત્ર યોજાશે. આજે PM મોદી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત 9 દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ દરમિયાન અનેક પરસ્પર મુદ્દાઓ પર ચર્ચા થશે. સમિટના સમાપન પર પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે વર્કિંગ લંચ પર મુલાકાત થશે. મહત્વનું છે કે ગઈકાલે ભારતીય સંગીતના સમૃદ્ધ વારસા અને શક્તિને દર્શાવવા માટે ભારત સંગીત દર્શનમ કાર્યક્રમ યોજાયો હતો. ભારત મંડપમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં દેશભરમાંથી 78 કલાકારોએ પરફોર્મ કર્યું હતું. જેમાં કચ્છી કોયલ ગીતાબેન રબારીએ ગુજરાતી લોકગીતો ગાઈને VVIP મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ફાઈલ ફોટો

ગીતાબેન રબારી પહોચ્યા હતા G20 સમિટમાં
ગઈકાલે G20 સમિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને 'ગાંધર્વ આતોદ્યમ' નામ આપવામાં આવ્યું હતું. જેમાં હિન્દુસ્તાની સંગીત, કર્ણાટક સંગીત અને ભારતીય લોકસંગીતમાં વપરાતા તમામ પરંપરાગત વાદ્યોને એકસાથે રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગીતાબેન રબારી પણ પહોંચ્યા હતા. તેઓએ આ કાર્યક્રમમાં  'હેલો મારો સાંભળો રણુજાના રાજા' ગીત ગાઈને વિશ્વના ટોચના નેતાઓ અને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.  

No description available.

G20માં પર્ફોમન્સ કરવું મારા માટે ગૌરવની વાત: ગીતાબેન રબારી
આ પહેલા ગીતાબેન રબારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'ભારત વિશ્વગુરૂ બનવા તરફ આગળ વધી રહ્યો છે, ભારતીય સંસ્કૃતિને જાણવા-માણવા વિશ્વના લોકો ઉત્સુક છે. G20માં પર્ફોમન્સ કરવું મારા માટે ગૌરવની વાત છે.'

ફાઈલ ફોટો

કોણ છે ગીતા રબારી?
31-12-1996ના રોજ જન્મેલા 'કચ્છી કોયલ' તરીકે જાણીતા ગીતાબેન રબારી કચ્છના તપ્પર ગામના રહેવાસી છે. પાંચમા ધોરણથી ગીતો ગાતા ગીતા બેનને છેલ્લા 5 વર્ષમાં વધુ નામના મળી છે. ગીતાબેન રબારીની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી. તેઓ ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા જીવંત કાર્યક્રમો કરે છે. તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ