બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / fossil shows that dinosaurs got sick just like us

ના હોય! / 15 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર પણ શરદી-ખાંસીથી ઝઝૂમ્યા હતા, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Arohi

Last Updated: 02:10 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનુષ્યોને થતી શરદી-ખાંસી 15 કરોડ વર્ષ પહેલા ડાયનાસોરને પણ પરેશાન કરતી હતી. ડાયનાસોર પણ શ્વાસની બીમારી અને ફેફસાના સંક્રમણથી ઝઝૂમી રહ્યા હતા.

  • ડાયનાસોરને પણ થતી હતી શરદી-ખાંસી
  • વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા 
  • શ્વાસની બીમારી થઈ હોવાનો દાવો 

મનુષ્યોને થતી શરદી-ખાંસીની બીમારી 15 કરોડ વર્ષ પહેલા ડાયનાસોરને પણ પરેશાન કરતી હતી. ડાયનાસોર પણ શ્વાસની બીમારી અને ફેફસાથી સંક્રમણ થયા હતા. વૈજ્ઞાનિકોને તેના પુરાવા પણ મળ્યા હતા. આ દાવો મોટાનાના ગ્રેટ પ્લેન્સ ડાયનાસોર મ્યુઝિયમના નિર્દેશક અને નિષ્ણાંત ડૉ.કેરી વુડરફે પોતાના રિસર્ચમાં કર્યો છે. 

ફ્લાવર જેવા આકારની આકૃતિઓ 
નેચરના રિપોર્ટમાં ડૉ.કેરીનું કહેવું છે કે જુરાસિક કાળના એક મોટા ડાયનોસોરના ગળાના હાડકાની તપાસ કરવામાં આવી. તેનું નામ ડોલી હતું. 30 વર્ષ પહેલા શોધેલા ડાયનોસોરના ગળાની તપાસમાં સામે આવ્યું કે તેમાં ફ્લાવર જેવા આકારની આકૃતિઓ છે. આ આકૃતિ કેમ બની તેનો જવાબ સંશોધકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. 

સોશિયલ મીડિયા પોસ્ટ પર ઘણા વૈજ્ઞાનિકોએ તેનું કારણ જણાવ્યું. તેનું કહેવું હતું કે આ શરદી-ખાંસીની નળીમાં સંક્રમણ બાદ થતા લક્ષણ છે. ડૉ. કેરી વુડરકે જણાવ્યા અનુસાર ડોલી ડાયનાસોર કોઈ બીમાર મનુષ્યની જેમ જ ખાંસી રહ્યું હશે કે છીંકી રહ્યું હશે. તેને તાવ પણ આવ્યો હશે. એવી જ રીતે જેમ મનુષ્યને થાય છે. 

કયા કારણે થઈ હશે શરદી? 
તેના પર ડૉ. કેરીએ જણાવ્યું બની શકે કે તેણે એસ્પરજીલોસિસ નામના ફફૂંદને સુંધી લીધુ હશે. માટે તેને શરદી-ખાંસી થઈ હશે, આધુનિક પક્ષિઓમાં જો આ એસ્પરજિલોસિસનું સંક્રમણ થાય છે તો તે જીવલેણ હોય છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે જો તે સમયે ડાયનાસોરમાં આવું સંક્રમણ થયું હશે તો તે ખૂબ જ કમજોર થઈ ગયા હશે. 

ડૉ. વુડરફનું કહેવું છે, ડોલી ડાયનાસોર શાકાહારી હતો. અમારા રિસર્ચથી ડાયનાસોર વિશે ઘણી વાતો સમજી શકાય છે. જેવી કે તેમને કઈ રીતે અલગ અલગ પ્રકારની બીમારી થતી હતી. કારણ કે તેમની અંદર શ્વાસ લેવાની સિસ્ટમ પક્ષિઓની જેમ જ હતી.   

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ