બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / FM clears 12% salary hike, arrears for PSU general insurance sector

આનંદો / કર્મચારીઓના પગારમાં એકઝાટકે 12 ટકાનો વધારો, 5 વર્ષનું એરિયર પણ મળશે, સરકારે આપી દિવાળી ગિફ્ટ

Hiralal

Last Updated: 11:30 PM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની ચાર વીમા કંપનીઓના કર્મચારીઓના પગારમાં 12 ટકાનો વધારો જાહેર કર્યો છે. આ કર્મચારીઓને ઓગસ્ટ 2017થી વધેલો લાભ મળશે.

  • જાહેર ક્ષેત્રની ચાર વીમા કંપનીઓના કર્મચારીઓને મળી દિવાળી ગિફ્ટ
  • સરકારે પગારમાં કર્યો એકઝાટકે 12 ટકાનો વધારો
  • ઓગસ્ટ 2017થી પગાર વધારો અમલી ગણાશે

ચાર મોટી સરકારી વીમા કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને સરકાર તરફથી દિવાળી ગિફ્ટ મળી છે. સરકારે ચાર વીમા કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં 12 ટકા વધારો કર્યો છે જે તેમને ઓગસ્ટ 2017ની પાછલી અસરથી મળશે. 12 ટકા વધારાને કારણે સરકારી તિજોરી પર વર્ષે 8000 કરોડનો બોજ પડશે. નાણાં મંત્રાલય દ્વારા 14 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા ગેઝેટેડ નોટિફિકેશનમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. આ યોજનાને જનરલ ઇન્શ્યોરન્સ (અધિકારીઓના પગારધોરણ અને સેવાઓની અન્ય શરતોનું તર્કસંગતકરણ) સુધારા યોજના 2022 નામ આપવામાં આવ્યું છે.

કર્મચારીઓ અને અધિકારીઓને 5 વર્ષનું એરિયર પણ મળશે 
નાણાં મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, વીમા કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓને પાંચ વર્ષનું એરિયર પણ મળશે આ તમામ લાભ 1 ઓગસ્ટ 2017ની પાછલી અસરથી મળશે. 

આ ચાર કંપનીઓના કર્મચારીઓને મળશે પગાર વધારો 
કેન્દ્ર સરકારે ચાર કંપનીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં વધારો કર્યો છે. તેમાં ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ લિમિટેડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ લિમિટેડ, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે. તેનાથી કેન્દ્ર સરકારની તિજોરી પર 8000 કરોડ રૂપિયાનો બોજો પડશે.

નિવૃત્ત કર્મચારીઓને પણ મળશે લાભ 
વેતન સુધારણા દર પાંચ વર્ષે કરવામાં આવે છે. આ વખતે આ ચાર જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓના કર્મચારીઓના વેતનમાં સુધારો કરવામાં આવ્યો છે, જે પાંચ વર્ષ મોડું થયું છે. તેમનું આગામી વેતન સુધારણા પણ ઓગસ્ટ 2022 માં બાકી છે. જો કે આ વેતન સુધારણાનો લાભ તે સમયે આ કંપનીઓની સેવામાં રહેલા નિવૃત્ત કર્મચારીઓને પણ મળશે.

પગાર વધારો કંપની અને કર્મચારીના પ્રદર્શન પર આધારિત 
પગારમાં વધારો કંપની અને કર્મચારીના પ્રદર્શન પર આધારિત રહેશે. તે વેરિયેબલ પેમાં આપવામાં આવશે. પગારવધારાને કંપનીના પ્રદર્શન સાથે જોડવાના નિર્ણય પર કર્મચારી યુનિયનો ગુસ્સે છે. તેઓએ દલીલ કરી હતી કે વેતનને કંપનીના પ્રદર્શન સાથે જોડવું અતાર્કિક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ