બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Gangs of thieves active on National Highway: This modus operandi in collusion with drive cleaners

સુરત / નેશનલ હાઇવે પર ચોર ટોળકી સક્રિય: ડ્રાઈવ રક્લીનર સાથે સાંઠગાંઠ કરી આ મોડસ ઓપરેન્ડીથી કરી નાખતા ખેલ

Vishal Khamar

Last Updated: 07:24 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ગ્રામ્ય એલ. સી. બી પોલીસના જાપ્તા માં ઉભેલી ટોળકી ને જોઈ લો. આ ટોળકી છેલ્લા કેટલાક સમયથી સક્રિય હતી.

  • સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી ચોરી કરવાના નેટવર્ક ઝડપ્યું
  • વાહન ડ્રાઇવર - ક્લિનર સાથે મળી વાહનોમાંથી કરતા હતા ચોરી
  • લસાણા પોલીસની હદમાં લોખંડના સળિયા અને પામ ઓઈલની કરી હતી ચોરી

 વાત કરીએ હાઇવે ના બેખોફ  તસ્કરોની.....આમતો નેશનલ હાઇવે ભારત ની લાઈફ લાઈન માનવામાં આવે છે. હજારો વાહનો નેશનલ હાઇવે પરથી પસાર થતા હોય છે. પરંતુ આજ હાઇવે પર ચોર ટોળકી સક્રિય છે આવી જ એક સાતીર ચોર ટોળકી ને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી ચોરી કરવાના નેટવર્ક ને ખુલ્લું પાડ્યું છે.... જુઓ અમારો વિશેષ અહેવાલ હાઇવેના સાતીર ચોર બેનકાબ

9 આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા

સુરત ગ્રામ્ય એલ. સી. બી પોલીસના જાપ્તા માં ઉભેલી ટોળકી ને જોઈ લો. આ ટોળકી છેલ્લા કેટલાક સમયથી સક્રિય હતી. કંપનીમાંથી પામ ઓઇલ અને લોખંડ ના સળિયા લઈને નીકળતા વાહન ડ્રાઇવર - ક્લિનર સાથે મળી વાહનોમાંથી ચોરી કરતા હતા. ચોરેલો માલ આ ટોળકી વેચી દેતી હતી. જોકે આ વખતે વધુ એક ચોરીને અંજામ આપે ત્યાં સુધીમાં ચોરો ના કોલર સુધી સુરત ગ્રામ્ય પોલીસ પહોંચી ગઈ અને 81.59 લાખના મુદામાલ સાથે 9 આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે

ડ્રાઈવર- ક્લીનર સાથે મળી ચોરી કરતા હતા

આરોપીઓ ટ્રક, ટેન્કર ચાલકોના સંપર્ક રહે છે અને જયારે કિંમતી સામાન ભરી આ વાહનો સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવે ત્યારે વાહનોમાંથી થોડો થોડો કિંમતી સામાન ડ્રાઈવર- ક્લીનર સાથે મળી કાઢી લેતા હોય છે અને ત્યારબાદ બજારમાં તેને વેચી દેતા હતા

બે આરોપીઓ વોન્ટેડ

આ ચોર ટોળકીએ પલસાણા પોલીસની હદમાં લોખંડના સળિયા અને પામ ઓઈલની ચોરી કરી હતી. સુરત ગ્રામ્ય પોલીસને જ્યારે બાતમી મળી તો તાબડતોડ બાતમી વાળી જગ્યા પર રેડ કરી તો સ્થળ પરથી પામ ઓઇલ ના ખાલી અને ભરેલા ડબ્બા મળી આવ્યા. ચોરેલા લોખંડ ના સળિયા પણ મળી આવ્યા હતા. પોલીસે ચોરીના ધંધામાં સંડોવાયેલા 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ કરી રહ્યા છે

ચોરીનો માસ્ટર માઈન્ડ મુખ્ય આરોપી પરવેઝ ઉર્ફ બશીર પઠાણ, ટેન્કરનો ચાલાક હરેશ આહીર, ગોડાઉન હેન્ડલિંગ કરનાર ટીકમસિંહ ઉર્ફ ગિરધારી સિંહ રાજપૂત સાથે નવ આરોપી ને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે ચોરી માં સંડોવાયેલ આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ