બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / forecast of the meteorological department the weather will remain dry for the next 5

આગાહી / હવે ઠંડીમાં નહીં ઠુંઠવાઓ, ગુજરાતમાં પડશે હિટવેવ, તાપમાનમાં થશે વધારો, જાણો શું કહે છે હવામાન વિભાગ

Ajit Jadeja

Last Updated: 04:01 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનું જોર વધશે. જો કે આગામી સાતથી આઠ દિવસ હિટવેવની શક્યતા નહિવત છે.

gujarat wethar update: રાજ્યમાં શિયાળાએ વિદાય લેતા ઠંડીમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનું જોર વધશે. જો કે આગામી સાતથી આઠ દિવસ હિટવેવની શક્યતા નહિવત છે. આગામી અઠવાડિયા સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે. પરંતુ તાપમાન વધતા ગરમીનો અહેસાસ થશે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 21.6  ડિગ્રી  અને મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી  અને મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી  નોધાયું છે. આજે અમરેલીમાં સૌથી વધુ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે.

શિયાળાની વિદાય

રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગની વધુ એક વાર આગાહી સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. અત્રે જણાવીએ કે, રાજ્યના વાતવરણમાં હવે ધીરે ધીરે પલટો આવશે અને ઉનાળાનો અહેસાસ થશે. એટલે કે, સામાન્ય ગરમીની શરૂઆત થઈ રહી છે. હવે શિયાળાએ વિધીવત રીતે વિદાય લીધી છે જેને કારણે માર્ચના બીજા સપ્તાહથી ઠંડી પણ ઘટી રહી છે. રાજ્યનું હવામાન શુષ્ક છે જેના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ વરસાદની કોઇ આશંકા નથી જો કે આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચકાતા ગરમીનું જોર વધશે. પરંતુ હજુ લોકોને સપ્તાહ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળશે. 

ત્રણ દિવસ બાદ ગરમી વધશે

મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણનું કહેવું છેકે આ સપ્તાહમાં હવામાન શુષ્ક રહેશે. જોકે વરસાદનું હાલ કોઇ અનુમાન નથી. તાપમાનની વાત કરીએ તો આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહીં પરંતુ ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. જેને કારણે ગરમીનું પ્રમાણ વધશે. ગુજરાતના દરિયા કિનારાના ઉત્તર ભાગમાં હવાઓ ઉત્તર પશ્ચિમ તથા પશ્ચિમ દિશાથી ફૂંકાવવાની આગાહી છે. જ્યારે દક્ષિણ બાજુના દરિયા કિનારે પવનની દિશા પશ્ચિમ બાજુની રહેશે. દરિયા કિનારે 20થી 25 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે. આ સાથે જમીની વિસ્તારોમાં પણ હવાઓ ઉત્તર પશ્ચિમ બાજુથી ફૂંકાશે.

વધુ વાંચોઃ આવી ગયા ફળોના રાજા, ગોંડલમાં માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો 10 કિલોના બોકસનો કેટલો ભાવ

રાજ્યમાં ધીરેધીરે ગરમીનું જોર વધશે

 રાજ્યમાં ગત મહિનામાં ઠંડીનુ જોર ઘટતા ઉનાળાની ગરમી જેવો અહેસાસ થઇ રહ્યો હતો પરંતુ ત્યારબાદ પવનની દિશા બદલાતા અને ઉત્તર ભારતમાં બરફ વર્ષાને પગલે રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. જમ્મુથી લઈ પૂંછ અને ગુલમર્ગ સુધી ભારે બરફવર્ષાને લઈ જનજીવન પર અસર થઇ હતી.  અનેક માર્ગો પર બરફ છવાતા બંધ થઇ ગયા હતા. ફેબ્રુઆરીના અંતિમ મહિનામાં આ બરફ વર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી હતી. અને ઠંડીનો વધુ એક રાઉન્ડ આવ્યો હતો. વહેલી સવારે અને મોડી સાંજે રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેતો હતો. જો કે હવે ધીરીધીરે રાજ્યમાં ગરમીનું જોર વધશે.

આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ
1. ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
2. ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
3. ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
5. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
6. હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
7. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે   છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો. 
8. હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
9. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
10. તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ