બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Gasping for 'air' in air travel! The condition of the passengers in the IndiGo flight worsened

હવા વગર હવાઈ મુસાફરી / VIDEO: હવાઈ મુસાફરીમાં 'હવા' માટે ફાંફાં! IndiGo ની ફ્લાઇટમાં મુસાફરોની હાલત થઈ ખરાબ, સ્ટાફે પકડાવી દીધા ટિશ્યૂ પેપર

Priyakant

Last Updated: 02:32 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indigo Flight News: ફ્લાઈટમાં એર કંડિશનર (AC) ખરાબ થઈ જતાં મુસાફરોને 90 મિનિટ સુધી હાલાકી ભોગવવી પડી

  • ઇન્ડિગોની ફ્લાઈટમાં ચોંકાવનારી ઘટના 
  • એસી ચાલુ કર્યા વિના ફ્લાઇટે ઉડાન ભરી
  • એર હોસ્ટેસે મુસાફરોને ટિશ્યુ પેપર આપ્યા
  • મુસાફરોને 90 મિનિટ સુધી હાલાકી ભોગવવી પડી 

ફ્લાઈટમાં ક્યારેક પક્ષીઓની ટક્કર તો ક્યારેક ટેક્નિકલ ખામીના કિસ્સાઓ સામે આવતા રહે છે. જોકે હવે આ બધાથી અલગ અને એક નવો જ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષે ઈન્ડિગો ફ્લાઈટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ઈન્ડિગોની ફ્લાઈટમાં એર કંડિશનર (AC) ખરાબ થઈ જતાં મુસાફરોને 90 મિનિટ સુધી હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે એસી લાંબા સમય સુધી કામ કરતું ન હતું ત્યારે એર હોસ્ટેસે મુસાફરોને ટિશ્યુ પેપર આપ્યા હતા.

પંજાબ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે શનિવારે આ વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું છે કે, ઈન્ડિગોની ફ્લાઈટ 6E7261માં ચંદીગઢથી જયપુરની મુસાફરી દરમિયાન તેને સૌથી ભયાનક અનુભવોનો સામનો કરવો પડ્યો હતો. તે લગભગ 90 મિનિટની મુસાફરી હતી, જે મુશ્કેલીઓથી ભરેલી હતી.

એસી ચાલુ કર્યા વિના ફ્લાઇટે ઉડાન ભરી
રાજા વારિંગે કહ્યું, પહેલાં મુસાફરોને એર કન્ડીશનીંગ વગર ફ્લાઈટની અંદર બેસાડવામાં આવ્યા હતા. જ્યારે ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે તેમને સખત ગરમીમાં લગભગ 10-15 મિનિટ સુધી લાઇનમાં ઊભા રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી ફ્લાઈટ એસી ચાલુ કર્યા વિના ઉડાન ભરી હતી. ટેક ઓફથી લેન્ડિંગ સુધી એસી બંધ હતું. સમગ્ર પ્રવાસ દરમિયાન મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.

આ તરફ જ્યારે લોકોએ તેમની સમસ્યાઓ શેર કરી ત્યારે એર હોસ્ટેસે ઉદારતા બતાવી અને પરસેવો લૂછવા માટે ટીશ્યુ પેપર આપ્યા હતા. વીડિયોમાં મુસાફરોને ટીશ્યુ અને કાગળ વડે ફેન કરતા જોઈ શકાય છે. આ ઘટના બાદ રાજા વારિંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને એરલાઈન સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી.

એક દિવસમાં ખામીની ત્રીજી ઘટના
નોંધનીય છે કે, એક જ દિવસમાં ઈન્ડિગો ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીની આ ત્રીજી ઘટના છે. આ પહેલા દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું એન્જિનમાં ખામી સર્જાતા શુક્રવારે સવારે 9.11 વાગ્યે પટનાના જય પ્રકાશ નારાયણ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના ફ્લાઇટના ઉડાન ભર્યાની ત્રણ મિનિટ બાદ બની હતી.

દિલ્હી એરપોર્ટ પર પ્લેન પરત આવવું પડ્યું
અન્ય એક ઘટનામાં રાંચી જતી ઈન્ડિગો ફ્લાઈટ ટેક્નિકલ ખામીને કારણે ટેક-ઓફ કર્યાના એક કલાક પછી દિલ્હી એરપોર્ટ પર પાછી આવી હતી.બોર્ડ પરના એક મુસાફરે જણાવ્યું હતું કે, ઈન્ડિગો ફ્લાઈટના પાઈલટે ટેકનિકલ ખામીને કારણે અધવચ્ચે જ હવાઈ બંધ કરી દીધું હતું. વિશે અને કહ્યું કે પ્લેન IGI એરપોર્ટ પર પરત ફરી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ