બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / Fatal collision between two bikes in Vadodara, Truck driver crushed moped rider for 100 meters in Surat, 3 killed in 4 accidents

ગોઝારો અકસ્માત / વડોદરામાં બે બાઈક વચ્ચે મોતની ટક્કર, સુરતમાં ટ્રક ચાલકે મોપેડ સવારને 100 મીટર ઘસેડી કચડ્યો, અકસ્માતના 4 બનાવોમાં 3ના મોત

Vishal Khamar

Last Updated: 08:03 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં થયેલ ચાર ગમખ્વાર અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બે અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • સુરતમાં ટ્રક અને ટૂ વ્હીલર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત
  • વડોદરામાં બે બાઈક સામ સામે ટકરાતા બે નાં મોત
  • ડમ્પર અને બસ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 ઈજાગ્રસ્ત

સુરતનાં સચિન ટી સર્કલ પાસે ટ્રક અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ સર્જાયેલ ગંભીર અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતુ. ત્યારે અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. મૃતક યુવાન સુરતનાં નાનપુરા ગામનો રહેવાસી હતી. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

બે બાઈક વચ્ચે અકસ્માતમાં બે ના મોત
વડોદરામાં બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રતાપનગર બ્રિજ પાસે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાડી પોલીસે ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા
બનાસકાંઠાનાં ડીસા-પાટણ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જૂના ડીસા રોડ પર પુર ઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર ચાલક દ્વારા વાહન હંકાર્યું હતું. તે બાદ ડમ્પર ચાલક દ્વારા અચાનક બ્રેક મારતાં પાછળ આવતી બસ ટકરાઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલ 3 લોકોને ઈજા થવા પામી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. આ બાબતે પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

અકસ્માતમાં ડ્રાઇવર- ક્લીનરને સામાન્ય ઇજાઓ 
ડાંગનાં સાપુરાતા માલેગાવ ઘાટ પર ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રક પલ્ટી મારી ગઈ હતી. આ ટ્રક નાસિકથી ટામેટા ભરી પંજાબ જઈ રહ્યો હતો. તે સમયે ટ્રકને અકસ્માત નડ્યો હતો. ટ્રક પલ્ટી ખાઈ જતા ડ્રાઈવર-ક્લીનરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ટ્રક પલ્ટી ખાઈ જતા ટામેટાનો જથ્થો રસ્તા પર વિખેરાઈ જતા મોટું નુકશાન થયું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ