બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Film style robbery of 5 tola gold and 1 kg silver jewelry, 2 bikers came

તસ્કરો બેફામ / 5 તોલા સોનું અને 1 કિલો ચાંદી દાગીનાની ફિલ્મી ઢબે લૂંટ, 2 બાઈક સવારો આવ્યા અને..જુઓ ગુજરાતમાં ક્યાં કેવી રીતે બની લૂંટની ઘટનાઓ

Vishal Khamar

Last Updated: 07:42 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં દિન પ્રતિદિન ચોરી તેમજ લૂંટનાં બનાવો વધી રહ્યા છે. અમદાવાદનાં ધોળકામાં સોના-ચાંદી સહિતનાં દાગીનાની તસ્કરો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. તો નવસારીમાં ગ્રાહકનું ખીસ્સુ કપાઈ ગયું હતું. તો અન્ય એક બનાવમાં કંપનીમાંથી તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

  • અમદાવાદના ધોળકામાં ચલાવી લૂંટ 
  • નવસારીમાં પણ  સ્ટેશનરીની દુકાનમાં ચોરી
  • મોરબીના વાંકાનેરમાં પણ તસ્કરો ત્રાટક્યા

અમદાવાદનાં ધોળકામાં સોના-ચાંદી સહિતનાં દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. 5 તોલા સોનું અને 1 કિલો ચાંદી સહિતનાં દાગીનાની લૂંટ કરી બાઈક સવાર શખ્શો ફરાર થઈ ગયા હતા. લૂંટ કરનારા લૂંટારૂઓ 2 બાઈક સવારો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. કલિકુંડ વિસ્તારમાં યુનિયન બેંક પાસે ઘટનાં બની હતી. ઘટના બનતા જ પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. 

ચોરીની સમગ્ર ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ 
નવસારીમાં ચોરોઓએ ગ્રાહકનું ખિસ્સુ કાપ્યાની ઘટનાં સામે આવી છે. જેમાં નવસારી શહેરનાં ફુવારા વિસ્તારમાં આ ઘટનાં બની હતી. સ્ટેશનરીની દુકાનમાં ચોરે ગ્રાહકનાં ખિસ્સામાંથી 5 હજાર સેરવી લીધા હતા. ત્યારે ચોરીની સમગ્ર ઘટનાં દુકાનના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ત્યારે હજુ સુધી આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી નથી. 

CCTVના આધારે પોલીસે શરૂ કરી તપાસ
મોરબીનાં વાંકાનેરમાં જેતપરડા રોડ પર  આવેલા કારખાનામાં ચોરીની ઘટનાં પ્રકાશમાં આવી હતી. એબલ ઓઈલ્સ એન્ડ એગ્રો પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાંથી ચોરી થઈ હતી. ત્યારે તસ્કરો રૂ. 5.75 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બાબતે કારખાનેદારે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ