બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / g20 security protocol: Delhi police used codenames for the hotels as well as the guests for g20 summit

ફૂલપ્રૂફ / G20ની સુરક્ષાના વિશ્વભરમાં વખાણ, માર્ટિન, સાગર, નચિકેત, જેવા આ કોર્ડ વર્ડ સાથે 31 રાષ્ટ્રઅધ્યક્ષોની કરાઇ ચાંપતી સુરક્ષા, માસ્ટર પ્લાન જાણવા જેવો

Vaidehi

Last Updated: 07:55 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરનાં આયોજિત G20 સમ્મેલનમાં 31 દેશો અને સંગઠનોનાં નેતાઓ પહોંચ્યાં હતાં.વિદેશી મહેમાનો જે-જે હોટલમાં રોકાયા હતાં એ દરેક હોટલને દિલ્હી પોલીસે એક અલગ કોડનેમ આપ્યાં હતાં.

  • દિલ્હીમાં થયેલ G20 સમિટમાં હતી કડક સુરક્ષા વ્યવસ્થા
  • દિલ્હી પોલીસે તૈયાર કર્યાં હતાં વિવિધ કોડનેમ
  • વિદેશી મહેમાનોની હોટલને અપાયા હતાં કોડનેમ

G20 સમિટ: દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત G20 શિખર સમ્મેલનમાં શામેલ થવા આવેલા અલગ-અલગ દેશોનાં રાષ્ટ્રાધ્યક્ષો માટે દિલ્હી પોલીસે કડક સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. દિલ્હી પોલીસનાં સૂત્રોએ જણાવ્યું કે આ વિદેશી મહેમાનોની સુરક્ષા એક મોટો ચેલેન્જ હતો. પોલીસે આ બધાં માટે અલગ-અલગ કોડવર્ડ બનાવ્યાં હતાં.

હોટલોને કોડનેમ
વિદેશી મહેમાનો જે-જે હોટલમાં રોકાયા હતાં એ દરેક હોટલને દિલ્હી પોલીસે એક અલગ કોડનેમ આપ્યાં હતાં. પોલીસનાં સૂત્રોએ જણાવ્યું કે આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કે જો કોઈ વાયરલેસ સેટ પર તેમના આવવા-જવાની જાણકારી વિશે સાંભળી પણ લે તો તેને કંઈ માહિતી ન મળી શકે. 

ક્યા કોડવર્ડ આપવામાં આવ્યાં હતાં?
દિલ્હી પોલીસે હોટલ તાજને તુલિપ નામ આપ્યું હતું. જો બાઈડનની હોટલ ITC મૌર્યનું નામ માર્ટિન હતું. ઋષિ સુનકની હોટલ શંગરીલાનું નામ સાગર અને રાજઘાટને રૂદ્રપુર નામ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં જે ભારત મંડપમમાં જી-20 સમ્મેલન આયોજિત થયું હતું તેનું પણ કોડનેમ હતું. ભારત મંડપમનું કોડનેમ 'નિકેતન'કહેવામાં આવ્યું હતું. હોટલ લી મેરેડિયનને લેઝર અને હોટલ લીલાને લોટસ નામ આપવામાં આવ્યું હતું. આ રીતે 16 હોટલને કોડનેમ આપવામાં આવ્યાં હતાં જેથી સિક્યોરિટી અને સિક્રેસી જાળવી શકાય. 

વાયરલેસ નેટવર્ક બનાવાયું
ખાનગી મીડિયા ચેનલમાં થયેલી વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે G20 સમ્મેલનની તૈયારીઓ ઘણાં સમય પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી હતી. અને એ જ હિસાબે એક વાયરલેસ નેટવર્ક પણ તૈયાર કરવામાં આવ્યું હતું. 31 દેશનાં પ્રમુખ નેતાઓ માટે જે વાયરલેસ નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું તેને નામ આપવામાં આવ્યું હતું સમિટ નેટ 1.  આ સિવાય રાષ્ટ્રાધ્યક્ષોની પત્ની, મિનિસ્ટર્સ અને બાકીનાં ડેલિગેશન માટે અન્ય નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું જેનું નામ હતું સમિટ નેટ 2.

રાષ્ટ્રાધ્યક્ષો માટે પણ કોડનેમ
મીડિયા રિપોર્ટ અનુસાર 31 દેશો અને સંગઠનોનાં જે પ્રમુખ હતાં તે તમામ માટે પણ કોડવર્ડ હતાં. રેનબો 1,2થી લઈ રેનબો 31. કંટ્રોલ રૂમ સ્ટાફને બધી જ જાણકારી હતી કે R1 અને R2 કોણ છે. તેનાથી ખબર પડી જતી હતી કે કયો કોડ કઈ પોઝીશન પર છે. પ્રોટોકોલ અનુસાર એ બધું પહેલાથી જ ખબર હોય છે કે કોણ ક્યાં ક્રમમાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ