બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / First Saudi Robot 'Android Muhammad' Sexually Harasses Female News Reporter at an Event

બદનામ રોબોટ / VIDEO : 'કામાતુર' થયો પુરુષ રોબોટ, લેડી રિપોર્ટરનું કર્યું યૌન શૌષણ, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 05:19 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી અરેબિયામાં બનાવવામાં આવેલા પહેલા પુરુષ રોબોટે શરુઆતમાં જ બદનામી વહોરી છે.

સાઉદી અરબમાં ખૂબ મોંઘી રીતે બનાવાયેલા પહેલા પુરુષ રોબોટે પહેલું જ કામ ખોટું કર્યું છે. સાઉદી અરબના પ્રથમ પુરૂષ રોબોટ મુહમ્મદ એક લેડી રિપોર્ટરને ખોટી રીતે સ્પર્શતો જોવા મળ્યો હતો જે એક પ્રકારનું યૌન શૌષણ જ છે. રોબોટ મુહમ્મદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ રોબોટને સાઉદી અરેબિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં દેશની પ્રગતિ દર્શાવવા માટે બનવાયો છે. મુહમ્મદને એક જાહેર કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન કંઈક એવું થયું કે લોકોની ચિંતા વધી ગઈ. ખરેખર, આ રોબોટે એક મહિલા રિપોર્ટરને થાપાના ભાગે સ્પર્શ કરતો જોવા મળ્યો હતો. 

રોબોટે હાથ લંબાવીને લેડી રિપોર્ટરના થાપા પર હાથ ફેરવ્યો 
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં રોબોટ એક મહિલા રિપોર્ટરને સેક્સ્યુઅલી ટચ કરતો કેદ થયો હતો. વીડિયોમાં રવિયા અલ-કાસીમી નામની મહિલા રિપોર્ટર રોબોટની પાસે ઉભી રહીને તેના વિશે વાત કરતી જોવા મળી રહી છે, ત્યારે જ રોબોટ તેના શરીર તરફ હાથ લંબાવે છે અને તેને સ્પર્શ કરે છે. કેટલાક યૂઝર્સ આના પર ચિંતા વ્યક્ત કરી હતી. 

 મુહમ્મદ પાછળ કરાયો લાખોનો ધૂમાડો
પુરુષ રોબોટ મુહમ્મદ કંઈ સસ્તામાં નથી બન્યો તેને માટે લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે તેને સારા કામ માટે બનાવાયો છે પરંતુ તેણે પહેલા પ્રયાસમાં ખોટું કામ કરીને બદનામ થયો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ