બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / garuda purana the company of these 4 people can ruin your life

Garuda Purana / ગરુડ પુરાણ અનુસાર આ ચાર પ્રકારના લોકોના કારણે બરબાદ થઈ જાય છે જિંદગી: જુઓ કઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન

Bijal Vyas

Last Updated: 09:02 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે મનુષ્ય માત્ર એક જ વાર મનુષ્ય સ્વરૂપમાં જન્મ લે છે અને આ સ્વરૂપમાં જન્મ લઈને વ્યક્તિએ એવા કાર્યો કરવા જોઈએ જેનાથી લોકોનું કલ્યાણ થાય.

  • ગરુડ પુરાણની વાતો જીવનનો સાચો અર્થ સમજાવવા માટે પ્રેરિત કરે છે
  • વ્યક્તિએ પોતાના કાર્યોની સાથે તેની સંગત પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ
  • આ પ્રકારના લોકોની સંગતથી દૂર રહેવાની સલાહ 

Garuda Purana: સનાતન ધર્મમાં 4 વેદ અને 18 મહાપુરાણ છે, જેમાંથી એક ગરુડ પુરાણ છે. જેમાં ભગવાન વિષ્ણુએ એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે વ્યક્તિના જીવન જ નહીં પરંતુ મૃત્યુ સાથે જોડાયેલા રહસ્યો પણ ઉજાગર કરે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલી વાતો તમને જીવનમાં સાચા રસ્તે ચાલવા અને જીવનનો સાચો અર્થ સમજાવવા માટે પ્રેરિત કરે છે. કહેવાય છે કે મનુષ્ય માત્ર એક જ વાર મનુષ્ય સ્વરૂપમાં જન્મ લે છે અને આ સ્વરૂપમાં જન્મ લઈને વ્યક્તિએ એવા કાર્યો કરવા જોઈએ જેનાથી લોકોનું કલ્યાણ થાય.

ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિએ પોતાના કાર્યોની સાથે તેની સંગત પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. કારણ કે આપણી સફળતા અને નિષ્ફળતા મોટાભાગે સંગત પર આધારિત છે. જો તમારી કંપની સારી છે તો તમને હંમેશા યોગ્ય વસ્તુઓ શીખવા મળશે. બીજી બાજુ, ખરાબ સંગતના લોકો ફક્ત ખરાબ રસ્તા પર ચાલવાની સલાહ આપે છે. જીવનમાં કેટલાક લોકોનો સંગ ઝેરથી ઓછો નથી હોતો. એટલા માટે સમય મળતાં જ તેમનાથી અંતર બનાવી લેવું જોઈએ. આવો જાણીએ કે, કેવા લોકોની સંગત થી દૂર રહેવું જોઈએ?

સવારે ઉઠ્યા પછી દરરોજ અચૂક કરવા જોઈએ આ 4 કામ, ગરુડ પુરાણ અનુસાર માતા  લક્ષ્મીની કૃપા મળવાની છે માન્યતા garuda purana lord vishnu niti these work  with start your day

નસીબના ભરોસે રહેનારા લોકો
ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિએ ક્યારેય પણ એવા લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ જે મહેનત કરવાથી શરમાતા હોય અને નસીબના ભરોસો કરતા હોય. આવા લોકો ન તો પોતે સફળ થાય છે અને ન તો પોતાની સાથે રહેતી વ્યક્તિને સફળ થવા દે છે. એટલા માટે આ લોકોથી અંતર રાખવું ફાયદાકારક છે.

નીમ્ન વિચારવાળા લોકો
એવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ જેમની વિચારસરણી નાની(નિમ્ન કક્ષાની) કે નકારાત્મક હોય. જો આવા લોકોનો પ્રભાવ કોઈના વિચાર પર પડે તો સફળતાના માર્ગમાં અવરોધો આવવા લાગે છે.

દેખાડો કરનારા લોકો
દુનિયામાં બધાની પાસે બધું જ હોતું નથી અને તેથી જ બીજાઓ સાથે સ્પર્ધા ન કરો. જો તમારી આસપાસ એવા લોકો છે જે દેખાડો કરવામાં માને છે, તો એવા લોકોથી દૂર રહેવામાં જ ફાયદો છે. કારણ કે આવા લોકોની સંગતમાં તમારે અમુક સમયે શો-ઓફ એટલે કે દેખાડો પણ કરવો પડી શકે છે અને દેખાડો વ્યક્તિને સફળ થતા અટકાવે છે.

garuda purana | VTV Gujarati

ફાલતુમાં સમય બર્બાદ કરનારા લોકો
ગરુડ પુરાણ અનુસાર, તમારે એવા લોકોથી દૂર રહેવું જોઈએ જેઓ ફાલતુ કામોમાં પોતાનો સમય બગાડે છે. આ લોકો પોતાનો સમય તેમજ બીજાનો સમય બગાડે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ