બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Gains in business, opportunities for promotion in the job, these people will have Mars on Tuesday, see today's horoscope

13 ફેબ્રુઆરી / કેવો રહેશે તમારો આજનો દિવસ? આ જાતકોને આવશે આફત અપાર, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:11 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
13 02 2024 મંગળવાર
માસ મહા
પક્ષ સુદ
તિથિ ચોથ
નક્ષત્ર ઉત્તરભાદ્રપદ બપોરે 12:34 પછી રેવતી
યોગ સાધ્ય
કરણ વિષ્ટિ ભદ્રા બપોરે 2:21 પછી બવ
રાશિ મીન (દ.ચ.ઝ.થ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે અને વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે,  પરિવારના સુખમાં વધારો થશે

વૃષભ (બ.વ.ઉ.) 
સહકારી સરકારી કામમાં સફળતા મળશે અને નવા કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો 

મિથુન (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને કામમાં નિરાશાનો અનુભવ થશે અને સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે તેમજ ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે 

કર્ક (ડ.હ.) 
જીદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે અને આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે તેમજ સેવાકિય પ્રવૃત્તિથી મન પ્રસન્ન જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે 

સિંહ (મ.ટ.) 
દામ્પત્ય જીવનમાં અણબનાવોથી તકલીફ જણાશે અને સંતાનોને માટે નવુ કરવાની ઉત્તમ તક મળશે
શુભ કાર્યોમાં સફળતા મળશે તેમજ નોકરીમાં બઢતીની તકો મળશે 

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકોને ધંધાકીય કામકાજમાં સફળતા મળશે તેમજ પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો તેમજ આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા (ર.ત.) 
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે અને ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાશે તેમજ નોકરીમાં નવી તકો મળશે, સંતાનપક્ષે શુભ સમાચાર મળશે 

વૃશ્ચિક (ન.ય.) 
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે અને જૂના સંબંધો ખાસ સાચવી લેવા જરૂરી છે તેમજ નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં સાધારણ ધનલાભ થશે 

ધન (ભ.ધ.ફ.ઢ.) 
ધન રાશિના જાતકોને ભાગ્યબળથી અધૂરાં કામ પૂરાં થશે અને રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે તેમજ જવાબદારીવાળા કાર્યોમાં ગતિ આવશે, મન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે 

મકર  (ખ.જ.) 
વાદ-વિવાદવાળા કામથી બચવું અને આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે તેમજ ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિના જાતકોને ભાઈભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે, નવા કામની ઓફર અને પૈસા કમાવવાની તક મળશે તેમજ સંતાનો સાથે સમય વિતાવી શકશો, પાડોશી સાથેના સંબંધોમાં શાંતિ રાખવી

મીન (દ.ચ.ઝ.થ.) 
માનસિક તનાવ રહેવાની સંભાવના છે અને કામમાં સાધારણ સફળતા મળશે તેમજ પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું, નિરાશાથી દૂર રહી ખર્ચ બાબતે સંભાળવું

વાંચવા જેવું: જો તમારી પણ છે આ રાશિ? તો ફાવી ગયા સમજો, 30 વર્ષે સર્જાતો આ સંયોગ તમારી કિસ્મત બદલી દેશે

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ