બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / Dr.Binish Desai the recyle man of india makes bricks, plates, coins from the waste products

Vtv Exclusive / આ ગુજરાતી યુવાન છે ભારતનો ‘રિસાઈકલ મેન’, મહાકાલેશ્વર મંદિરમાં પ્રસાદ સ્વરૂપે મળશે તેમના બનાવેલા સિક્કા

Vaidehi

Last Updated: 03:55 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફુલોને રિસાઈકલ કરીને આ વ્યક્તિ બનાવે છે સિક્કા અને જ્વેલેરી! બોલિવૂડમાં જેમના પર મૂવી બની રહી છે તેવા વલસાડનાં આ પર્યાવરણ પ્રેમી યુવાન વિશે જાણીને તમને ગર્વ અનુભવાશે.

  • ભારતનાં રિસાઈકલ મેન તરીકે ઓળખ ધરાવે છે આ યુવાન
  • પ્લાસ્ટિકમાંથી મજબૂત ઈંટો અને ફુલોમાંથી સિક્કા બનાવવામાં માહેર 
  • 11 વર્ષની ઉંમરથી જ પર્યાવરણ બચાવવા શરૂ કરી દીધી ઝૂંબેશ

Vaidehi Bhinde VTV: કોઈ પણ ધર્મમાં પૂજા-પાઠ દરમિયાન ફૂલોનાં ઉપયોગનો ખાસ મહિમા છે. પણ દરરોજ પૂજન પછી હજારો કિલો પ્રસાદીનાં આ ફુલોનું થાય છે શું? અથવા તો આપણે તેને નદીમાં વહાવી દઈએ છીએ કે પછી ક્યાંક મૂકી આવીએ છીએ, જે વાતાવરણ પર અસર કરે છે. જો કે, વલસાડના એક યુવાને આ સમસ્યાને પારખી છે. તેમણે પૂજા-પાઠમાં વપરાયેલા ફૂલોનો એવો ઉપયોગ શરૂ કર્યો છે, જેનાથી કોઈની શ્રદ્ધાને પણ ઠેસ ન પહોંચે અને ક્યાંય કચરો પણ ન થાય.   તેમણે ફુલોમાંથી બનાવ્યાં સિક્કા, ઘરેણાં, પૂજાની થાળી અને ચીજ ઉપયોગી ચીજ વસ્તુઓ!

ReEartham

આ છે ભારતના રિસાઈકલ મેન
ડૉ. બિનિશ દેસાઈ! વલસાડમાં વસેલા બિનિશ દેસાઈ આમ તો ઉદ્યોગસાહસિક અને ઈનોવેચર છે, જેઓ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. પર્યાવરણીય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં Ph.Dની   ડિગ્રી ધરાવતા બિનિશ જ્યારે 11 વર્ષનાં હતાં ત્યારથી જ તેઓ અવનવા કામ કરી રહ્યા છે. મૂળ તો સમાજ માટે કંઈક કરી શકાય તેવી ભાવના હતી, જેને કારણે બાળપણથી જ બિનિશ પોતાના ઘરમાં કંઈકના કંઈક પ્રયોગો કરતા રહેતા હતાં. આગળ વધીને જ્યારે તેઓ પ્રોફેશનલી કાર્યરત્ થયા, ત્યારે તેમના પ્રયાસો સફળ રહ્યા. બિનિશનો મુખ્ય ઉદ્દેશ્ય પૃથ્વી પર ફેલાતું પ્રદૂષણ અટકાવવાનો હતો, જેને કારણે તેઓ જુદી જુદી વસ્તુઓને રિસાઈકલ કરીને ફરી ઉપયોગમાં લે તેવી બનાવે છે. એટલે જ તેઓ ભારતના 'રિસાઈકલ મેન' તરીકે ઓળખાય છે.

કોવિડ કાળમાં પણ કર્યું જબરજસ્ત કામ 
આખા વિશ્વમાં જ્યારે કોરોના જેવી ભયંકર બીમારી ફેલાઈ હતી, ત્યારે PPE કિટનો ઉપયોગ વધી ગયો હતો. આપણે જાણીએ જ છીએ કે પ્લાસ્ટિકની બનેલી આ કિટનો નિકાલ કરવો અઘરો છે. ડૉ. બિનિશના કહેવા પ્રમાણે દર મહિને 129 બિલિયન ફેસ માસ્કનો ઉપયોગ થાય છે, અને ઉપયોગ કરી લીધા બાદ તેનો નિકાલ શું કરવો તે એક મોટી સમસ્યા છે. આ સ્થિતિમાં તેમણે પોતાની આવડતને કામે લગાવી અને PPE કિટને રિસાઈકલ કરીને તેમાંથી ફોર્મ્યુલેટેડ ઈંટો બનાવી, જેનો તમે મકાન બનાવવામાં ઉપયોગ કરી શકો છો. એટલે કે પ્લાસ્ટિકની પીપીઈ કિટનો નિકાલ શક્ય બન્યો. 

ડૉ. બિનિશ દેસાઈ આ તમામ કાર્યો માટે ReEartham નામની એક સંસ્થા ચલાવે છે, જે વેસ્ટ રિસાઈકલ અને પર્યાવરણને લગતી સમસ્યાઓ કેવી રીતે ઘટાડી શકાય, તેના માટે કામ કરે છે. વળી તેઓ પોતાના આ કાર્ય દ્વારા મહિલાઓને રોજગારી પણ પૂરી પાડે છે. તેમની આ સંસ્થામાં 90% મહિલાઓ કામ કરે છે જે આપણા માટે ગર્વની તેમજ પ્રેરણાદાયી વાત છે. વેસ્ટ રિસાઈકલના તેમના આ મહત્વપૂર્ણ કામ માટે બિનિશને અનેક એવોર્ડ્ઝ પણ મળી ચૂક્યા છે. ખાસ કરીને પીપીઈ કિટ પ્રોજેક્ટ માટે તેમને   Covid Hero Youth Icon of the Year 2020 થી સન્માનવામાં આવ્યા હતા.   

ફૂલોથી થતા પ્રદૂષણને અટકાવવાનો પ્રયાસ
ડૉ. બિનિશ દેસાઈના કહેવા પ્રમાણે ગંગા, યમુના, નર્મદા ગોદાવરી વગેરે નદીઓનાં પાણીમાં આશરે 16% પ્રદૂષણ ફૂલોનાં લીધે થતું હોય છે.  પહેલા કહ્યું એ અનુસાર, કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પણ ન પહોંચે અને વાતાવરણને પણ નુક્સાન ન થાય તે માટે પણ તેમણે એક સાયન્ટિફિક રીત શોધી કાઢી છે.  જેને તેમણે નામ આપ્યું NIRMAAN

રિસાઈકલની પ્રોસેસ શું હોય છે?
બિનિશ દેસાઈની સંસ્થા વપરાયેલા ફૂલમાંથી સિક્કા, પૂજા માટે વપરાતી થાળી, જ્વેલરી, પાટલા અને નેમ પ્લેટ બનાવે છે. વળી આ વસ્તુઓ મંદિરોમાં અથવા તો ભક્તો દ્વારા જ વપરાય છે. જો કે અહીં સવાલ એ થાય કે આ આખી પ્રક્રિયા થાય છે કેવી રીતે? તો ડૉ. બિનિશ દેસાઈ સમજાવે છે કે આ પ્રોસેસમાં સિક્કાઓ મશીન વગર હાથથી જ બનાવવામાં આવે છે અને તેમાં 87 ટકા ફૂલ અને બાકી બાઈન્ડર્સનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયાથી ફુલોને પ્રિસર્વ કરી શકાય છે સાથે જ તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે.


વપરાયેલા ફૂલ કરાવી રહ્યા છે કમાણી
આ વપરાયેલા ફૂલ મેળવવા માટે ડો.બિનિશની ટીમે વલસાડમાં રહેતાં વિવિધ બ્રાહ્મણોનો સંપર્ક કર્યો અને તેમને પૂજા-હવન વગેરેમાં બચેલા ફુલોને ReEarthamને ડોનેટ કરવા જણાવ્યું. ફૂલોનાં ડોનરને 1 KG ફૂલ ડોનેટ કરવા પર 10-12 પોઈન્ટ મળે છે જે તેમના ડિજિટલ કાર્ડમાં જમા થાય છે. આ 1 પોઈન્ટ=1 રૂપિયો..આવા જેટલા પોઈન્ટ ડોનરનાં કાર્ડમાં જમા થાય તેટલા રૂપિયા તેઓ સંસ્થામાંથી જ્યારે તેમને ઈચ્છા થાય ત્યારે રિડિમ કરાવી શકે છે. મંદિરો અને વિવિધ સંસ્થાઓ સાથે પણ ડો. બિનિશે આવી પાર્ટનરશિપ શરૂ કરી અને રિસાઈકલની નવી ઝૂંબેશ શરૂ કરી.   

મહાકાલેશ્વર મંદિરમાં મળશે રિસાઈકલ સિક્કાનો પ્રસાદ
આ રિસાઈકલ કરેલા સિક્કા મંદિર દ્વારા ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. હવે તમે ઉજજેનના મહાકાલેશ્વર મંદિરમાં જાઓ અને તમને આશીર્વાદ રૂપે ફૂલના સિક્કાઓ મળે તો નવાઈ નહીં. કારણ કે ડૉ. બિનીશ દેસાઈ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલને કારણે હવે મહાકાલેશ્વર મંદિરમાં પણ પ્રસાદમાં ફૂલને બદલે ફૂલમાંથી રિસાઈકલ કરીને બનેલા સિક્કા મળવાના છે. આ પહેલનો ફાયદો એ છે કે ભક્તો કાયમ માટે પોતાની પાસે ભગવાન મહાકાલનો આ પ્રસાદ રાખી શકે છે.

આદિવાસીઓને પણ મળે છે રોજગારી
તો બિનિશ દેસાઈનો હજી પણ એક એવો પ્રોજેક્ટ છે,. જેમાં તેઓ જંગલી વનસ્પતિમાંથી લાકડુ બનાવે છે અને જમીનને ખરાબ થતી અટકાવે છે. LANTANA CAMARA કે જેને આપણે દેશી ભાષામાં ગંધાતુ તરીકે ઓળખીએ છીએ, એવી આ જંગલી વનસ્પતિ જે જમીન પર ઊગે એ જમીનની ફળદ્રુપતા સમાપ્ત થઈ જાય છે. મોટા ભાગે જંગલમાં ઉગતી આ વનસ્પતિને કારણે આદિવાસીઓને સમસ્યા થાય છે, કારણ કે તેઓ ખેતી કરી શકતાં નથી.. આદિવાસીઓની રોજીરોટીને અસર ન થાય એ માટે ડો.બિનિશ દ્વારા આ જંગલી વનસ્પતિઓમાંથી મજબૂત લાકડું તૈયાર કરવામાં આવ્યું. હવે આદિવાસીઓ પોતાના રહેણાંકની આસપાસ તેમજ નાળાની આસપાસ લેન્ટાના કમારાને કાપીને એકઠું કરે છે અને રિઅર્થમ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્લાન્ટ સુધી પહોંચાડે છે. જેમાંથી તેઓ જાતે જ લાકડુ બનાવે છે, અને પછી આ જ લાકડાનું વેચાણ કરીને તેમાંથી કમાણી કરે છે.  રિઅર્થમ સંસ્થા દ્વારા હાલમાં તમિલનાડુમાં આવો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

વધુ વાંચો: અંબાણી પરિવારને ગુજરાતી ભોજન જમાડનાર યુવાન, શોખ ખાતર CS છોડ્યું, હવે શોખે બનાવ્યો સ્ટાર

સામાન્ય લોકો પાસેથી નથી લેતા કોઈ ચાર્જ
સમાજને બિનિશ દેસાઈ જવા વધુ યુવાનોની જરૂર છે. ડૉ. બિનિશ દેસાઈ એક એવા આંતરપ્રેન્યોર છે, જે પોતાની સાથે બીજા હજારો લોકોને રોજગારી આપે છે અને તેમના કામનો મોટો ફાયદો એ છે કે તેઓ પૃથ્વીને પ્રદૂષિત થતી અટકાવે છે. તેમનો દાવો છે કે આજ સુધી તેમણે સામાન્ય જનતા પાસેથી એક પણ રૂપિયો લીધો નથી. જુદા જુદા ઉદ્યોગોની CSR એક્ટિવિટી અને NGO સમાજનાં કલ્યાણ માટે ડોનેશન આપે છે, જેમની સાથે જોડાઈને રિઅર્થમ આ તમામ કામ કરે છે.

વધુ વાંચો : સોલો ટ્રાવેલિંગ કરવા માટે નોકરી છોડી, કાર સાથે આખું ભારત ખૂંદી રહી છે આ કાઠિયાવાડી યુવતી

બની રહી છે ફિલ્મ
રસપ્રદ વાત એ છે કે ઑગસ્ટ 2022માં નિખીલ ચંદવાની ડો.બિનિશ દેસાઈની આ જર્ની પર પુસ્તક પણ લખી ચૂક્યાછે, જેનું નામ THE RECYCLE MAN છે. એટલું જ નહીં ડો.બિનિશ દ્વારા કરવામાં આવતી તમામ પ્રાયોગિક અને સામાજિક પ્રવૃતિઓથી દેશનાં લાખો યુવાનોને પ્રેરણા આપવા માટે હાલમાં NH STUDIOS દ્વારા તેમના જીવન પર એક બોલિવુડ મૂવી પણ બનાવવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ