બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / film Shaitaan created a buzz at the box office, earned so many crores in just two days.

મનોરંજન / ફિલ્મ 'શૈતાન'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, માત્ર બે દિવસમાં કરી આટલા કરોડની કમાણી

Megha

Last Updated: 08:18 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ શૈતાન 8 માર્ચના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો હતો, હવે બીજા દિવસે પણ ફિલ્મે ઘણી સારી કમાણી કરી છે.

Shaitaan box office collection: અજય દેવગણની ફિલ્મ શૈતાન હાલમાં જ સિનેમાઘરોમાં રીલીઝ થઈ છે અને સારી એડવાન્સ બુકિંગ બાદ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે ઘણી સારી કમાણી કરી હતી. આ ફિલ્મની ટક્કર યામી ગૌતમની 'આર્ટિકલ 370' અને આમિર ખાનની પ્રોડક્શન 'લાપતા લેડીઝ' સાથે છે. બંને ફિલ્મો સારી કમાણી કરી રહી છે પરંતુ હવે શૈતાનના કલેક્શનને જોતા લાગે છે કે તે બંને ફિલ્મોને પાછળ છોડી દેશે.  

અજય દેવગણ, આર માધવન અને જ્યોતિકા સ્ટારર શૈતાન શુક્રવાર, 8 માર્ચના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો હતો. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે શરૂઆતના દિવસે 15.21 કરોડ રૂપિયાનો જબરદસ્ત બિઝનેસ કર્યો છે. બીજા દિવસે પણ ફિલ્મે ઘણી સારી કમાણી કરી છે. 

એક રિપોર્ટ અનુસાર ફિલ્મે બીજા દિવસે એટલે કે શનિવારે 18.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મે બે દિવસમાં લગભગ 33 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ પહેલા વીકએન્ડમાં જ 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી જશે. આ સાથે શૈતાન 2024માં રિલીઝ થયેલી અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. 

કાળા જાદુ પર આધારિત આ ફિલ્મમાં આર. માધવન વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ તેના ખૂબ વખાણ કર્યા છે. અજય દેવગન અને જ્યોતિકાની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યા છે. આ 2023માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ વશની હિન્દી રિમેક છે.

વધુ વાંચો: ફરીવાર મલાઇકા-અર્જુન એકસાથે નજરે પડ્યાં, બંનેએ કેમેરાથી બચવાનો પ્રયાસ કર્યો, જુઓ VIDEO

'લાપતા લેડીઝ'ને ઓડિયન્સ નથી મળી રહ્યું 
કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લાપતા લેડીઝ'ના ખૂબ વખાણ થઈ રહ્યા છે પરંતુ ઘણા લોકો તેને જોવા માટે થિયેટરમાં જઈ રહ્યા નથી. આ ફિલ્મ શરૂઆતના દિવસથી જ સારું પ્રદર્શન કરી રહી નથી. આમિર ખાનના પ્રોડક્શનની આ ફિલ્મ ધીમી ગતિએ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં ફિલ્મે કુલ 6-7 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ