બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / DySP made revelations in Dhoraji administration scandal

રિમાન્ડ / બિન સચિવાલય ક્લાર્ક સાથે તલાટીની પરીક્ષામાં પણ અરજદારો સાથે છેતરામણી, ધોરાજી વહીવટકાંડમાં DySPએ કર્યા ખુલાસા

Vishal Khamar

Last Updated: 08:59 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરાજીમાં નોકરીની લાલચ આપી રૂપિયા પડાવી નકલી સહીઓ કરી બિન સચિવાલય ક્લાર્કનાં ઓર્ડર મામલે પોલીસે ફરિયાદ નોધી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

  • ધોરાજીમાં બિન સચિવાયલ ક્લાર્ક ભરતી કૌભાંડ મામલો
  • કોર્ટે નીતિન રામાણીનાં 4 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
  • અત્યાર સુધીમાં 9 ભોગ બનનાર સામે આવ્યા-DySP

નોકરી ઇચ્છુકો શિક્ષિત બેરોજગાર સાથે અવાર નવાર કરોડોની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવતી હોવા છતાં તાજેતરમાં ગત ફેબ્રઆરી 2022માં લેવાયેલી બીન સચિવાલય કલાર્કની ભરતીમાં ધોરાજી, કુતિયાણા અને પોરબંદર પંથકના 200થી વધુ નોકરી વાચ્છુકો સાથે રાજકીય આગેવાનના ભાણેજ સહિત બે શખ્સોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, નિયામક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વડાઓની બોગસ સહી સાથેના તૈયાર કરેલા નોકરીના નિમણુંક પત્ર ધાબડી અંદાજે રૂ.6 થી 7 કરોડનું કૌભાંડ આચર્યાનું પાટણવાવ પોલીસમાં નોંધાતા પોલીસે રાજકોટ જિલ્લાના યુવા રાજકીય આગેવાનની ધરપકડ કરી કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથધરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગ દર્શન હેઠળ એલસીબી અને પાટણવાવ પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાસ કરી ગણતરીની કલાકોમાં કૌભાંડના સુત્રધારને ઝડપી લેવામાં સફળતા મળી છે.

રુા.12 લાખ લઇ નોકરીનો બોગસ કોલ લેટર આપી છેતરપિંડી

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ જૂનાગઢ જિલ્લાના જીંજરી ગામના વતની રવિરાજભાઇ મનસુખભાઇ કુંડારીયાએ પાટણવાવ નજીક આવેલા કલાણા ગામના નવનીત કાંતીભાઇ રામાણી અને ધોરાજીના નિકુંજ માવાણી નામના શખ્સોએ બીન સચિવાલય કલાર્કની ભરતીમાં નોકરી અપાવી દેવાની લોભામણી લાલચ દઇ બોગસ કોલ લેટર આપી રુા.12 લાખ લઇ નોકરીનો બોગસ કોલ લેટર આપી છેતરપિંડી કર્યાની પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કૌભાંડના સુત્રધાર નવનીત કાંતી રામાણીની રાતોરાત ધરપકડ કરી

સરકારી નોકરીના બોગસ કોલ લેટર તૈયાર કરી ખોટી સહી સાથેના નિમણુંક પત્રને ખરા હોવાના કૌભાંડમાં ધોરાજી, કુતિયાણા અને પોરબંદર સહિતના 200 જેટલા શિક્ષિત બેરોજગાર સાથે કરોડોની ઠગાઇ થયાનું ધ્યાને આવતા પોલીસની જુદી જુદી ટીમ બનાવી કૌભાંડના સુત્રધાર નવનીત કાંતી રામાણીની રાતોરાત ધરપકડ કરી કૌભાંડમાં સંડોવાયેલા રાજકીય આગેવાનના ભાણેજ નિકુંજ માવાણીની શોધખોળ હાથધરી છે.

નોકરીનો નિમણુંક ઓર્ડર અપાવી દેવાની લોભામણી લાલચ આપી પૈસાની માંગણી કરી

બીન સચિવાલય કલાર્કની ભરતી માટે સૌ પ્રથમ 2018માં જાહેર થયા બાદ તા.3-2-19ના રોજ પરિક્ષા લેવાનું નક્કી થયા બાદ પરિક્ષા રદ થયા બાદ લાંબા સમયના વિલંબ બાદ તા.13-2-22ના રોજ પરિક્ષા લેવામાં આવી હતી. આ પરિક્ષામાં પાસ કરાવી દેવાની અને નોકરીનો નિમણુંક ઓર્ડર અપાવી દેવાની લોભામણી લાલચ દઇ કલાણાના નવનીત કાંતી રામાણીએ રુા.15 લાખની માગણી કર્યા બાદ રુા.12 લાખમાં સોદો નક્કી કરી પ્રથમ રુા.1.50 લાખ એડવાન્સ લીધા હતા. પરિક્ષા બાદ રવિરાજભાઇ કુંડારીયાને અમદાવાદના બોપલ ખાતે આવેલી સુર્યા ઇન હોટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા.

નોકરીનો નિમણુંક પત્ર તેમના ઘરે આવી જશે તેમ કહી જવા દીધા

ત્યારે હોટલમાં તેમની જેમ નોકરી માટે કુતિયાણાના આશિષ બોખીરીયા, જામ જોધપુરના કોમલભાઇ બકોરી, ડુંગરી ગામની દિશાબેન ચનીયારા અને શિતલબેન છુછર હતા. તેનોની સાથે વાત ચીત દરમિયાન નવનીત રામાણીને નોકરી અપાવવાના બદલામાં રુા.15 લાખ આપવાનું નક્કી થયાનું જણાવ્યું હતું. પાંચેયને ધોરાજીના નિકુંજ મળ્યો હતો તે પાંચે નોકરી ઇચ્છુકોને ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે લઇ જવામાં આવ્યા હતા ત્યાં પાંચેયને બહાર ઉભા રાખી તેમના ડોક્યુમેન્ટ લઇને એક ઓફિસમાં ગયા બાદ ડોકયુમેટ સબમીટ થયાનું જણાવી ત્રણ દિવસમાં ઓર્ડર આવી જશે તેમ કહી અમદાવાદની હોટલમાં રોકયા હતા ત્યારે બાદ તમામને જતા રહેવાનું અને નોકરીનો નિમણુંક પત્ર તેમના ઘરે આવી જશે તેમ કહી જવા દીધા હતા.

રુા.12 થી 15 લાખ સુધીની રકમ લઇ કૌભાંડ આચરવામાં આવ્યું

થોડા દિવસો બાદ તમામને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારી, ગાંધીનગર આરોગ્ય નિયામક, પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની બોગસ સહી કરેલા તૈયાર કરેલા ડુપ્લીકેટ કોલ લેટર ધાબડી તમામ પાસેથી રુા.12 થી 15 લાખ સુધીની રકમ લઇ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે રાજકોટ જિલ્લા યુવા રાજકીય આગેવાન ગણાતા કલાણા ગામના નવનીત કાંતીભાઇ રામાણીની ધરપકડ કરી તેની સાથે સંડોવાયેલા રાજકીય આગેવાનના ભાણેજની શોધખોળ હાથધરવામાં આવી છે. બંને શખ્સોએ જુદા જુદા શહેરના 200થી વધુ નોકરી ઇચ્છુકો પાસેથી 12 થી 15 લાખ ખંખેરી અંદાજે પાંચ થી છ કરોડનું કૌભાંડ આચર્યુ હોવાની શંકા સાથે તેમજ તેની સાથે અન્ય શખ્સોની પણ સંડોવણી હોવા અંગેની તપાસ માટે નવનીત રામાણી ને રિમાન્ડ પર લેવા કોર્ટ મા લઈ ગયેલ કોર્ટે ચાર દિવસ ના રિમાડ મંજુર કર્યા હતા પોલીસે આરોપી ને પૂછપરછ કરી કૌભાંડ મા કેટલા લોકો સામેલ છે અને કેટલા લોકો સાથે છેતર પીડી કરી છે તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ