બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Follow these 5 magical tips to get rid of debt, starting today

કામની ટિપ્સ / દેવામાંથી મુક્તિ અપાવશે આ 5 જાદુઇ ટિપ્સ, આજથી જ ફૉલો કરો, મળશે પોઝિટિવ રિઝલ્ટ

Pooja Khunti

Last Updated: 11:13 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉધારથી મુક્તિ મેળવવા માટે તમારી ખરીદીને મર્યાદિત કરો. તમારી જરૂરિયાતને સમજો અને માત્ર એ જ વસ્તુ ખરીદો, જેની તમારે જરૂરત હોય.

  • નિયમિત રીતે પૈસા ચૂકવતા રહો 
  • તમારી આવક વધે તેવું કઈ કરો 
  • તમે વ્યાજ અને કાનૂની સમસ્યાઓથી બચી જશો

જ્યારે વ્યક્તિ પાસે પૂરતા પૈસા નથી હોતા ત્યારે તે અન્ય વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લે છે. જેને એક નક્કી સમયની અંદર પરત કરવાના હોય છે. આ સાથે તેનું વ્યાજ પણ આપવાનું હોય છે. લોકો તેમની આર્થિક જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લે છે. આજના સમયમાં ઉધાર એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓ સહન કરવી પડે છે. ઉધારથી છુટકારો મેળવવો જરૂરી છે. તેથી તમે આરામથી જીવન જીવી શકો. આ ટિપ્સ તમને ઉધારથી મુક્તિ મેળવવામાં મદદ કરી શકે છે. 

અગાઉથી યોજના કરો 
ઉધારથી મુક્તિ મેળવવા માટે યોગ્ય યોજના બનાવવી જરૂરી છે. તમારી આર્થિક સ્થિતિને સમજો અને એક સારી યોજના બનાવો. જેનાથી ઉધાર ચૂકવવામાં સરળતા રહેશે. 

મર્યાદિત ખરીદી કરો
ઉધારથી મુક્તિ મેળવવા માટે તમારી ખરીદીને મર્યાદિત કરો. તમારી જરૂરિયાતને સમજો અને માત્ર એ જ વસ્તુ ખરીદો, જેની તમારે જરૂરત હોય. 

નિયમિત રીતે પૈસા ચૂકવતા રહો 
ઉધારથી મુક્તિ મેળવવા માટે નિયમિત રીતે પૈસા ચૂકવતા રહેવું જોઈએ. તેનાથી તમારે વધુ વ્યાજ નહીં ચૂકવવું પડે. 

તમારી આવક વધે તેવું કઈ કરો 
જો તમે ઉધારથી મુક્તિ મેળવવા માંગતા હોય તો તમારે તમારી આવક વધે તેવું કઈ કરવું જોઈએ. પ્રયત્ન કરો કે બીજા કોઈ સ્ત્રોતથી આવક મળે. જેનાથી તમે જલ્દી ઉધારમાંથી છુટકારો મેળવી શકો. 

વાંચવા જેવું: TATA એ કર્યો કમાલ! ભારતમાં પહેલીવાર CNG સાથે ઓટોમેટિક કાર લૉન્ચ, કિંમત બસ આટલી

સમયસર ચુકવણી કરવી જોઈએ 
ઉધારથી છુટકારો મેળવવા માટે તમારે સમયસર ચુકવણી કરવી જોઈએ. આવું કરવાથી તમે વ્યાજ અને કાનૂની સમસ્યાઓથી બચી જશો. તમે આ બધી ટિપ્સ ઉપયોગ કરીને જલ્દી ઉધારથી છુટકારો મેળવી શકશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ