બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Do you also peel and eat almonds? So you are making a big mistake

સ્વાસ્થ્ય / શું તમે પણ બદામ છાલ કાઢીને ખાઓ છો? તો કરી રહ્યાં છો મોટી ભૂલ, તેના છે અનેક ફાયદા

Pooja Khunti

Last Updated: 09:37 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદામ બજારમાં આરામથી મળી રહે છે. બદામ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો તેને વિટામિન અને મિનરલ્સનો ખજાનો કહે છે.

  • એક દિવસમાં કેટલા બદામનું સેવન કરવું જોઈએ 
  • મોટા ભાગના લોકો આ રીતે બદામનું સેવન કરે છે 
  • બદામની છાલ ઉતારવાનું ટાળવું જોઈએ

બદામ બજારમાં આરામથી મળી રહે છે. બદામ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો તેને વિટામિન અને મિનરલ્સનો ખજાનો કહે છે. કારણકે તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. બદામમાં વિટામિન E, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, ફોસ્ફરસ, પ્રોટીન, ફાયબર અને ફેટ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. 

ખરાબ કોલેસ્ટ્રોલ 
બદામનાં સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. તે હ્રદયનાં સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. 

એક દિવસમાં કેટલા બદામનું સેવન કરવું જોઈએ 
ઘણા લોકો જાણવા માંગતા હોય છે કે એક દિવસમાં કેટલા બદામનું સેવન કરવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, એક વ્યક્તિએ દરરોજ 28-30 ગ્રામ એટલે કે 22-23 બદામ ખાવા જોઈએ. 

વજન નિયંત્રણમાં રાખે 
એક અભ્યાસ મુજબ દરરોજ બદામનું સેવન કરવામાં આવે તો કમરની ચરબી ઓછી થઈ જાય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે. 

વાંચવા જેવું: કબજિયાત, ડાયાબિટીસ, મસા પર કાબૂ રાખવા 1 પત્તું જ છે કાફી, ગંભીર સમસ્યાનો ખાતમો પાક્કો

મોટા ભાગના લોકો આ રીતે બદામનું સેવન કરે છે 
ઘણા લોકો જાણવા માંગતા હશે કે બદામને તેની છાલ સાથે ખાવા જોઈએ કે છાલ નિકાળીને. સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, જ્યારે પણ લોકોને પૂછવામાં આવે કે તે બદામનું સેવન કેવી રીતે કરે છે? ત્યારે મોટાભાગના લોકો જમતા પહેલા પલાળેલી બદામની છાલ નિકાળીને ખાય છે. બદામને પલાળવું ઠીક છે કારણકે તે બદામના સૂક્ષ્મ પોષકતત્વોના શોષણમાં મદદ કરે છે. 

બદામની છાલ ઉતારવાનું ટાળવું જોઈએ
સ્વાસ્થ્ય નિષ્ણાંતનું કહેવું એવું છે કે બદામની છાલ ઉતારવાનું ટાળવું જોઈએ. તેનું કારણ એ છે કે બદામ ફાયબરનો સારો સ્ત્રોત છે. જો તમે છાલ કાઢી નાખો છો, તો તમે બદામમાંથી ફાયબર દૂર કરી રહ્યા છો. તેથી બદામનું સેવન તેની છાલ સાથે જ કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ