બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Frost in Himachal, Kashmir-Uttrakhand: Blackout in Kinnaur, three feet of snow in Lahaul

ઠંડીનો કહેર યથાવત / હિમાચલ, કાશ્મીર-ઉત્તરાખંડમાં હિમતાંડવઃ કિન્નૌરમાં બ્લેકઆઉટ, લાહૌલમાં ત્રણ ફૂટ સુધી બરફની ચાદર

Megha

Last Updated: 04:30 PM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે ઉત્તરપ્રદેશના સહારનપુર, મેરઠ, હાથરસ, મથુરા, શામલી અને મુઝફ્ફરનગર સહિત 42 જિલ્લામાં તોફાની પવન અને વરસાદને લઈને યલો એલર્ટ જારી કર્યું છે.

  • હિમવર્ષાના કારણે દિલ્હી-યુપી સહિત અનેક રાજ્યોમાં કાતિલ ઠંડી
  • 42 જિલ્લામાં ગાજવીજ સાથે આજે ભારે વરસાદ થઈ શકે 
  • ઉત્તરપ્રદેશના 42 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જારી

કાતિલ ઠંડીના કહેર વચ્ચે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તેમજ ઉત્તરાખંડ સુધી ભારે હિમપ્રપાત થતાં ખાસ કરીને પહાડી વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ અનુસાર, હિમાચલના શિમલા, મનાલી, કુલ્લુ, લાહૌલ-સ્પિતિ, કિન્નૌર, ચંબા સહિત તમામ વિસ્તારોમાં આ લખાઈ રહ્યું છે ત્યારે હિમતાંડવ જારી છે. જોરદાર હિમપ્રપાતના કારણે સમગ્ર કિન્નૌરમાં બ્લેકઆઉટ થઈ ગયો છે અને દિવસે પણ રાત જેવો માહોલ જોવા મળે છે.

કિન્નૌરમાં 13 કલાકથી સતત હિમવર્ષા ચાલુ
કિન્નૌર જિલ્લામાં છેલ્લા 13 કલાકથી સતત હિમવર્ષા ચાલુ છે અને વીજળી ગુલ થઈ જતા અંધારપટ સર્જાયો છે. શિમલા જનારા તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં ચાર નેશનલ હાઈવે અને 150થી વધુ સડકો વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. અટલ ટનલ પર પણ જોરદાર હિમવર્ષા થઈ છે.શિમલાના કેટલાક વિસ્તારોમાં પણ વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાઈ ગયો છે. શિમલા પોલીસે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને રસ્તા પર નહીં ફરવાની સલાહ આપી છે.

ઉત્તરાખંડમાં 48 કલાકનું એલર્ટ જારી કરાયું
ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાના કારણે ઉત્તરાખંડમાં 48 કલાકનું એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડમાં આગામી ૨૪ કલાકમાં રાજધાની દહેરાદૂન સહિત ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, પિથૌરાગઢ, બાગેશ્વર અને પૌડીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ઊંચા પહાડી વિસ્તચારોમાં જોરદાર હિમવર્ષા થઈ છે અને મોસમનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં પણ આગામી 48 કલાક સુધી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

યુપીમાં કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા
પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસરના કારણે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આખી રાત રોકાઈ રોકાઈને વરસાદ ચાલુ રહ્યો હતો. આથી આ રાજ્યોમાં કાતિલ ઠંડી પણ પડી છે. ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં પણ ગાજવીજ સાથે કેટલાક સ્થળોએ જોરદાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. યુપીમાં કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા છે. રાજસ્થાનમાં પણ વરસાદી આફત અને કરા વૃષ્ટિના કારણે પાકને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-યુપી સહિત કેટલાક રાજ્યોમાં આગામી 12 કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ