બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dont despair: A new rain system is in the making in Gujarat

હવામાન આગાહી / નિરાશ ન થશોઃ ગુજરાતમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બની રહી છે, આ જિલ્લાઓમાં થશે જળબંબાકાર

Vishal Khamar

Last Updated: 09:30 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગસ્ટ મહિનો સાવ કોરોધાકોર રહ્યા બાદ જન્માષ્ટમીથી વરસાદે ગુજરાતમાં ક્યાંક ક્યાંક દેખા દીધી હતી. પરંતુ હવે મેઘરાજાએ ફરીથી બ્રેક લીધો હોય તેવું લાગે છે. હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બની રહી હોવાથી ફરીથી વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

  • 14 અને 15 સપ્ટેમ્બરે દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવનાઃ હવામાન વિભાગ
  • 13 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક નવી સિસ્ટમ બની રહી છેઃ હવામાન વિભાગ
  • આવતી કાલે અને ૧૩ સપ્ટેમ્બરે પણ અમદાવાદમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે

 ઓગસ્ટ મહિનો સાવ કોરોધાકોર રહ્યા બાદ જન્માષ્ટમીથી વરસાદે ગુજરાતમાં ક્યાંક ક્યાંક દેખા દીધી હતી. પરંતુ હવે મેઘરાજાએ ફરીથી બ્રેક લીધો હોય તેવું લાગે છે. વરસાદનો અભાવ થવાથી પ્રજામાં અને તેમાં પણ ખાસ કરીને ધરતીપુત્રોમાં ભારે નિરાશા જોવા મળી છે. આવા નિરાશાજનક માહોલની વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બની રહી હોવાથી ફરીથી વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદ ખેંચાતાં રાજ્યના ડેમના પાણી પણ સુકાઈ ગયા

ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીની સાંજથી ગુજરાતમાં ઠેર ઠેર હ‍ળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડતાં લોકો ખુશખુશાલ બની ગયા હતા. આખો ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદ ખેંચાતાં રાજ્યના ડેમના પાણી પણ સુકાઈ ગયા છે. રાજકોટ જેવા શહેરમાં આગામી ઉનાળામાં પાણીની તીવ્ર ખેંચ પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આવા વિષમ સંજોગોમાં ગઈ કાલે રાજ્યમાં ક્યાંય પણ સમ ખાવા પૂરતો પણ વરસાદ પડ્યો નથી. દાહોદના ફતેપુરા, ડાંગના આહવા અને તાપીના કુકરમુંડા એમ ત્રણ તાલુકામાં જ માત્ર ઝરમર વરસાદ પડ્યો હતો. આમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ ગાયબ રહેતા લોકો ફરી ચિંતાતુર બન્યા છે. ખાસ તો જગતનો તાત ભારે કફોડી હાલતમાં મુકાયો છે. એક તો ખેડૂતો મોંઘાં બિયારણ સહિતની વસ્તુઓના ભાવવધારાથી પાકનું વાવેતર મોંઘું બન્યું હોવાની ગંભીર ફરિયાદો કરતા રહ્યા છે. તેવા સંજોગોમાં વરસાદ હાથતાળી આપી રહ્યો હોવાથી તેમની કાળી મજૂરી ઉપર પણ પાણી ફેરી રહ્યું છે.

આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના
સ્થાનિક હવામાન વિભાગે આજે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. આજે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડશે, જ્યારે આજે અને આવતી કાલે સુરતમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. ૧૩ સપ્ટેમ્બરે સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી તેમજ ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે.
14 અને 15 સપ્ટેમ્બરે દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવનાઃ હવામાન વિભાગ
હવામાન વિભાગની સાત દિવસની આગાહી મુજબ ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. ૧૬ સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
૧૩ સપ્ટેમ્બર બાદ પણ વધુ એક નવી સિસ્ટમ બની રહી છેઃ હવામાન વિભાગ
કેટલાક હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ ૧૩ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેના કારણે ઉત્તર અને પૂર્વ ભાગમાં વરસાદ પડશે. ૧૩ સપ્ટેમ્બર બાદ પણ વધુ એક નવી સિસ્ટમ બની રહી છે. બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના કારણે વધુ એક વાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. નવરાત્રીના દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. 

આવતી કાલે અને ૧૩ સપ્ટેમ્બરે પણ અમદાવાદમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે
દરમિયાન હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં વરસાદ ગાયબ રહેવાથી ફરી ગરમીની તીવ્રતા વધી ગઈ છે. લોકો ૩૫થી ૩૭ ડિગ્રી સેલ્સિયસ ગરમીથી શેકાઈ રહ્યા છે. સ્થાનિક હવામાન વિભાગે આજે અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આવતી કાલે અને ૧૩ સપ્ટેમ્બરે પણ અમદાવાદમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે. સ્થાનિક હવામાન વિભાગે અમદાવાદમાં ૧૭ સપ્ટેમ્બર સુધી આકાશ વાદળછાયું રહેશે અને શહેરમાં ૩૫થી ૩૬ ડિગ્રી જેટલી ગરમી પડશે તેવી પણ આગાહી કરી છે. ગઈ કાલે શહેરમાં ૩૩.૮ ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતી. જ્યારે આજે ૨૬.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ હોવાથી સવારથી જ લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આ ઉપરાંત સવારે ૮.૩૦ વાગ્યે હવાનો ભેજ ૮૨ ટકા જેટલો ઊંચો નોંધાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ