બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Former Pakistani opener's statement, said- Gautam Gambhir is jealous of Virat Kohli's success,

ક્રિકેટ જગત / 'વિરાટ કી સફલતા સે જલતે હૈ!', ગૌતમ ગંભીરને લઇ પૂર્વ પાકિસ્તાની ઓપનરનું ચોંકાવનારું નિવેદન

Megha

Last Updated: 10:23 AM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અહેમદ શહજાદે કહ્યું કે ગૌતમ ગંભીર જે રીતે વર્તે છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તે વિરાટ કોહલીની સફળતાથી ઈર્ષ્યા કરે છે.કોઈપણ કારણ વગર વિરાટ કોહલી સાથે લડવાનું બહાનું શોધતા રહે છે.

  • IPL 2023માં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ટક્કર થઈ હતી
  • 'વિરાટ કોહલીની સફળતાથી ગૌતમ ગંભીરને જેલેસી થાય છે'
  • એક વખત એવોર્ડ શેર કર્યો તેનો અર્થ એ નથી કે તજીવનભર ખરાબ વર્તન કરશો

IPL 2023માં અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર વચ્ચે ટક્કર થઈ હતી.આ ઘટના 1 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચ દરમિયાન બની હતી. વાત એમ છે કે મેચ દરમિયાન કોહલીની અફઘાનિસ્તાનના ખેલાડી નવીન-ઉલ-હક સાથે દલીલ થઈ હતી, જે બાદમાં વધી ગઈ હતી. કોહલી-નવીનને લઈને શરૂ થયેલા વિવાદમાં મેચ બાદ એલએસજીના મેન્ટર ગંભીરની એન્ટ્રી થઈ હતી.  આ વિવાદ ઘણા દિવસો સુધી હેડલાઇન્સમાં રહ્યો હતો. હવે પાકિસ્તાની ક્રિકેટર અહેમદ શહેઝાદને કોહલી અને ગંભીર વચ્ચેના તાજેતરના ઝઘડા વિશે પૂછવામાં આવ્યું તો એમને કહ્યું કે ગંભીર કોહલીથી ઈર્ષ્યા કરે છે. તેણે કહ્યું કે ગંભીરે કોહલીની માફી માંગવી જોઈએ.

'વિરાટ કોહલીની સફળતાથી ગૌતમ ગંભીરને જેલેસી થાય છે'
અહેમદ શહજાદે કહ્યું કે ગૌતમ ગંભીર જે રીતે વર્તે છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તે વિરાટ કોહલીની સફળતાથી ઈર્ષ્યા કરે છે. તેણે કહ્યું કે ગૌતમ ગંભીર કોઈપણ કારણ વગર વિરાટ કોહલી સાથે લડવાનું બહાનું શોધતા રહે છે. સાથે જ એમને કહ્યું કે ગૌતમ ગંભીર પોતાની હરકતોથી લખનૌ સુપર જાયન્ટ્સના યુવા ખેલાડીઓના મનને પ્રદૂષિત કરી રહ્યો છે. ' અહેમદ શહજાદ કહે છે કે તેણે તે મેચમાં જે જોયું તે ખરેખર ખૂબ જ દુઃખદ છે. નવીન-ઉલ-હક અને વિરાટ કોહલી વચ્ચે જે બન્યું તે સમજી શકાય તેવું છે. મેદાન પર આવું વારંવાર થાય છે, પરંતુ ગૌતમ ગંભીરે શું કર્યું?

એક વખત એવોર્ડ શેર કર્યો એનો મતલબ જીવનભર તેની સાથે ખરાબ વર્તન કરશો?
ગૌતમ ગંભીરની ટક્કર તેના દેશના ખેલાડી સાથે થઈ અને તે પણ તે ખેલાડી સાથે જે હાલમાં વિશ્વનો સૌથી મોટો ખેલાડી છે. ગૌતમ ગંભીરે વિરાટ કોહલી પ્રત્યે જે પ્રકારનું વલણ દાખવ્યું તે યોગ્ય ન હતું. તેણે કહ્યું કે ગૌતમ ગંભીરે એકવાર વિરાટ કોહલી સાથે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ શેર કર્યો હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે જીવનભર તેની સાથે ખરાબ વર્તન કરશો. તે વિરાટ કોહલીની સફળતાને પચાવી શક્યો નથી. વિરાટ કોહલીએ જે હાંસલ કર્યું છે તેના માટે તમારે તેનું સન્માન કરવું જોઈએ. 

કોહલી આ જનરેશનનો કિંગ છે
અહેમદ શહજાદનું કહેવું છે કે વિરાટ કોહલીએ આટલી નાની ઉંમરમાં જે પણ હાંસલ કર્યું છે તે ગૌતમ ગંભીર તેની આખી જિંદગીમાં હાંસલ કરી શક્યો નથી. ખાનદાની બતાવો.તમે કોહલીને ફોન કરો અને માફી માગો. તમારી મહાનતા અહીંથી જ ખબર પડશે કે તમે કોહલીને કેટલો પ્રેમ કરો છો. કલ્પના કરો કે જો નવીને આઈપીએલમાં સચિન તેંડુલકર સાથે આવું વર્તન કર્યું હોત તો શું ગંભીરે પણ આવો જ જવાબ આપ્યો હોત. કોહલી આ જનરેશનનો કિંગ છે, કોહલીએ 75 સદી ફટકારી છે, તે સામાન્ય વાત નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ