બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Fourth phase of polling begins in UP, polling will be held for 59 seats in 9 districts

UP Elections 2022 / UPમાં ચોથા તબક્કાનું મતદાન શરૂ, 9 જિલ્લાની 59 બેઠકો માટે યોજાશે મતદાન

ParthB

Last Updated: 08:06 AM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ તબક્કાના મતદાનમાં મોદી સરકારના મંત્રી અજય મિશ્રા ટેની અને કૌશલ કિશોરની સાથે સાથે મોદી સરકારના 4 મંત્રીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગેલી છે.

  • ઉત્તર પ્રદેશમાં વિધાનસભાના ચોથા ચરણનું મતદાન શરૂ
  • રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની સહિતના મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર 
  • 2017ની ચૂંટણીમાં ભાજપે ચાર જિલ્લાઓમાં ક્લિન સ્વીપ કર્યું હતું.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાના ચોથા ચરણનું મતદાન શરૂ

સવારે 7ના ટકોરે ચોથા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં રામ મંદિર, લખીમપુર ખીરી હિંસા, રખડતા ઢોર, રોજગારી અને ખેડૂતોની સમસ્યા મહત્વના મુદ્દા છે. જનતા આ મુદ્દાના આધારે પોતાના મતાધિકારનો પ્રયોગ કરીને પોતાનો જન પ્રતિનિધિ ચૂંટશે.બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ વહેલી સવારે લખનૌમાં પોતાનો મત આપ્યો.

રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની સહિતના મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર 

ચોથા તબક્કાની 59 બેઠકો માટે થઈ રહેલા મતદાનમાં 624 ઉમેદવારોની સાથે સાથે ચાર મંત્રીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કપડાં મંત્રી સ્મૃતિ ઈરાી, ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની અને શહેરી આવાસ મંત્રી કૌશલ કિશોર સામેલ છે. જેમના સંસદીય મતવિસ્તારમાં આવતી વિધાનસસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. 

2017ની ચૂંટણીમાં ભાજપે ચાર જિલ્લાઓમાં ક્લિન સ્વીપ કર્યું હતું.

ચોથા તબક્કાની 59 બેઠકોમાંથી 51 બેઠકો પર હાલ ભાજપ ગઠબંધનનો કબજો છે. જેમાં ભાજપને 50 બેઠકો અને એક સીટ અપના દળ (એસ)ને મળી હતી. જ્યારે સમાજવાદી પાર્ટીને 4 બેઠકો મળી હતી. કોંગ્રેસ અને બસપાએ 2-2 સીટો જીતી હતી. કોંગ્રેસની ટિકિટ પર જીતનારા બંને વિધાયક અને બીએસપીના એક વિધાયકે હવે કેસરિયો ધારણ કરી લીધો છે. 2017ની ચૂંટણીમાં ભાજપે ચાર જિલ્લાઓમાં ક્લિન સ્વીપ કર્યું હતું. આવામાં જ્યાં ભાજપ સામે બાદશાહત ટકાવવાનો પડકાર હશે ત્યાં વિપક્ષી પાર્ટીઓને સત્તામાં આવવાનો અને પોતાનું અસ્તિત્વ બચાવવાનો ડર સતાવી રહ્યો છે. 

UPમાં ચોથા તબક્કામાં 9 જિલ્લાની 59 બેઠકો માટે મતદાન યોજાશે 

યુપી વિધાનસભાના ચોથા તબક્કામાં 9 જિલ્લાઓની 59 સીટો પર આજે મતદાન છે. જેમાં 624 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો ઈવીએમમાં કેદ થશે. ચોથા તબક્કામાં પીલીભીત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ, લખનૌ, રાયબરેલી, બાંદા અને ફતેહપુરમાં ચૂંટણી સંગ્રામ છે. આ જિલ્લાઓમાં 16 બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે. યુપીમાં 3 તબક્કાના થયેલા મતદાનમાં અત્યાર સુધીમાં 172 બેઠકો માટે મત પડી ચૂક્યા છે. બાકીની 231 બેઠકોમાંથી 59 બેઠકોનું ભાગ્ય પણ આજે ઈવીએમમાં કેદ થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ