બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ford motors preparing for big retrenchment many employees can be fire simultaneously

ચોંકાવનારો રિપોર્ટ / વધુ એક કંપનીના કર્મીઓ માથે લટકતી તલવાર, હજારોને કંપની દેખાડશે બહારનો રસ્તો!

Bijal Vyas

Last Updated: 05:36 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓટો સેક્ટરની કંપની ફોર્ડ મોટર્સ ફરી એકવાર છટણીની તૈયારી કરી રહી છે. કંપની હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. આ છટણી ઘણા વિભાગોમાં થશે.

  • ફોર્ડે જણાવ્યું હતું કે તે કુલ 3,000 કાયમી અને કરારની નોકરીઓમાં ઘટાડો કરશે
  • આ વિભાગોમાંથી કર્મચારીઓને કાઢવામાં આવશે 
  • આ વર્ષ વૈશ્વિક સ્તરે કેટલા લોકોની ગઇ નોકરી

Ford Motors layoffs: ઓટો ક્ષેત્રની કંપની ફોર્ડ મોટર્સ છટણીના નવા રાઉન્ડની તૈયારી કરી રહી છે. આ વખતે કંપની અમેરિકામાં પગારદાર કર્મચારીઓને કાઢી મુકવામાં આવી શકે છે. એક  રિપોર્ટ અનુસાર હજારો કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે. ગયા વર્ષે માર્ચમાં, કંપનીએ તેના ગેસ સંચાલિત વાહન એકમમાં $3 બિલિયન સુધીના માળખાકીય ખર્ચમાં ઘટાડો કરવાની યોજના જાહેર કરી હતી.

અહેવાલ મુજબ, ઓગસ્ટમાં ફોર્ડે જણાવ્યું હતું કે તે કુલ 3,000 કાયમી અને કરારની નોકરીઓમાં ઘટાડો કરશે, ઉત્તર અમેરિકા અને ભારતમાં મોટાભાગના કર્મચારીઓની છટણી કરવામાં આવશે. આ છટણી ઘણા વિભાગોમાંથી કરવામાં આવશે. ફોર્ડે તરત જ રોઇટર્સના સવાલનો જવાબ આપ્યો ન હતો.

આ દિવાળી ઘરે લઈ આવો સપનાની કાર! તમારા બજેટમાં મળી જશે બેસ્ટ માઈલેજ આપતી આ 7  કાર | maruti suzuki tata motors hyundai top 7 mileage cng cars under 10 lakh

આ વિભાગોમાંથી કર્મચારીઓને કાઢવામાં આવશે 
એકઅહેવાલમાં જણાવાયું છે કે છટણીનો નવો રાઉન્ડ ડેટ્રોઇટ ઓટોમેકરના ગેસ, ઇલેક્ટ્રિક-વ્હીકલ અને સોફ્ટવેર વિભાગના કર્મચારીઓ માટે હોઈ શકે છે. જો કે કેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી.

કેમ નોકરીમાંથી કાઢવાનો લેવાયો નિર્ણય 
ફોર્ડે વ્યવસાયને યોગ્ય રીતે ચલાવવા માટે છટણીની તૈયારી કરી છે. ઓટોમેકરનું પગલું તેના સાથીદારો સ્ટેલેન્ટિસ NV (STLAM.MI) અને જનરલ મોટર્સ (GM.N) સાથે વાત કર્યા બાદ લીધું છે. આ પહેલી કંપની નથી જે છૂટા કરી રહી છે. આ પહેલા પણ ઘણી કંપનીઓમાંથી કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે.

7 વર્ષમાં પહેલી વખત 20 મિનિટ ઓફિસ મોડો પહોંચ્યો કર્મચારી, બોસે નોકરીમાંથી  કાઢી મુક્યો, સહકર્મી આ રીતે કરી રહ્યા સપોર્ટ | boss fired employee who  reached ...

આ વર્ષ વૈશ્વિક સ્તરે કેટલા લોકોની ગઇ નોકરી
વૈશ્વિક સ્તરે ઘણી કંપનીઓએ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. લાખો કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી છે. એક રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે 739 ટેક કંપનીઓએ 210269 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. જેમાં એમેઝોન, માઈક્રોસોફ્ટથી લઈને ફેસબુક, ટ્વિટર સહિતની ઘણી કંપનીઓ સામેલ છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ