બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Entry of 7 new cases of Corona in Ahmedabad in last 24 hours

કોરોના રિટર્ન્સ / નવરંગપુરા, જોધપુર..., સાચવજો! છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7 કેસની અમદાવાદમાં એન્ટ્રી, સામે આવી ટ્રાવેલિંગ હિસ્ટ્રી

Vishal Khamar

Last Updated: 12:13 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 7 કેસ નોંધાતા શહેરીજનોમાં ફરી ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે નવા નોંધાયેલા કેસમાં 1 પુરૂષ અને 6 મહિલા દર્દીઓ નોંધાયા છે.

  • અમદાવાદ શહેરમાં કોકોનાના કેસમાં થયો વધારો
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 7 કેસ નોંધાયા
  • નવરંગપુરા, ભાઈપુરા, સરખેજ, હાટકેશ્વર, જોધપુરમાં નોંધાયા કેસ

અમદાવાદ શહેરમાં કોરોનાનાં કેસમાં વધારો થતા શહેરજનોમાં ફરી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 7 કેસ નોંધાવા પામ્યા હતા. જેમાં 1 પુરૂષ અને 6 મહિલા દર્દીઓ નોંધાયા હતા. જ્યારે 55 ને હોમ આઈસોલેશન કર્યા હતા. હાલ શહેરમાં કોરોનાનાં 57 એક્ટિવ કેસ નોંધાવા પામ્યા છે. 8 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 2 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છો. 

4 દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી
છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 7 કેસ નોંધાયા છે. નવરંગપુરા, સરખેજ,  ભાઈપુરા, હાટકેશ્વર, જોધપુરમાં કેસ નોંધાયા હતા.  જેમાંથી 4 લોકોની ટ્રાવેલીંગ હિસ્ટ્રી સામે આવવા પામી છે. જેમાં જૂનાગઢ, ગોવા, કેનેડા અને અંદમાન નિકોબારની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવવા પામી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતીનાં ભાગ રૂપે માસ્ક પહેરવાની, ભીડભાડવાળી જગ્યાએ ન જવાની સલાહ પણ આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ