બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Drastic increase in prices of spices including chilli, cumin-turmeric

મોંઘવારી / ગુજરાતની ગૃહિણીઑનું બજેટ બગડયું: મરચું, જીરું-હળદર સહિતના મસાલાનાં ભાવમાં ધરખમ ભાવવધારો

Vishal Khamar

Last Updated: 05:18 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ મોંઘવારીના મારથી પ્રજા પીડાઈ રહી છે, ત્યારે મરચું અને જીરા સહિત મસાલાના પણ ભાવમાં અસહ્ય ઉછાળો આવતા બારમાસી મસાલો ભરતા લોકોની હાલત કફોડી બની છે.

  • મરચું અને જીરાના ભાવમાં વધારો 
  • બારમાસી મસાલા ભરતા લોકોની હાલત કફોડી
  • ગત વર્ષ કરતા 30થી50 ટકા ભાવવધારો 
  • પિસેલું મરચમાં 200 રૂપિયાનો વધારો
  • વાવાઝોડા આવતા મરચાનો પાક ખરી પડ્યો હતો

 એક તરફ મોંઘવારીના મારથી પ્રજા પીડાઈ રહી છે, અત્યારે બારમાસી મસાલો ભરવાની સિઝન ચાલી રહી છે અને મોટાભાગે લોકો અત્યારે મરચું, હળદર જીરુ સહિત તમામ મસાલાની ખરીદી એક સાથે કરતા હોય છે. ત્યારે મરચું અને જીરા સહિત મસાલાના પણ ભાવમાં અસહ્ય ઉછાળો આવતા બારમાસી મસાલો ભરતા લોકોની હાલત કફોડી બની છે. 

વાવાઝોડા આવતા મરચાનો પાક ખરી પડ્યો હતો

પરંતુ આ વર્ષે મરચું અને જીરામાં ગત વર્ષે કરતા 30થી 50 ટકા સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે આ સિઝનમાં પિસેલું મરચું 400થી 500 રૂપિયે કિલોના ભાવે મળતું હતું, જેમાં આ વર્ષે રૂપિયા 200 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. કાશ્મીરી મરચું 500 રૂપિયાની જગ્યાએ 1100 રૂપિયા, રેશમપટ્ટી 300ની જગ્યાએ 600, મારવાડ મરચું 250ની જગ્યાએ 500 અને પટણી મરચું 250ની જગ્યાએ 450માં વેચાય છે. જ્યારે જીરુંમાં રૂપિયા 40નો વધારો થયો છે. સમગ્ર દેશમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાંથી 85 ટકા મરચાનું ઉત્પાદન થાય છે. આમ ગત ડિસેમ્બર માસમાં ઉપરા છાપરી બે વાવાઝોડા આવી પડતા મરચાનો પાક ખરી પડ્યો હતો. આમ પાક નુકસાની ખૂબ જ મોટાપ્રમાણમાં જોવા મળતા મરચાનું ઉત્પાદન ઓછું થયું છે અને માંગ વધી જતાં ભાવમાં વધારો થયો છે.

આ વખતે સાડા સાત હજાર રૂપિયા તો માત્ર મરચાનાં જ થયાઃ ગૃહિણી
આ બાબતે ગૃહિણી જયશ્રી મકવાણાએ કહ્યું હતું કે હું મણીનગરથી દર વર્ષે અહીયા મરચું ખરીદવા આવું છું. ત્યારે આ વર્ષે ચાર ગણો ભાવ કહીએ તો પણ વધી ગયો છે. ગયા વર્ષે મેં 10 હજારની અંદર તમામ મસાલા ભરી દીધા હતા. ત્યાર આ વખતે સાડા સાત હજારનું તો માત્ર મરચું જ થયું છે. એટલે કહેવાનો મતલબ એમ કે ભાવ વધી ગયો છે. અને જે નોકરીયાત વર્ગ છે તેને તો આ ભાવ પરવડે નહી. ત્યારે મસાલા તેમજ હાલમાં દૂધનો ભાવ પણ વધ્યો છે.  તેમજ દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ