બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Gayatri Mantra provides the ability to fight against all sorrows and difficulties, should be chanted daily at this time

ધર્મ / દરેક દુઃખ અને મુશ્કેલીઓ સામે લડવા માટેની ક્ષમતા પૂરી પાડે છે ગાયત્રી મંત્ર, દરરોજ આ સમયે કરવો જોઇએ જાપ

Megha

Last Updated: 03:06 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાયત્રીમંત્રનું ઉચ્ચારણ દરેક દુઃખ અને મુશ્કેલીઓ સામે લડવા માટેની ક્ષમતા પૂરી પાડે છે. ગાયત્રી મંત્ર નાના બાળકોથી લઈને ઘરડા લોકો સુધી બધા એ જાપ કરવો જોઈએ.

  • નાના બાળકોથી લઈને ઘરડા લોકો સુધી બધા એ જાપ કરવો જોઈએ. 
  • ગાયત્રી મંત્રને ચાર વેદનું મુખ્ય સાર તત્વ માનવામાં આવ્યું છે. 
  • જો સવારે શક્ય નથી તો બપોરના પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય. 

હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાઓ માટે અલગ અલગ મંત્રો આપવામાં આવ્યા છે. એ મંત્રના જપ કરવાથીથી એ દેવી દેવતા ખુશ થઈને વ્યક્તિના જીવનમાં વિશેષ ફળ આપે છે એવી માન્યતા છે. એમાંથી જ એક છે ગાયત્રી મંત્ર. ગાયત્રીમંત્ર એકમાત્ર એવો મંત્ર છે જે દરેક કાળમાં માનવીને અનેક ચિંતાઓથી અને તાણથી મુક્તિ અપાવીને ભયમુક્ત કરી દે છે. ગાયત્રીમંત્રનું ઉચ્ચારણ સર્વ દુઃખ અને મુશ્કેલીઓ સામે લડવા માટેની ક્ષમતા પૂરી પાડે છે. ગાયત્રી મંત્ર નાના બાળકોથી લઈને ઘરડા લોકો સુધી બધા એ જાપ કરવો જોઈએ. 

ગાયત્રી મંત્રને ચાર વેદનું મુખ્ય સાર તત્વ માનવામાં આવ્યું છે. મંત્ર જાપ કરતી વખતે આ નિયમોનુ પાલન કરવુ જરૂરી છે. ધાર્મિક ગ્રંથો મુજબ મંત્રના જાપ સ્પષ્ટ ઉચ્ચારણની સાથે કરવામાં આવે છે. જાપ કરતી સમયે ખોટા ઉચ્ચારણથી માણસના જીવન પર પ્રભાવ પડે છે. આવો જાણીએ ગાયત્રી મંત્રના જાપ કરવાની સાચી વિધિ.

માન્યતા છે કે સૂર્યોદયથી થોડા સમય પહેલા જ ગાયત્રી મંત્રનો જાપ કરવાની શરૂઆત કરવી જોઈએ. જો સવારે શક્ય નથી તો બપોરના સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. ગાયત્રી મંત્રનો જાપ કરતી સમયે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. 

માન્યતાને અનુસાર ગાયત્રી મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરવો જોઈએ. મંત્ર જાપ રૂદ્રાક્ષની માળાથી કરવામાં આવે છે. રૂદ્રાક્ષની માળાને દરેક રીતે શુભ માનવામાં આવે છે. આ સાથે એવુ પણ માનવામાં આવે છે કે આ જાપથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ગાયત્રી મંત્ર હંમેશા મૌન રહીને જ કરવામાં આવે છે.

વધુ વાંચો: ઘરમાં જોઇએ છે સુખ-શાંતિ અને સમૃદ્ધિ? તો આજે અમાસના દિવસે આ 5 વસ્તુઓનું કરો દાન

ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માનવીને અનેક ફાયદા થાય છે. એવી માન્યતા છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માણસને રોગમાંથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે. સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આ મંત્રથી વ્યક્તિને માનસિક શાંતિ થાય છે. ચહેરનું તેજ વધે છે. વ્યક્તિ આનંદિત રહે છે. શરીરની ઈન્દ્રિયો બેસ્ટ બની રહે છે. ગુસ્સાનું પ્રમાણ ઓછું થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે. તેથી દરરોજ એક વખત તો ગાયત્રીમંત્રનો જાપ કરવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ