બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Double dose of crime: If the vehicle is stolen, report it immediately

અમદાવાદ / વ્હીકલ ચોરાય તો તુરંત ફરિયાદ કરજો નહીંતર ભરાઇ જશો, ગુનાખોરી આચરવા ચોરોએ અપનાવ્યો નવો જુગાડ

Dinesh

Last Updated: 07:21 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારું વાહન ચોરાય તો તરત પોલીસ ફરિયાદ કરજો નહીં તો તમે ચોરી, લૂંટ, દારૂની ખેપ મારવા જેવા અનેક ગંભીર ગુનામાં ફસાઇ શકો છો

  • ક્રાઈમનો ડબલ ડોઝ: વાહન ચોરાય તો તરત ફરિયાદ કરજો
  • વાહન ચોરી કરે છે અને બાદમાં તેના પર ચોરી, લૂંટ અથવા ચીલ ઝડપ કરે છે
  • ચોરીના બાઇકનો ઉપયોગ અન્ય ક્રાઈમની ઘટનામાં કરે છે


અમદાવાદમાં ગુનેગારો એટલા બધા શાતિર થઇ ગયા છે કે, હવે તેઓ પહેલાં વાહન ચોરી કરે છે અને બાદમાં તેના પર ચોરી, લૂંટ અથવા ચીલ ઝડપ કરવા માટે નીકળે છે. જો તમારું વાહન ચોરાય તો તરત જ પોલીસ ફરિયાદ કરી દેજો, નહીં તો ગુનાના આરોપસર પોલીસ તમારી આકરી પૂછપરછ કરી શકે છે. ગત મહિને મેમ્કો વિસ્તારમાં શિવકૃપા જ્વેલર્સ તેમજ સીટીએમના મહાલક્ષ્મી જ્વેલર્સમાં બંદૂકની અણીએ લૂંટ કરવાની કોશિશ કરવામાં આવી હતી. આ બંને ચકચારી કિસ્સામાં લૂંટારાએ ચોરીનાં વાહનનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે થોડા દિવસ પહેલાં સીજી રોડ પર આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ૫૦ લાખ ભરેલી બેગની ચીલ ઝડપ થઇ હતી. જેમાં પણ ચોરીના બાઇકનો ઉપયોગ થયો હોવાની આશંકા છે.  

Tag | VTV Gujarati

 બાઇકને બિનવારસી મૂકીને નાસી જાય
જો તમારું વાહન ચોરાય તો તરત પોલીસ ફરિયાદ કરજો નહીં તો તમે ચોરી, લૂંટ, દારૂની ખેપ મારવા જેવા અનેક ગંભીર ગુનામાં ફસાઇ શકો છો. હાલમાં ચોરી, લૂંટના જે બનાવો બન્યા છે તેમાં લૂંટારુ ટોળકીઓએ ચોરીનાં વાહનોનો ઉપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ થઇ રહ્યો છે. જેથી જ્યારે પણ તમારું વાહન ચોરાય ત્યારે તરત જ પોલીસને જાણ કરી દેવી હિતાવહ છે. શહેરમાં રોજબરોજ સંખ્યાબંધ વાહનોની ચોરી થાય છે જેમાં કેટલીક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતી નથી જ્યારે કેટલીક ફરિયાદો મોડી નોંધાય છે. જેનો સીધો ફાયદો ચોરી કરનાર ગેંગ ઉઠાવે છે. નિર્દોષ લોકો પોલીસના સકંજામાં આવી જાય અને લૂંટારુઓ લૂંટેલો માલ લઇને નાસી જાય તે રીતનો પ્લાન ઘડીને અમદાવાદમાં થઇ રહેલી લૂંટનું આયોજન કરવામાં આવતું હોય છે. લૂટારુંઓ પહેલાં બાઇકની ચોરી કરતા હોય છે અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપતા હોય છે. લૂંટ થઇ ગયા બાદ આરોપી એ બાઇકને બિનવારસી મૂકીને નાસી જાય છે. 

Tag | VTV Gujarati

ક્રાઈમ કરવા માટે ચોરીનાં બાઇકનો ઉપયોગ 
ઉલ્લેખનીય છે કે શહેરમાં જે કોઇ પણ લૂંટ, ચેઇન સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ, ચીલ ઝડપની ઘટનાઓ બને છે તેમાં ચોરીનાં બાઇકનો ઉપયોગ થાય છે. ગત મહિને મેમ્કો વિસ્તારમાં આવેલા શિવકૃપા જ્વેલર્સમાં હથિયાર લઇને શખ્સો આવ્યા હતા. જ્વેલર્સના માલિક પૂજા કરતા હતા ત્યારે લૂંટારુઓએ તેમને રિવોલ્વર બતાવીને લૂંટ કરવાની કોશિશ કરી હતી. જોકે સોનીએ બૂમાબૂમ કરતાં તે બાઇક લઇને ભાગી ગયા હતા. લૂંટારા પોતાનું બાઇક ચામુંડા બ્રિજની નીચે મૂકીને નાસી છુટ્યા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમે બાઇક જમા કર્યું છે. ક્રાઇમ બ્રાંચે તપાસ કરી તો જાણવા મળ્યું કે બાઇક ચોરીનું છે. જેની ફરિયાદ ગાંધીનગર ઇન્ફોસિટીમાં નોંધાઇ છે. આ સિવાય સીટીએમ ખાતે આવેલા મહાલક્ષ્મી જ્વેલર્સમાં પણ લૂંટારા બંદૂક લઇને ધસી આવ્યા હતા અને લૂંટ કરવાની કોશિશ કરી હતી. જોકે સોનીએ પ્રતિકાર કરતાં લૂંટારા નાસી છુટ્યા હતા. આ ઘટનામાં પણ ટુ વ્હીલર ચોરી હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા સી.જી.રોડ આંગડિયા પેઢીના કર્મચારી 50 લાખ રૂપિયા લઇને જઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા શખ્સો બેગ ખેંચીને નાસી ગયા હતા. આ કેસમાં પણ ચોરીના બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પોલીસને શંકા છે. 

લૂંટ કરવાની હોય ત્યારે પહેલાં ડુપ્લિકેટ ચાવીથી બાઈક ચોરી કરાય છે
આરોપીઓ પહેલાં ડુપ્લિકેટ ચાવી બનાવે છે અને બાદમાં ભીડભાડવાળી જગ્યા પર જઇને વાહન ચોરી કરે છે. વાહન ચોરી થઇ ગયા બાદ તે પોતાના ટાર્ગેટ માટે નીકળે છે. ટાર્ગેટ પૂરો થઇ જાય ત્યારે લૂંટારા બાઇક બિનવારસી મૂકીને નાસી જાય છે.  ટુ વ્હીલર ચોરી કર્યા બાદ લૂંટારા નંબર પ્લેટ પણ કાઢી નાખે છે. 

નિર્દોષને પણ ક્યારેક પોલીસની થર્ડ ડિગ્રીનો સામનો કરવો પડે 
સીસીટીવી ફૂટેજમાં જે બાઇકનો ઉપયોગ થયો હતો તેમાં પોલીસે બાઇકના માલિકની અટકાયત કરતી હોય છે અને બાદમાં લૂંટમાં ભોગ બનનાર લોકોને બતાવતા હોય છે. વાહનના માલિક લૂંટારાને ઓળખવાનો ઇનકાર કરી દે તો   પણ તેમને થર્ડ ડીગ્રીનો પણ સામનો કરવો પડે છે. જો વાહનના માલિક પોલીસ ફરિયાદ તરત જ કરી દે તો તેમને થર્ડ ડીગ્રીનો સામનો કરવો પડતો નથી. ટુ વ્હીલરનો ઉપયોગ ચોરી, લૂંટ માટે થાય છે જ્યારે કારનો ઉપયોગ ફાયરિંગ, દારૂની ખેપ તેમજ અપહરણ કરવા જેવા મામલે થાય છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ