બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / drive a car in us america international driving license rules

જાણવા જેવું / ના હોય! ભારતનું લાયસન્સ અમેરિકામાં પણ ગણાય છે માન્ય, એ કઇ રીતે? જાણો નિયમ

Manisha Jogi

Last Updated: 09:00 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે લાખો ભારતીયો અમેરિકા જાય છે. કોઈપણ દેશમાં ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સની મદદથી સરળતાથી બાઈક અને કાર ચલાવી શકાય છે. ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ કેવી રીતે બને છે અને તેના શું નિયમ છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

દર વર્ષે લાખો ભારતીયો અમેરિકા જાય છે. ઘણા લોકો અમેરિકામાં ફરવા માટે જાય છે તો ઘણા લોકો બિઝનેસ કરવા માટે જાય છે. મોટાભાગે વિદ્યાર્થીઓ અમેરિકા જતા હોય છે. શું તમે જાણો છો કે, તમે અમેરિકામાં ભારતના ડ્રાઈવિંગ લાયસન્સથી પણ કાર અથવા બાઈક ચલાવી શકો છો. કોઈપણ દેશમાં ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સની મદદથી સરળતાથી બાઈક અને કાર ચલાવી શકાય છે. ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ કેવી રીતે બને છે અને તેના શું નિયમ છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ એક વર્ષ સુધી વેલિડ ગણાય છે, જે ચાઈનીઝ, જર્મની, સ્પેનિશ અને અરબી સહિત અલગ અલગ ભાષાઓમાં બનાવી શકાય છે. આ લાયસન્સ 150 દેશોમાં માન્ય ગણાય છે. આ લાયસન્સની વેલિડિટી પૂર્ણ થાય તો રિન્યૂ કરાવી શકાય છે. RTO , ઈન્ડિયન ઓટોમોબાઈલ એસોસિએશન અને ઈન્ટરનેશનલ ટ્રાફિક કંટ્રોલ એસોસિએશનની મદદથી આ લાયસન્સ બનાવી શકાય છે. 

ભારતીય લાયસન્સ અમેરિકામાં વેલિડ
અમેરિકામાં ભારતીય લાયસન્સ 1 વર્ષ સુધી વેલિડ ગણાશે. આ લાયસન્સ અંગ્રેજીમાં હોવું જોઈએ, અમેરિકામાં પ્રવેશ કરવા માટે ફોર્મ I-94 હોવું જરૂરી છે. આ ફોર્મ અમેરિકામાં ડ્રાઈવિંગ નિયમોને આધિન છે, જેથી તમે અમેરિકામાં સંકોચ વગર વાહન ચલાવી શકો છો. 

અમેરિકામાં લાયસન્સ કેવી રીતે બનાવવું?
જો તમે અમેરિકામાં સેટલ થઈ ગયા છો, તો તમે લાયસન્સ બનાવી શકો છો. જે રાજ્યમાં તમારું ઘર હોય ત્યાં ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટથી લાયસન્સ બનાવી શકો છો. લાયસન્સ બનાવવા માટે એડ્રેસ પ્રૂફની જરૂર રહે છે. 

વધુ વાંચો: iPhone યુઝર્સને એપલે આપ્યું ખતરાનું એલર્ટ, આવું કરશો તો આઇફોન હંમેશા માટે હાથમાંથી જશે તે પાક્કું

જો તમારી મર 18 વર્ષ કરતા ઓછી હોય તો લર્નિંગ લાયસન્સ મળી શકે છે, જે માટે સ્કૂલમાંથી એફિડેવિટ લાવી શકો છો. લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિનાથી 1 વર્ષ સુધીની હોય છે. લર્નિંગ લાયસન્સ અને પરમેનેન્ટ લાયસન્સ માટે લેખિત પરીક્ષા પાસ કરવાની રહે છે. લેખિત પરીક્ષા પછી આંખોની ટેસ્ટ પાસ કરવાની રહે છે, આંખોમાં તકલીફ હોય તો લાયસન્સ મળતું નથી. ચશ્મા અથવા લેન્સ લગાવવા જરૂરી હોય છે. જે પછી ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરો તો લાયસન્સ મળે છે, તે પહેલા તમામ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ