બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Even if the cattle control bill is withdrawn, the Maldhari society will continue the movement

હમારી માંગે.. / ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાશે તો પણ માલધારી સમાજ આંદોલન ચાલુ જ રાખશે, આગેવાનોએ કર્યું એલાન, જાણો કેમ

Vishnu

Last Updated: 10:40 PM, 19 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલધારી એક્તા સમિતિ તરફથી  નાગજી દેસાઇએ નિવેદન આપતા કહ્યું કે આંદોલનનું એલાન યથાવત રહેશે,  21 સપ્ટેમ્બરે માલધારીઓ દૂધ નહીં ભરાવે

  • માલધારી એક્તા સમિતિની જાહેરાત
  • માલધારી એક્તા સમિતિના નાગજી દેસાઇનું નિવેદન
  • સરકાર સમક્ષ અમારી 11 માંગણીઓ છેઃ નાગજી દેસાઇ

રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવા સંકેત મળી રહ્યા છે. રાજ્યપાલે બીલ પુનઃવિચારણા માટે મોકલ્યું છે જેનો સીધો મતલબ છે કે વિધાનસભા સત્રમાં બીલ પાછું ખેંચાશે. મહત્વનું છે કે 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે તેમાં બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ થઈ શકે છે. માલધારી સમાજમાં રોષ જોતાં સરકાર દ્વારા બીલ પરત ખેંચવા માટે બાંહેધરી અપાઇ હતી. પણ ઘણા મહિનાઓ વિત્યા છતાં પણ કોઈ નિવેડો ન આવતા 2 દિવસ પહેલા શેરથા ખાતે માલધારીઓનું મહાસંમેલન મળ્યું હતું જેમાં 11 ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.

સરકારે એક જ માંગ પૂરી કરી હજુ 10 માંગણીને લઈ આંદોલન ચાલુ જ રહેશએ: નાગજી દેસાઇ, આગેવાન
માલધારી એક્તા સમિતિના નાગજી દેસાઇએ નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતા કહ્યું કે સરકાર સમક્ષ અમારી 11 માંગણીઓની રજૂઆત કરવામાં આવી છે. જેમાથી સરકારે માત્ર કાયદો પરત લેવાની જ વાત કરી છે. સાથે જ નિવેદન આપતા કહ્યું કે અન્ય 10 માંગણીઓને લઇ અમારું આંદોલન ચાલુ રહેશે. જો માગણીઓ સ્વિકારવામાં નહી આવે તો 21 સપ્ટેમ્બરે અમે  હડતાળ કરશું. 

21 તારીખે માલધારીઓ નહીં ભરાવે દૂધ
માલધારી વેદના સમ્મેલનમાં આગેવાનોએ આગામી રણનીતિ પણ નક્કી કરી હતી.  જેમાં જો સરકાર માગણી નહી સ્વિકારે તો આગામી સમયમાં ગાંધીનગરમાં વિધાનસભા ઘેરવા તેમજ ચક્કાજામ સહિતના ઉગ્ર કાર્યક્રમો કરવાની ચિમકી ઉચ્ચીરી હતી. એટલુ જ નહીં પરંતુ 21મી તારીખે માલધારી સમાજ સમગ્ર રાજ્યમાં દુધ નહી ભરાવી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચીર છે. માલધારી વેદના સમ્મેલનમાં ધારાસભ્ય રઘુ દેસાઈએ મંચ પરથી એક દિવસ માલદારી સમાજને એક દિવસ દૂધ નહી ભરાવવાની તેમજ વહેંચવાની જાહેરાત કરી હતી. હાલતો માલધારી સમાજ પોતાની પડતર માગોને લઈ મેદાને છે.  અને જો આવનાર સમયમાં સરકાર બિલ ઢોર નિયંત્રણ કાયદા પરત નહીં ખેંચે તો  ઉગ્ર આંદોલન થાય તેવી પૂર્ણ સંભાવનાઓ રહેલી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર બિલ પાછુ ખેંચે છે કે પછી વચ્ચેનો રસ્તો કાઢે છે તે તો આવનારો સમય જ બતાવશે.

કાયદાઓથી માલધારી સમાજને અન્યાય: માલધારી આગેવાનો
સમાજના આગેવાનો માલદારી સમાજમાં આક્રોશનું કારણ સરકાર દ્વારા અપનાવામાં આવતી બે ધારી નીતીને ગણાવી રહ્યા છે. જેમાં સરકાર વિવિધ રીતે જાણે માલધારી સમાજને હેરાન કરવા માગતી હોય તેવુ માલદારી સમાજને લાગી રહ્યુ છે. માલધારી સમાજનો આરોપ છે કે, સરકારની નીતિથી માલધારી સમાજને અન્યાય થાય છે. લાવવામાં આવેલા બિલની 29 કલમો ખુબ જ ખતરનાક હોવાનો આરોપ છે. જેનાથી માલધારી સમાજને રોજગારી મળવી પણ મુશ્કેલ છે. ઢોર પકડવા આવનાર ટીમ બાંધેલા ઢોરને પણ પકડીને લઈ જાય છે. પકડી ગયા બાદ ડબ્બામાં ગાય ભૂખે મોતને ભેટે છે . જ્યારે માલધારીના ઘરે રહેલા ગાયના બચ્ચા દુધ વગર મૃત્યુ પામે છે. તેથી આવા કાયદાઓથી માલધારી સમાજને અન્યાય થાય છે.  જેથી માલધારી સમાજમાં આ રોષ સમ્મેલનો દ્વારા બહાર આવી રહ્યો છે તેવું સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ