બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / essential habits to embrace for a healthier life after 30
લોકોને સ્વાસ્થ્યનું મહત્વ જણાવવા અને તેને સ્વસ્થ્ય રાખવા પ્રતિ જાગરૂત કરવા માટે દર વર્ષે 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે. એવામાં આ દિવસ કેમ ઉજવવામાં આવે છે તેના વિશે જાણો. સાથે જ જાણો તમે 30ની ઉંમરથી કયા ફેરફાર કરીને બીમારીઓથી બચી શકો છો.
ADVERTISEMENT

વર્લ્ડ હેલ્થ ડે 2024
દર વર્ષે 7 એપ્રિલના દિવસે વર્લ્ડ હેલ્થ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. WHO અનુસાર આ વર્ષે ડેની થીમ ‘My Health, My Right’ છે. થીમ દ્વારા લોકોને સંદેશ આપવામાં આવશે કે તે સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષા અને સુચનાઓ પ્રતિ જાગરૂત રહે.
ADVERTISEMENT
સ્વચ્છ હવા-પાણી અને સારૂ પોષણ આપણો અધિકાર છે. જણાવી દઈએ કે વર્ષ 1948માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્વાસ્થ્ય દિવસની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 1950માં 7 એપ્રિલે વર્લ્ડ હેલ્થ ડેના રૂપમાં પસંદ કરવામાં આવ્યો.
30ની ઉંમર બાદથી અપનાવો આ આદતો
ADVERTISEMENT

સવારે જલ્દી ઉઠવાની આદત
સવારે જલ્દી ઉઠવું સ્વાસ્થ્ય અને મગજ બન્ને માટે ખૂબ જ સારૂ માનવામાં આવે છે. મોર્ડન દુનિયામાં લોકો કલાકો સુધી ફોનમાં રહે છે અને રાત્રે લેટ સુવે છે. પરંતુ સવારે જલ્દી ઉઠતા લોકોમાં પર્સનાલિટી અને પોઝિટિવિટી જોવા મળે છે. જલ્દી ઉઠીને એક્સરસાઈઝ, રનિંગ, વોક કે પછી બીજી ફિઝિકલ એક્ટિવિટી કરવી.
ADVERTISEMENT

ફિઝિકલ એક્ટિવિટી
30ની ઉંમર એક મોટો પડાવ છે જેને પાર કર્યા બાદ હેલ્થમાં ઘણા ફેરફાર આવે છે. માટે આપણે ફિઝિકલી એક્ટિવ રહેવું જોઈએ. હકીકચે ઉંમર કોઈ પણ હોય આપણે રૂટીનમાં એક્સરસાઈઝ, વ્યાયામ, મેડિટેશન, યોગ કે કોઈ અન્ય ફિઝિકલ એક્ટિવિટી જરૂર કરવી જોઈએ.
ADVERTISEMENT
.jpg)
હેલ્ધી ડાયેટ
કહેવાય છે કે જો પેટ સ્વસ્થ્ય ન હોય તો શરીર બીમારીઓનું ઘર બની શકે છે. પેટ, લિવર, કિડની સહિત બીજા અંગોને હેલ્ધી રાખવા માટે આપણે ભોજન યોગ્ય રાખવું જોઈએ. આજકાલ લોકો જંક ફૂડ વધારે ખાય છે. જેનાથી કોલેસ્ટ્રોલ સહિત ઘણી બીમારીઓના શિકાર બને છે.
ADVERTISEMENT

સ્ટ્રેસ ન લો
વ્યસ્ત લાઈફ કે જવાબદારીઓના બોજના કારણે લોકો સ્ટ્રેલ લે છે. માનસિક સ્ટ્રેસ વધીને ડિપ્રેશનનું રૂપ લે છે અને સ્થિતિ વધારે ગંભીર થઈ શકે છે. ઓછી ઉંમરમાં સ્ટ્રેસના કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે. સ્ટ્રેસને દૂર રાખવા માટે આપણે દરેક પ્રયત્ન કરવા જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.