બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Does eating a lot of sugary products can cause diabetes in the body? Reasons behind the diabetes

હેલ્થ / શું વધારે પડતું ગળ્યું ખાવાથી ડાયાબિટીઝ થાય છે? એક્સપર્ટ ડોક્ટરે કરી સટીક વાત, દૂર થઈ મૂંઝવણ

Vaidehi

Last Updated: 07:25 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણકારો કહે છે કે ડાયાબિટીઝ થવા પાછળનાં અનેક કારણો હોય છે જે સમયસર સમજી લેવાથી બીમારીને શરીરમાં આવતાં અટકાવી શકાય છે.

  • ગળ્યું ખાવાથી ડાયાબિટીઝ થાય તેવું જરૂરી નથી
  • ડોક્ટરોએ અન્ય અનેક કારણો જવાબદાર ઠેરવ્યાં
  • પ્રીડાયાબિટીઝ કંડિશનને રિવર્ઝ કરીને બીમારીથી બચી શકાય

ડાયાબિટીઝ એક ગંભીર બીમારી છે જે વર્તમાન સમયમાં મહામારી માફક ફેલાઈ રહી છે. ભારતમાં 10 કરોડથી વધારે લોકો આ બીમારીનો શિકાર બનેલા છે જ્યારે 13 કરોડથી વધારે લોકો પ્રીડાયાબિટીઝનો સામનો કરી રહ્યાં છે. ડાયાબિટીઝની બીમારી દુનિયામાં ફેલાઈ રહી છે પરંતુ અનેક લોકો ડાયાબિટીઝ થવા પાછળનાં કારણથી અજાણ હોય છે. ડાયાબિટીઝ થવાથી લોકોનાં બ્લડ શુગર લેવલમાં વધારો થવા લાગે છે જે ધીરે-ધીરે શરીરનાં અંગોને ડેમેજ કરવાનું શરૂ કરી દે છે. આ એક એવી બીમારી છે જે એક વાર થઈ જાય તો તેને જિંદગીભર કંટ્રોલ કરવું પડે છે. ડાયાબિટીઝને લઈને લોકોનાં મગજમાં અનેક અટકળો હોય છે. ત્યારે આવો જાણીએ કે ડાયાબિટીઝ થવા પાછળ કારણો શું હોય છે? શું ડાયાબિટીઝ ગળ્યું ખાવાથી થાય છે ?

શું ડાયાબિટીઝ ગળ્યું ખાવાથી થાય છે ?
દિલ્હીની મેક્સ હોસ્પિટલની પૂર્વ કંસ્લટેંટ ડો. વિભા મહેતા અનુસાર ડાયાબિટીઝની બીમારી થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. તેથી માત્ર ગળ્યું ખાવાથી ડાયાબિટીઝ થાય છે તેવું માનવું યોગ્ય નથી. વધુ પડતું ગળ્યું ખાવાને લીધે માત્ર એ લોકોને ડાયાબિટીઝ થઈ શકે છે જે પ્રીડાયાબિટીઝનો સામનો કરી રહ્યાં છે. જે લોકો સંપૂર્ણપણે સ્વસ્થ છે તેમને ગળ્યું ખાવાથી શુગરની બીમારી થવાનો ખતરો રહેતો નથી.

ડાયાબિટીઝ થવાનાં કારણો
ડો. વિભા કહે છે કે ડાયાબિટીઝ થવાનાં કારણોમાં ખરાબ લાઈફસ્ટાઈલ, અનહેલ્ધી ખાન-પાન, મેદસ્વીતા, જેનેટિક કારણ અને ફિઝિકલ એક્ટિવિટીમાં કમી વગેરે હોઈ શકે છે. ડાયાબિટીઝની ફેમિલી હિસ્ટ્રીવાળા લોકોને તેનો સૌથી વધારે ખતરો રહે છે. કેટલીક દવાઓ કે સ્ટેરોયડ્સ લેવાને લીધે પણ શુગરની બીમારી થઈ શકે છે. આલ્કોહોલનું વધુ પડતું સેવન કરવાને લીધે આ બીમારી આવી શકે છે.

પ્રીડાયાબિટીઝ 
પ્રીડાયાબિટીઝવાળા લોકોને ડાયાબિટીઝનો ખતરો રહે છે. પ્રીડાયાબિટીઝ એક એવી કંડીશન છે જેમાં વ્યક્તિનું બ્લડ શુગર લેવલ નોર્મલથી વધારે હોય છે પરંતુ ડાયાબિટીઝનાં સ્તરથી ઓછું હોય છે. એવા લોકો જો સાવધાની ન રાખે તો થોડા વર્ષોમાં તેમને ડાયાબિટીઝ થઈ શકે છે. ડોક્ટર્સની સલાહ છે પ્રીડાયાબિટીક કંડીશનને રિવર્ઝ કરી શકાય છે.

ડાયાબિટીઝનો ખતરો કેવી રીતે ઓછો કરવો?

  • હેલ્ધી લાઈફસ્ટાઈલ
  • સારું અને હેલ્ધી ખાવું
  • દરરોજ એક્સરસાઈઝ કરવી
  • વજન કંટ્રોલમાં રાખવું
  • આલ્કોહોલનું સેવન ઓછું કરવું
  • સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવવું
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ