બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / This Kathiawadi Twinkal Raval quit her job and traveling solo across India with her car

Vtv Special / સોલો ટ્રાવેલિંગ કરવા માટે નોકરી છોડી, કાર સાથે આખું ભારત ખૂંદી રહી છે આ કાઠિયાવાડી યુવતી

Megha

Last Updated: 03:33 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખું ભારત ખૂંદી રહેલ કાઠીયાવાડની ટ્વિંકલ રાવલે સોલો ટ્રાવેલિંગની રાહ પસંદ કરી, જેમાં તેમની સાથી બની તેમની કાર. પોતાના આ શોખને પૂરો કરવા માટે ટ્વિંકલ સિક્યોર જોબ પણ છોડી ચૂક્યા છે

  • 'આખું ભારત ખૂંદી રહી છે કાઠીયાવાડની ટ્વિંકલ રાવલ'
  • ટ્વિંકલને આ ફરવાનો શોખ પોતાના પિતા પાસેથી વારસામાં મળ્યો. 
  • સોલો ટ્રાવેલિંગની રાહ પસંદ કરી, જેમાં તેમની સાથી બની તેમની કાર. 

એક યુવતી આખા ભારતમાં એકલા જ કાર લઈને ટ્રાવેલ કરે છે. આ વાક્ય તમારા મનમાં એક ચિત્ર અથવા તો અનેક સવાલ સર્જતું હશે. તો આ સવાલોના જવાબ આપણે એ જ યુવતી પાસેથી મેળવી લઈએ, જે આ અઘરા લાગતા ટાસ્કને ખરેખર કરી રહ્યા છે. ટ્વિંકલ રાવલ, ઉંમર 31 વર્ષ, શોખ ટ્રાવેલિંગનો અને ભારતના 10 રાજ્યો તેઓ ઓલરેડી ફરી ચૂક્યા છે. તેમનું સપનું છે હવે કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સોલો ટ્રાવેલ કરવાનું. પણ આ આખી સફરની શરૂઆત કેવી રીતે થઈ? રસ્તામાં એકલા જતા ગાડી બગડી જાય તો શું? આ બધું જ આપણે ટ્વિંકલ પાસેથી જ જાણી લઈએ.

Twinkal Raval- VTV વિશેષ

વારસામાં મળ્યો ફરવાનો શોખ
ટ્વિંકલને આ ફરવાનો શોખ પોતાના પિતા પાસેથી વારસામાં મળ્યો છે. તેમના પિતાને પણ ફરવાનો ખૂબ શોખ હતો, અને તેઓ જ્યારે પણ ક્યાંય જતા તો ટ્વિંકલને સાથે લઈ જતા. જેને કારણે ટ્વિંકલ બાળપણમાં જ આખું ભારત ફરી ચૂક્યા છે. બાદમાં 16 વર્ષની ઉંમરે તો તેઓ કાર અને બાઈક ચલાવા શીખી ચૂક્યા હતા, પરંતુ ઉંમર નાની હોવાને કારણે એકલા ફરવાની પરવાનગી નહોતી મળતી. કોવિડ કાળમાં ટ્વિંકલના પિતાનું નિધન થયું અને ટ્વિંકલે પોતાના પિતાના શોખને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો.

સોલો ટ્રાવેલિંગ માટે છોડી નોકરી 
ટ્વિંકલે આ માટે સોલો ટ્રાવેલિંગની રાહ પસંદ કરી, જેમાં તેમની સાથી બની તેમની કાર. પોતાના આ શોખને પૂરો કરવા માટે ટ્વિંકલ સિક્યોર જોબ પણ છોડી ચૂક્યા છે, અત્યાર સુધીમાં ટ્વિંકલ સોલો ટ્રિપ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને જમ્મુ કાશ્મીર સહિત 10થી વધુ રાજ્યોમાં ફરી ચૂક્યા છે. ટ્વિંકલનું કહેવું છે કે, તેઓ એક ટ્રિપમાં એક રાજ્યમાં 2-3 સ્થળો કવર કરે છે. એક સમયે આખું રાજ્ય ફરવું મુશ્કેલ છે, એટલે તેઓ એક જગ્યાએ 2-3 વખત પણ જાય છે.   

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Twinkal Raval (@cargirl_47)

દરેક રાજ્યોમાં બની ગયા છે મિત્રો
ટ્વિંકલની પહેલી ટ્રીપ તો ગુજરાતની અંદર જ હતી. તેમણે શરૂઆત દીવ અને સોમનાથથી કરી હતી, પરંતુ હવે તેઓ આખા ભારતમાં કોઈ પણ સ્થળે ફરવા જાય છે. તેમનું સપનું કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સોલો કાર ટ્રિપ કરવાનું છે. ટ્વિંકલ હવે એટલા ફેમસ થઈ ચૂક્યા છે, કે લગભગ દરેક રાજ્યોમાં તેમના મિત્રો છે. એટલે સુધી કે ધારો કે તેઓ પંજાબ કાર લઈને જાય તો ત્યાં વસતા તેમના મિત્રો તેમને ઘરે આવવા આમંત્રણ આપે છે, અને તેઓ ગુજરાત આવે તો ટ્વિંકલના ઘરે જરૂરથી આવે છે. ટ્રાવેલિંગ દરમિયાન જ મળેલા આ મિત્રો સાથે એટલો ઘરોબો કેળવાયો છે કે તેમના ફેમિલી ફંક્શનનો હિસ્સો પણ ટ્વિંકલ બની રહ્યા છે. 

ડર નથી લાગતો! 
એકલી છોકરી કાર લઈને હાઈવે પર કે અજાણ્યા વિસ્તારોમાં એકલી ફરે તો ડર લાગે? તો અહીં ટ્વિંકલનું કહેવું છે કે સૌથી પહેલો ડર હતો કે લોગ કયા કહેંગે? બાળપણમાં જ્યારે લોકો મારા મમ્મી પપ્પાને એમ કહેતા કે આ છોકરી છે તો તેને બાઇક ન ચલાવવા દો કે તેને ઘરકામ કરવા દો ત્યારે મારા પપ્પા એક કહેતા કે આવું ક્યારેય નહીં વિચારવાનું. બસ, ત્યારથી જ મેં પણ એ વિચારવાનું છોડી દીધું કે લોગ ક્યાં કહેંગે, લોકો જે કહે મને એ બાબતે કોઈ ફરક જ નથી પડતો. મને ક્યારેય સોલો ટ્રીપ કરતાં ડર નથી લાગ્યો. વળી જો તમે નબળા પડો કે ચહેરા પર ડર દેખાય તો જ કોઈક આપણને ડરાવી જાય. જો તમારે સોલો ટ્રિપ કરવી છે તો કોન્ફિડન્સ તમારું સૌથી મોટું હથિયાર છે. જો આત્મવિશ્વાસ ઓછો હોય તો ક્યારેય સોલો ટ્રિપ ન કરવી જોઈએ.

Twinkal Raval- VTV વિશેષ

શું કોઈ સમસ્યા થઈ કે વિચિત્ર અનુભવ થયા?
ટ્વિંકલનું કહેવું છે કે,’હું ટ્રિપ પર જતા પહેલા પૂરતી તૈયારી કરીને નીકળું છું, એટલે કાર બગડી જવી કે ક્યાંય ફસાઈ જવું એવું તો થતું નથી. પરંતુ હા ક્યારેક વિચિત્ર લોકો મળી જાય કે જ્યારે એકલા ફરવા નીકળો ત્યારે ખરાબ માણસો મળશે અને તમને નશા કરવા જેવા ખોટા રસ્તે લઈ જશે પણ એવી સંગતની અસર ન થવા દેવી જોઇએ અને મને જાગૃત રાખીને બસ સફરનો આનંદ ઉઠાવવો જોઈએ.’ 

વધુ વાંચો: અંબાણી પરિવારને ગુજરાતી ભોજન જમાડનાર યુવાન, શોખ ખાતર CS છોડ્યું, હવે શોખે બનાવ્યો સ્ટાર

ક્યાંથી નીકળે છે ટ્રાવેલિંગનો ખર્ચો?
ટ્વિંકલ શરૂઆતમાં એક વર્ષમાં ત્રણ-ચાર લોંગ ટ્રીપ કરતા પણ હવે વર્ષમાં એક કે બે લોંગ ટ્રીપ કરે છે. હવે ટ્વિંકલ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ટ્રીપ કરવાનું વિચારી રહી છે. અહીં આપણને સવાલ થાય કે ખર્ચો કેવી રીતે મેનેજ થતો હશે? તો અત્યાર સુધી કરેલી નોકરી અને તેમાંથી કરેલ બચતમાંથી જ ટ્વિંકલનું કામ ચાલી રહ્યું છે. ટ્વિંકલના કહેવા પ્રમાણે જો ટ્રિપ નજીકના સ્થળની હોય તો 20-30 હજાર અને દૂર હોય તો 50 હજારથી વધુનો ખર્ચો થઈ જાય છે પણ હું ક્યારેય ખર્ચા વિશે નથી વિચારતી કારણ કે આપણાંમાં એક કહેવત છે કે ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે. સેવિંગ્સના નામે અત્યારે તેની પાસે સોલો ટ્રીપની યાદો અને અઢળક એક્સપીરયન્સ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ