બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / Fraud of Rs 5.66 lakh with a middle-aged person of Bhavnagar

છેતરપિંડી / IB ડાયરેક્ટરની ઓળખ આપી મહાઠગે ખંખેરી લીધા સાડા 5 લાખ, બેંકનું દેવું માફ કરી આપવાની લાલચે આધેડ ભોળવાઈ ગયા

Malay

Last Updated: 12:32 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના આધેડને IB ડાયરેક્ટરની ઓળખ આપી મહાઠગે સાડા પાંચ લાખનો ચૂનો લગાવતા સિહોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.

 

  • એક વ્યક્તિ સાથે સાડા પાંચ લાખની ઠગાઇ
  • બેંકનું દેવુ માફ કરાવી દેવાની આપી લાલચ
  • આધેડે 5.66 લાખ રૂપિયા ગુમાવ્યા

ભાવનગરના સિહોરમાં બેંકનું દેવું માફ કરાવી આપવાની લાલચે આધેડે ગુમાવ્યા સાડા પાંચ લાખ રૂપિયા ગુમાવ્યા છે. ઠગે IB ડાયરેક્ટરની ઓળખ આપી આધેડને રૂપિયા સાડા પાંચ લાખનો ચૂનો લગાવ્યો હતો. સિહોરના અનિલકુમાર શાહે છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

આઇ.બીના ડેપ્યુટી ડાયરેક્ટરની આપી ઓળખ
ફરિયાદ મુજબ, ભાવનગરના સિહોર ખાતે રહેતા અનિલકુમાર જયસુખલાલ શાહ (ઉં.વ 62, રહે. રામદાસ સોસાયટી, સિહોર)ના મોટાભાઈ સિક્કીમ ખાતે ફરવા માટે ગયા હતા, જ્યાં તેમની વડોદરાના હિતેશ ઠાકર નામના શખ્સ સાતે મુલાકાત થઈ હતી. આ દરમિયાન હિતેશે આઇ.બીના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પોતાની ઓળખ આપી હતી. 

50 લાખની લોન માફ કરાવાનો આપ્યો હતો વાયદો 
જેના થોડા દિવસ બાદ હિતેશ ઠાકર સિહોર ખાતે આવ્યો હતો, આ દરમિયાન અનિલભાઈનો તેની સાથે પરિચય થયો હતો. વાતચીત દરમિયાન હિતેશે પોતે આઇ.બીના ડેપ્યુટી ડાયરેક્ટર હોવાની ઓળખ આપી હતી. સાથે જ છેક ઉપર સુધી તેની ઓળખાણ હોવાનું જણાવ્યું હતું. જેથી તેની વાતમાં આવીને અનિલ કુમારે સહકારી બેંકમાંથી લીધેલ 50 લાખની લોન માફ કરાવી આપવા જણાવ્યું હતું. જેથી હિતેશે આ લોન માફ કરાવી આપવાનો વાયદો આપ્યો હતો. 

5.66 લાખની છેતરપિંડી
જે બાદ હિતેશ ઠાકરે ચાર્જ પેટે રૂ.5 લાખ 66 હજારની માંગ કરતા અનિલ કુમારે થોડા થોડા કરીને ચેક અને રોકડ મારફતે હિતેશ ઠાકરને 5,66, 793 રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યાને લાંબા સમય બાદ પણ લોન માફ ન થતાં તેમણે હિતેશ ઠાકરનો કોન્ટેક્ટ કર્યો હતો. જે બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેઓ સીધા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. સિહોર પોલીસ સ્ટેશન ખાતે અનિલ કુમારે વડોદરાના હિતેશ પ્રવિણચંદ્ર ઠાકર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ