બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shukra budh yuti in makar lakshmi narayan yog effects on zodiac signs

Shukra Budh Yuti / જો તમારી પણ છે આ રાશિ? તો ફાવી ગયા સમજો, 30 વર્ષે સર્જાતો આ સંયોગ તમારી કિસ્મત બદલી દેશે

Manisha Jogi

Last Updated: 03:34 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેબ્રુઆરી મહિનામાં ગ્રહો ગોચર અને નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. યોગના કારણે વ્યક્તિને જીવનમાં ધન દોલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આજે મકર રાશિમાં બુધ અને શુક્રની યુતિ બની રહી છે, જેના કારણે આ ત્રણ રાશિના જાતકોને અપાર લાભ થશે.

  • મકર રાશિમાં બુધ અને શુક્રની યુતિ
  • આ ત્રણ રાશિના જાતકોને અપાર લાભ થશે
  • બિઝનેસ અને નોકરીમાં થશે પ્રગતિ

ફેબ્રુઆરી મહિનામાં ગ્રહો ગોચર અને નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે, જેના કારણે તમામ રાશિના જાતકોના જીવનમાં કેટલાક પરિવર્તન જોવા મળશે. બુધ અને શુક્રની યુતિના કારણે શનિના ઘરમાં લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં આ યોગને રાજા સમાન માનવામાં આવે છે, જેને રાજયોગ કહે છે. આ યોગના કારણે વ્યક્તિને જીવનમાં ધન દોલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આજે મકર રાશિમાં બુધ અને શુક્રની યુતિ બની રહી છે, જેના કારણે આ ત્રણ રાશિના જાતકોને અપાર લાભ થશે. 

આ 3 રાશિના જાતકોને લાભ થશે
મેષ (Aries)-
આ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ ફળદાયક સાબિત થશે. કુંડળીના કર્મભાવમાં આ રાજયોગનું નિર્માણ થશે. વેપાર કરતા લોકોને જીવનમાં પ્રગતિ પ્રાપ્ત થશે, ધનલાભ થશે. જે લોકો નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તે લોકો માટે સારો સમય છે. બિઝનેસમાં નફો થશે. નોકરિયાત વ્યક્તિઓનું પ્રમોશન થશે. 

વૃષભ (Taurus)- બુધ અને શુક્રની યુતિથી વૃષભ રાશિના જાતકોને લાભ થશે. વૃષભ રાશિના નવમ ભાવમાં આ રાજયોગનું નિર્માણ થશે. આ રાશિના જાતકોની ધર્મ અને કર્મમાં રૂચિ વધશે. પૈત્તૃક સંપત્તિથી લાભ થશે. માન સમ્માન પ્રાપ્ત થશે. યોજના સંપૂર્ણપણે સફળ રહેશે. જે લોકો યાત્રા કરવાનું વિચારી રહ્યા છે, તો લોકો માટે યાત્રા શુભ સાબિત થશે. જે પણ ધન ફસાયેલ છે, તે ધન પરત મળશે. 

વધુ વાંચો: જો તમને પણ આવી રહ્યાં છે આ પ્રકારના 11 સપના? તો સમજી લેવું કે થઇ જશો માલામાલ!

મકર (Makar)- આ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ શુભ સાબિત થશે. મકર રાશિના લગ્ન ભાવમાં આ રાજયોગનું નિર્માણ થશે, જેથી વ્યક્તિત્ત્વમાં નિખાર આવશે. કાર્યક્ષમતા વધશે અને ખૂબ ધન કમાશો. મોડલિંગથી લઈને કળા ક્ષેત્રે જોડાયેલા લોકોને લાભ થશે. પરિણીત લોકોનું જીવન સારું રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ