બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / easily withdraw 100-200 rupees notes from atm government issues order

કામની ખબર / હવે ATMમાંથી આસાની મળી જશે 100 રૂપિયાની નોટ, કેન્દ્ર સરકારે આપ્યો મોટો નિર્દેશ

Bijal Vyas

Last Updated: 11:22 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ATMથી નાની નોટ ના નીકળવા પર લોકોને ઘણી મુશ્કેલનો સામનો કરવો પડે છે. પરંતુ હવે તમે સરળતાથી ATM માંથી નાની નોટ કાઢી શકશો, જાણો શું છે સરકારનો નિર્દેશ

  • સરકારે નાની નોટોને ATMમાં સામેલ કરવા માટે નિર્દેશ જાહેર કર્યો
  • દેશમાં નોટબંધી બાદ અત્યાર સુધીમાં માત્ર 84 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી

Easily withdraw 100-200 rupees notes from ATM : ATMમાં નાની નોટોની ડિમાન્ડ ખૂબ જ વધારે છે. સમાન્ય રીતે લોકો માટે નાની નોટ લેવડ દેવડને સરળ બનાવે છે. પછી તે રીક્ષા માટે ભાડુ હોય કે કોઇ બાળકને પૈસા આપવાના હોય. તેવામાં ATMથી નાની નોટ ના નીકળવા પર લોકોને ઘણી મુશ્કેલનો સામનો કરવો પડે છે. પરંતુ હવે આ સમસ્યા બહુ દિવસ માટે નથી. હવે તમે સરળતાથી ATM માંથી નાની નોટ કાઢી શકશો. જી, હાં સરકારે હાલમાં તેના માટે એક નિર્દેશ જાહેર કર્યો છે. 

સરકારે નકલી નોટોને રોકવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. તે માટે સરકારે નાની નોટોને ATMમાં સામેલ કરવા માટે નિર્દેશ જાહેર કર્યો છે. હવે તમારે સરળતાથી 100, 200ની નોટ એટીએમથી મળી શકે છે. તે નકલી નોટના વિરુદ્ધ સરકાર અનેક સ્તર પર તપાસ કરી રહી છે.  

150 રૂપિયા ઇનવેસ્ટ કરો અને મેળવી લો આ રીતે 20 લાખ રૂપિયા, જાણો રીત | invest  150 Rs daily and get 20 lakh rupee

દેશમાં નોટબંધી બાદ અત્યાર સુધીમાં માત્ર 84 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. પીએમએલએ હેઠળ આઠ કેસ લેવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે એક લેખિત જવાબમાં કહ્યું છે કે આને રોકવા માટે, નકલી ભારતીય ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવા માટે NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આતંકવાદી સંગઠનને પૈસા આપવાનો મામલો પણ સામે આવ્યો છે જેમાં ઘણી એજન્સીઓ કામે લાગી છે.

આ માટે બનેલી નોડલ એજન્સી એફઆઈસીએનની સ્મગ્લરની માહિતી અને વિશ્લેષણ માટે દેશના પાડોશી દેશ સાથે સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે, જે કામ કરી રહી છે.

Topic | VTV Gujarati

અધિકારીએને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે

  • મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે 2015માં આરબીઆઈ દ્વારા મહાત્મા ગાંધી સિરીઝ-2005માં જાહેર કરવામાં આવેલી તમામ નોટોમાં નવી નંબરિંગ પેટર્ન અને ફોટો લગાવવામાં આવ્યા હતા. જેની મદદથી લોકો અસલી અને નકલી વચ્ચેનો ભેદ સરળતાથી જાણી શકશે.
  • સામાન્ય લોકો માટે, તેની સંપૂર્ણ માહિતી RBIની વેબસાઇટ પર આપવામાં આવી છે, જે સરળતાથી જાણી શકાય છે.
  • આરબીઆઈએ મોટી નોટો ઉપરાંત તેના કાઉન્ટર પર અથવા એમટીએમ પરથી 100 અને તેનાથી વધુની નોટો જાહેર કરવાનું કહ્યું છે.
  • ચેકિંગ માટે તમામ બેંકોમાં મશીનો લગાવવામાં આવ્યા છે.
  • લેખિત માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, RBI એ નકલી બેંક નોટોની તપાસ અને રિપોર્ટિંગ પર એક માસ્ટર સર્ક્યુલર જાહેર કર્યો છે, જે નકલી બેંક નોટોની શોધ માટે અનુસરવામાં આવતી સિસ્ટમ્સ અને પ્રક્રિયાઓના વ્યાપક પ્રસાર માટે જાહેર ડોમેનમાં ઉપલબ્ધ છે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ