બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / earn 50k monthly from start soya milk making unit with 90 percent govt help know more

તમારા કામનું / સરકાર આપશે 90 ટકા લોન! 1.5 લાખમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 50 હજારની કમાણી

Arohi

Last Updated: 05:20 PM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારો કોઈ નવો બિઝનેસ બનાવવાનો પ્લાન છે તો આ તમારા માટે છે.

  • શરૂ કરો આ બિઝનેસ 
  • સરકાર આપશે 90 ટકા લોન 
  • જાણો વધુ માહિતી 

સરકારની પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ  (PMEGP) હેઠળ 90 ટકા સુધી લોન મળી રહી છે. જો તમારી પાસે બિઝનેસ શરૂ કરવા માટે ફક્ત એક લાખ રૂપિયા છે તો તમે સોયા મિલ્ક મેકિંગ યુનિટ શરૂ કરી શકો છો. 

પ્રોડક્શન કોસ્ટ 
એક રિપોર્ટ અનુસાર સોયા મિલ્ક મેકિંગ યુનિટનો કુલ કોસ્ટ 11 લાખ રૂપિયા છે. આ પ્રોજેક્ટ રિપોર્ટના આધાર પર બેન્કમાં મુદ્રા લોન લઈ શકાય છે બેન્ક તમને 80 ટકા લોન આપશે અને 1.50 લાખ ભેગા કરવાના રહેશે. 

NSIC આપશે ટ્રેનિંગ 
દેશના અલગ અલગ ભાગમાં નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોરપોરેશન ટેક્નિકલ સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરથી તમને કોઈ પણ પ્રકારે બિઝનેસની સાથે સાથે જોબ ઓરિએન્ટેડ કોર્સની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમાં તમને સોયા મિલ્ક મેકિંગની પુરી ટ્રેનિંગ મળશે. સાથે જ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બિઝનેસ શરૂ કરવા માટે બિઝનેસ મેનેજમેન્ટ, માર્કેટિંગ તેની પણ ટ્રેનિંગ મળશે. 

મશીનરી અને ઈક્વિપમેન્ટ પર રોકાણ 
તમને મશીનરી અને ઈક્વિપમેન્ટ માટે એક ગ્રાઈન્ડર, કુકર, વાયલર, મિકેનિકલ ફિલ્ટર પ્રેસ, ટોપો બોક્સ, સોકિંગ ટેન્કની જરૂર રહેશે. 

પ્રોડક્શન પ્રોસેસ 
સોયાબીનયતી ત્રણ ગણુ વધારે નોર્મલ પાણીમાં સોયાબીન સીડને 4થી 6 કલાક ગરમ તાપમાનના ડબ્બામાં ભરવાનું રહેશે. ત્યાર બાદ તેને 8 થી 12 કલાક સુધી ઠંડા તાપમાનમાં રાખવાનું રહેશે. પછી પલડેલા સોયાબીનને એક ગ્રાન્ડર અને કુકિંગ મશીનમાં મુકો અને તેને 120 ડિગ્રી તાપમાનમાં 10 મિનિટ સુધી મુકો. ત્યાર બાદ તમે આઉટલેટ વાલને ખેલીને દૂધને પોતાના હિસાબથી પેક કરી શકો છો. 
 
કેટલી થશે કમાણી 
આ સંપૂર્ણ સેટઅપમાં તમે 1 લાખ 75 હજાર લીટર સોયા મિલ્ક બનાવી શકો છો. જે 30 રૂપિયા પ્રતિ લીટરે વેચાય છે. તેમાં 50 લાખ રૂપિયા સુધી કમાણી થશે એટલે બધો ખર્ચ કાઠીને સોયા મિલ્ક બનાવવાનો વ્યાપાર મોટો નફો કમાઈ આપી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ