બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former MLA from Manavdar in Junagadh Arvind Ladani joined BJP

રાજનીતિ / સૌરાષ્ટ્રમાં ભાજપની મોટી ગેમ: કોંગ્રેસના પૂર્વ MLA અરવિંદ લાડાણી 300 કાર્યકરો સાથે BJPમાં, જણાવ્યો ધ્યેય

Dinesh

Last Updated: 07:34 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: જૂનાગઢમાં માણાવદરના પૂર્વ MLA અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા છે, તેમની સાથે કોંગ્રેસના 300થી વધુ કાર્યકરોએ પણ પંજાને બાય બાય કહીં કેસરીયો ખેસ ધારણ કર્યો છે

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ પોત પોતાની કમર કસી લીધી છે. રાજ્યમાં એક તરફ કોંગ્રેસ-ભાજપ લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવાર જાહેર કરી છે. તો બીજી તરફ હજુ પક્ષપલટાનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છ. ભાજપના રાજકીય ભરતી મેળામાં જૂનાગઢમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિત કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ કેસરિયા ધારણ કર્યા છે.  

પૂર્વ MLA અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા 
જૂનાગઢમાં માણાવદરના પૂર્વ MLA અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા છે, તેમની સાથે સાથે કોંગ્રેસના 300થી વધુ કાર્યકરોએ પણ પંજાને બાય બાય કહીં કેસરીયો ખેસ ધારણ કર્યો છે. વંથલીમાં APMC ખાતે સી.આર.પાટીલની હાજરીમાં તમામે ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસને અલવિદા કહી દીધું છે.  ઉલ્લેખનીય છે કે, અરવિંદ લાડાણી છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હતા. 

અરવિંદ લાડાણીએ શું કહ્યું ?
ભાજપમાં જોડાયા બાદ અરવિંદ લાડાણીની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું કે, ભાજપમાં સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરવા પણ તૈયાર છું. ટિકિટ ગમે તેને મળે પણ જીત કમળની થાય તે જ ધ્યેય છે. VTV સાથે વાત કરતા અરવિંદ લાડાણીએ કહ્યું કે, હું મારા કાર્યકર્તાઓના લાંગણીને ધ્યાનમાં રાખીને ભાજપમાં જોડાઉં છું. વધુમાં કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશું બાકી શૈનિક તરીકે કામ કરીશે 

વાંચવા જેવું: પોલીસ ભરતીની તારીખ જાહેર: 4 એપ્રિલથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ, પણ આ વાતનું રાખજો ધ્યાન

ભુપત ભાયાણીએ શું કહ્યું ?
ભુપત ભાયાણીએ કહ્યું કે, મારે ટિકિટ જોઈતી નથી અને મેં માંગી પણ નથી. મારો ફક્ત એજ ધ્યેય છે કે, મારા વિસ્તારના ખેડૂતોને પાણી મળી રહે તેમજ મારા વિસ્તારમાં રોડ-રસ્તા પાકા બંન્ને એજ જરૂરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ