બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Don't like cutting onions eyes start watering adopt these 4 hacks you will be able to cut onion roti without any trouble.

તમારા કામનું.. / ડુંગળી કાપતી વખતે બળતરા થઈ આંખોમાંથી આવી જાય છે પાણી? 4 ટ્રિક અજમાવો, કટિંગમાં કોઈ ઝંઝટ નહીં

Pravin Joshi

Last Updated: 09:16 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો રસોડામાં ડુંગળી કાપવાથી તમારી આંખોમાં બળતરા થાય છે અથવા આંસુ આવવા લાગે છે, તો આ સરળ હેક્સની મદદ લો જે તમને ખુબ જ ઉપયોગી સાબિત થશે.

  • ડુંગળી કાપતી વખતે લોકોની આંખોમાં બળતરા અને આંસુ આવવા લાગે 
  • ડુંગળીને 24 કલાક પહેલા ફ્રીજમાં રાખો અને પછી કાપો તો બળતરા નહીં થાય
  • ડુંગળી કાપતા પહેલા તેને ઠંડા પાણીથી ભરેલા વાસણમાં 5 મિનિટ માટે રાખો

દરેક વ્યક્તિ દરરોજ ડુંગળીનો ઉપયોગ કરે છે. તે માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી સાથે સાથે તે આપણા ભોજનનો સ્વાદ પણ બમણો કરે છે. ગુણોથી ભરપૂર આ ડુંગળીનો ઉપયોગ કરતા પહેલા તેને છોલીને કાપી લેવી જોઈએ. ડુંગળીમાં સિન્થેઝ નામના એન્ઝાઇમ હોય છે, જેના કારણે તેને કાપતાની સાથે જ આંખોમાં બળતરા થવા લાગે છે અને આંસુ આવવા લાગે છે. આ રીતે, ડુંગળી કાપવી એ રસોડામાં સૌથી મુશ્કેલ કામ માનવામાં આવે છે. જો કે, કેટલાક ઉપાયોની મદદથી, તમે તમારી આંખોને આ ઉત્સેચકોની અસરોથી બચાવી શકો છો અને તેને ખૂબ જ સરળતાથી કાપી શકો છો. તો ચાલો જાણીએ ડુંગળી કાપવાની આસાન રીત.

ડુંગળી કાપતા કાપતા તમારી આંખોમાં બળતરા સાથે ટપકી પડે છે આસુંડા, આ ટિપ્સ છે  કારગર I onion chopping hacks will save your life, now stop your tears while  cutting the onion

ઉપાય 1

જો તમે ડુંગળીને થોડા સમય માટે પાણીમાં ડુબાડી રાખો તો તેમાં હાજર એન્ઝાઇમ હવા સાથે પ્રતિક્રિયા કરી શકશે નહીં અને તેની અસર જતી રહેશે. આ માટે સૌથી પહેલા તમે જે કાંદા કાપવા માંગો છો તેને છોલી લો અને તેને એક મોટા વાસણમાં રાખો. હવે આ વાસણને પાણીથી ભરો. તેને 5 મિનિટ સુધી પાણીમાં બોળી રહેવા દો. ત્યારબાદ તેને કાપશો તો આંખોમાં બળતરા નહીં થાય.

benefits of eating raw onions everyday

ઉપાય 2

જ્યારે પણ તમે ડુંગળી કાપવા જાઓ ત્યારે એક વાસણમાં પાણી ભરો અને તેમાં વિનેગર નાખો. હવે ડુંગળીને છોલીને તેમાં ઉમેરો. તમારે વધુ વિનેગર ઉમેરવાની જરૂર નથી. તમે 2 ચમચી વિનેગર ઉમેરીને ડુંગળીની અસર ઘટાડી શકો છો.

ઘરના ફ્રિજ પર આ વસ્તુઓ મૂકવાની ટેવ હોય તો બંધ કરી દેજો, વાસ્તુ દોષના કારણે  વધી જશે ખર્ચા Vastu Tips for home: what not to keep on top of the fridge

ઉપાય 3

જો તમે ડુંગળીને કાપવાના 24 કલાક પહેલા રેફ્રિજરેટરમાં રાખો છો, તો તેની અસર ઓછી થઈ જશે. આ રીતે તમે તમારી રોજની જરૂરિયાત મુજબ ડુંગળીને ફ્રીજમાં રાખી શકો છો, જેથી તમે બીજા દિવસે તેનો ઉપયોગ કરતા પહેલા તેને કાપી શકો. ઠંડી ડુંગળી કાપવાથી આંખોમાં બળતરા નહીં થાય.

ભારતના આ એક નિર્ણયથી માલદીવ સહિત 5 દેશો હચમચી ઉઠ્યાં, લગાવ્યો પ્રતિબંધ,  જાણો વિગત | india ban onion export causes price hikes neighboring countries  bangladesh nepal bhutan maldives

વધુ વાંચો : આ લાલ શાકના જ્યુસથી વધશે ચહેરાની ચમક, પેટ રહેશે સાફ અને પથરીનો ખતરો થશે ઓછો

ઉપાય 4

જો તમારે ઘણી બધી ડુંગળી કાપવી હોય અને તેનાથી તમારા પરિવારના સભ્યોની આંખોમાં બળતરા થાય છે, તો સારું રહેશે કે તમે સિંક પર કટિંગ બોર્ડ લગાવો અને પાણીના પ્રવાહની નીચે ડુંગળી કાપી લો. આંખોમાં બળતરા બિલકુલ નહીં થાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ