બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Explanation of woman caught with cocaine, drugs in Bhudarpura, Ahmedabad

ક્રાઈમ / અમદાવાદના ફાર્મ હાઉસમાં 4 વર્ષમાં 50થી વધુ રેવ પાર્ટીનું આયોજન, મહિનામાં 2 વખત થતી ડ્રગ્સ પાર્ટી, આરોપીના ખુલાસાથી હડકંપ

Dinesh

Last Updated: 08:17 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ;પોલીસે અમદાવાદના શાલીન શાહ, આદિત્ય પટેલ સહિત વિદેશી મહિલા પેડલરની ધરપકડ કરી છે

 

  • ભુદરપુરામાં કોકેઇન સાથે ઝડપાયેલી મહિલાનો ખુલાસો
  • 50થી વધુ રેવ પાર્ટીનું આયોજન કર્યું હોવાનો ખુલાસો
  • અમદાવાદના ફાર્મ હાઉસમાં 4 વર્ષથી થતી રેવ પાર્ટી


અમદાવાદ શહેરમાં વધુ એક વખત નશાના ધંધાનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરમાંથી કોકેઇનનો ગેરકાયદે વેપાર ચલાવતા બે શખ્સ અને કોકેઇન ડ્રગ્સની ડિલિવરી આપવા આવનાર વિદેશી મહિલાને ચાર લાખથી વધુની કિંમતના કોકેઇનના જથ્થા સાથે પકડી પાડવામાં આવી છે. 

વિદેશી મહિલા પેડલરની ધરપકડ
પોલીસે અમદાવાદના શાલીન શાહ, આદિત્ય પટેલ સહિત વિદેશી મહિલા પેડલરની ધરપકડ કરી છે. વિદેશી મહિલા મુંબઇના પેડલર માટે અમદાવાદ ડિલેવરી કરવા આવી હતી તે સમયે ભુદરપુરા વિસ્તારમાંથી પોલીસે પકડી પાડી હતી. સમગ્ર મામલે તપાસ થતા વધુ ખુલાસાઓ થયા છે. શાલીન શાહ, આદિત્ય પટેલ અમદાવાદના ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીનું આયોજન કરતા હતા. વ્યક્તિ દીઠ પાર્ટીમાં 25 હજાર રૂપિયામાં એન્ટ્રી આપવામાં આવતી હતી. 

પોલીસ તપાસમાં ખુલાસો
50થી વધુ રેવ પાર્ટીનું આયોજન કર્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.  જેમાં અમદાવાદના ફાર્મ હાઉસમાં 4 વર્ષથી રેવ પાર્ટી થતી હતી. મુંબઈના નાઈઝીરિયન પેડલર પાસેથી કોકેઇન મંગાવાતું હતું. શાલીન શાહ અને આદિત્ય પટેલ રેવ પાર્ટીનું આયોજન કરતા હતા. તેમજ મહિનામાં 2 વખત કોકેઇન અને ડ્રગ્સની પાર્ટી થતી હતી. આ લોકો રૂ.25 હજાર વ્યક્તિ દીઠ લઈને પાર્ટીમાં એન્ટ્રી આપતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મિત્ર વર્તુળ માટે રેવ પાર્ટીનું આયોજન કરતા હોવાનું ખુલ્યું છે.

ડીસીપી ચૈતન્ય માંડલિકનું નિવેદન
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, વિદેશી યુવતીની અમદાવાદમાં ડ્રગ્સની પેનલ છે, આ યુવતી અગાઉ અમદાવાદ આવી ચૂકી છે. જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં ફાર્મ હાઉસ ભાડે રાખીને રેવ પાર્ટીનું આયોજન કરતી હતી. અત્રે જણાવીએ કે, પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આ તમામ આરોપી કોકેઈન, ડ્રગ્સનો નશો કરે છે. તેમજ આ લોકો રૂપિયા લઈ પાર્ટીમા આવનારને કોકેઇન ડ્રગ્સ આપતા હતા. આ આરોપી આદિત્ય શાહ મુંબઈમાં રહેતા પેડલરને ડ્રગ્સનો ઓર્ડર આપતો અને તે મુંબઈથી અન્ય પેડલર મારફત કોકેઈન અમદાવાદ પહોંચાડતો હતો. વધુમાં આ વિદેશી મહિલા આરોપી અત્યારસુધી યુગાન્ડાથી અમદાવાદ કોકેઇનની ડિલિવરીની 10 ટ્રીપ કરી ચૂકી છે. સમગ્ર કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ