બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / faisal patel upset with congress twitted about his own role

નારાજગી / રાહ જોઈને થાકી ગયો, હવે હદ થઈ: કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ અહેમદ પટેલના દીકરા, રાજકારણમાં ખળભળાટ

Khyati

Last Updated: 01:01 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરી

  • અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું ટ્વીટ
  • ફૈઝલ પટેલ કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી
  • ફૈઝલ પટેલે ટોચની લીડરશીપ સામે નારાજગી દર્શાવી

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસમાં  એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ખેડાના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે. આ તરફ  રાજકોટ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશ રાજપરાએ રાજીનામું આપી દીધુ. સંગઠનમાં નિષ્ઠાથી કામ કરવા છતાં કોઇ નોંધ ન લેવાતી ન હોવાનો રાજીનામામાં ઉલ્લેખ કર્યો હતો.  તેમજ  કોંગ્રેસથી નારાજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. આ તમામ વચ્ચે કોંગ્રેસના દિવગંત નેતાના પુત્રએ પણ ટ્વિટ કરીને કોંગ્રસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી.

ફૈઝલ પટેલે દર્શાવી નારાજગી

કોંગ્રેસના દિવગંત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વિટ કરીને ખળભળાટ મચાવ્યો છે. ફૈઝલ પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસથી નારાજગી વ્યક્તિ કરી છે. તેઓએ  ટોચની લીડરશિપ સામે નારાજગી દર્શાવી અને સાથે એમ પણ લખ્યુ કે જવાબદારી અંગે રાહ જોઇને હું થાક્યો. આ ઉપરાંત ઉપરી નેતાગીરી તરફથી કોઇ પ્રોત્સાહન પણ ન મળતુ હોવાનો ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેઓએ અન્ય વિકલ્પ પણ ખુલ્લા હોવાની વાત લખી હતી જે જોતા કહી ફૈઝલ પટેલ કોંગ્રેસ છોડે તેવી પણ શક્યતાઓ જણાઇ આવે છે.

ગત મહિને રાજકારણમાં જોડાવા અંગે કર્યુ હતુ ટ્વિટ 

મહત્વનું છે કે ગત મહિને  ફૈઝલ પટેલે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં તેમના ઔપચારિક પ્રવેશ વિશે હજુ સુધી ચોક્કસ નથી. જો કે, તેઓ તેમના ગૃહ જિલ્લામાં ભરૂચ અને નર્મદામાં પડદા પાછળ પક્ષ માટે કામ કરશે. એક ટ્વિટમાં ફૈઝલે કહ્યું હતું કે, 1લી એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોની મુલાકાત લઈશ. ફૈસલે ટ્વીટમાં આગળ લખ્યું, 'મારી ટીમ રાજકીય પરિસ્થિતિની વર્તમાન વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરશે અને અમારા મુખ્ય લક્ષ્યને પૂરા કરવા માટે જરૂર પડ્યે મોટા ફેરફારો કરશે.' એક તરફ ફૈઝલ પટેલે રાજકારણમાં જોડાવા માટે ચોક્કસ નથી તો બીજી તરફ આજે જે ટ્વિટ કરવામાં આવ્યુ છે તેની પરથી ઘણા અર્થ નીકળી રહ્યા છે. ત્યારે  અહી સવાલે ઉઠી રહ્યા છે કે કે આવનારા સમયમાં ફૈઝલ પટેલ શું ભાજપમાં જોડાશે ? શું કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે તેઓ મુલાકાત કરશે ?  કે પછી કોંગ્રેસ દ્વારા તેમને કોઇ જવાબદારી સોંપાશે ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આ પ્રકારે ટ્વિટ સામે આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ