બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Festival of colors turns into mourning in Gujarat: 8 youths drown in a single day family upset

દુ:ખદ / ગુજરાતમાં રંગોનો ઉત્સવ માતમમાં ફેરવાયો: એક જ દિવસમાં 8 યુવકોના ડૂબવાથી મોત, પરિવારમાં અરેરાટી

Vishal Dave

Last Updated: 09:13 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધૂળેટી ઉત્સવને લઈને વડતાલ ખાતે વિદ્યાનગરથી 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ આવ્યું હતું. જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા, જેમાથી 3ના ડૂબી જવાથી મોત થયા

છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ ઘટનાઓમાં રાજ્યમાં ડૂબી જવાથી આઠ લોકોના મોત થયા છે.. ભાવનગરના તળાજાના મણાર ગામે નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ત્રણેય યુવકોના વસ્ત્રો નદીકાંઠે જોવા મળ્યા હતા.. લાંબા સમય સુધી નદીમાંથી યુવકો બહાર ન આવતા ગ્રામજનો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમે મૃતદેહો શોધવાની કામગીરી  હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ બહેનપણીએ દીધો દગો! મહિલાને બેભાન કરી પુરુષ સાથે લીધા વાંધાજનક ફોટા, અમદાવાદમાં ટોળકી સક્રિય

બીજી તરફ ડીસામાં બાલારામ નદીમાં નદીમાં ન્હાવા પડેલા બે યુવકો મોતને  ભેટ્યા હતા. ધૂળેટી પર્વને લઇને યુવકો નદીમાં સ્નાન કરવા માટે પડ્યા હતા, અને નદીના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.. બન્ને યુવકોના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે બન્ને મૃતદેહોને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી. 

ત્રીજી ઘટના વડતાલની છે.. ધૂળેટી ઉત્સવને લઈને વડતાલ ખાતે વિદ્યાનગરથી 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ આવ્યું હતું. જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન પગ લપસતા વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના લોકો દ્વારા બે વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ ઉંડા પાણીમાં ડૂબી જતા તેમના મોત નિપજ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ