એક ટ્રોલરે તો ગૌરી ખાનની વિચારધારાને નબળી કહી દીધી, ટ્રોલરે લખ્યું, મેડમ...વિચાર્યું હતું અમીર લોકોના વિચારો પણ અમીર હોય છે. પરંતુ આટલા નબળા, ગંદા વિચારો જે તમે ખુદ રજૂ કર્યા છે, શું મોઠું દેખાડશો અલ્લાહને તમે લોકો કયામતના દિવસે.
ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી જોડાવવાના પોતાના ફાયદા અને નુકસાન થાય છે. તમને લાઇમ લાઇટ અને અટેન્શન મળે છે. આ કારણથી સોશિયલ મીડિયા પર તમામની નજર તમારી પર જ હોય છે. એવામાં એક એક પોસ્ટને લઇને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. હવે તાજેતરમાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ટ્વિટર પર એક પેન્ટિંગનો ફોટો શેર કરીને ટ્રોલર્સનો શિકાર થઇ ગઇ.
ગૌરીએ એક જાણીતા પેન્ટરની પેન્ટિંગ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી. આ પેન્ટિંગ સોશિયલ મીડિયા યૂઝર્સને પસંદ આવી નહીં અને એમને ગૌરી ખાનને અલગ અલગ પ્રકરાની કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું.
અબ્દુલ ઇબ્રાહ્મિ નામના એક યૂઝરે લખ્યું, શાહરૂખનું નામ બદનામ ના કરશો, એને જલ્દી ડિલીટ કરો. શાહરૂખના એક ફેન ક્લબે લખ્યું, મેડમ હું જાણું છું કે તમે ખૂબ જ મોડર્ન અને ખુલ્લા વિચારોની મહિલા છો. પરંતુ આવો ફોટો ઘરે લગાવો તમારી ભૂલ છે. શાહરૂખનું નામ ખરાબ થઇ શકે છે. એ એક સાચા પ્રેમી છે. આ અશ્લીલતાની હદ છે.
જ્યારે હુમા ફાતિમા નામીન યૂઝરે લખ્યું રૂમ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ યોગ્ય છે, રંગ પણ ખૂબસુંદર છે. પરંતુ આ પેન્ટિંગ યોગ્ય નથી. તમે શારૂખાન સાથે જોડાયેલા છો. પ્લીઝ કંઇ પણ પોસ્ટ કરતાં પહેલા લાખ વાર વિચારો. રૂબાબે તે ગૌરી ખાનના વિચારોને નબળી કક્ષાના કહી દીધા.