બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / રાજકોટ / Edible oil prices hiked again, coconut oil hiked by Rs 20 a can

જનતાને વધુ એક ઝટકો / ઉત્તરાયણ પહેલાં ફરી ખાદ્યતેલના ભાવમાં ભડકો, જાણો સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બે કેટલા રૂપિયાની વધ-ઘટ

Malay

Last Updated: 09:20 AM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવન જરૂરિયાતની વસ્તુને લઈને જનતા મોંઘવારીના મારમાં પિસાઈ રહી છે. ત્યારે સામાન્ય લોકો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. બે દિવસ પહેલા થયેલા ઘટાડા બાદ આજે સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

 

  • ખાદ્યતેલના ભાવમાં ફરી ભાવ વધારો
  • સિંગતેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો
  • સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2650થી 2670એ પહોંચ્યો

ગૃહિણીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સિંગતેલ ના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2650 રૂપિયાથી વધીને 2670એ પહોંચ્યો છે. જોકે, આ વચ્ચે એક રાહતના સમાચાર પણ છે. આજે કપાસિયા તેલના ભાવમાં ફરી ઘટાડો થયો છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 

શનિવારે ખાદ્ય તેલમાં નોંધાયો હતો ઘટાડો
શનિવારે કપાસિયા, સિંગતેલ, પામેલિન અને સનફ્લાવર તેલના ભાવમાં ઘટાડો થયો હતો. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂ.200નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સિંગતેલ અને પામોલિન તેલના ભાવમાં ડબ્બે રૂપિયા 100નો ઘટાડો નોંધાયો હતો. સાથે જ સનફ્લાવર તેલ પણ સસ્તુ થયું હતું. જેમાં સૌથી વધારે ઘટાડો થયો હતો. સનફ્લાવર તેલના ડબ્બાના ભાવમાં રૂ.400નો ઘટાડો નોંધાયો હતો.

કપાસિયા તેલના ભાવમાં નોંધાયો હતો ઘટાડો
કપાસની મબલક આવક થતાં હાલ રાજ્યમાં કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. શનિવાપે કપાસિયા તેલનો ડબ્બો 200 રૂપિયા સસ્તો થયો હતો. જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં આજે ફરી રૂપિયા 10નો ઘટાડો થયો છે. હજુ પણ તેલના ભાવમાં ધટાડો થવાની સંભાવના હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે

સિંગતેલના ડબ્બાના વધ્યા ભાવ
તેલના વેપારી હિતેશભાઈએ જણાવ્યું કે, કપાસિયા તેલના ભાવ ઘટતા તેલનો ડબ્બો રૂ.2240એ પહોંચ્યો છે. સિંગતેલ તેલના ડબ્બાના ભાવ રૂ.2670 લેખે થઈ ગયા છે. જોકે, બજારમાં ગુણવતાયુક્ત મગફળી આવતી ન હોવાથી મગફળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ