બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Do these 6 tasks in the first week of 2024, you will be on the path to progress

જ્યોતિષ શાસ્ત્ર / કરિયરમાં સફળતા મેળવવી છે? તો 2024ના પ્રથમ સપ્તાહમાં જ કરી લો આ 6 કાર્ય, જશો પ્રગતિના પંથે

Pooja Khunti

Last Updated: 04:53 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu tips for Success: નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. તમે તમારી કારકિર્દીમાં સફળતા મેળવવા માંગતા હોય તો આ ઉપાય જરૂરથી કરો.

  • ભગવાન શિવની પૂજા કરો
  • સૂર્યદેવને જળ અર્પણ કરો 
  • ગાયત્રી મંત્રનો જાપ કરો 

યુવા વર્ગની પ્રાથમિકતા તેમની કારકિર્દી હોય છે. તે માટે નવા વર્ષની શરૂઆતમાં આ જ્યોતિષ ઉપાય કરવા જોઈએ. જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. 

સવારે ઊઠીને હથેળીઓ જુઓ 
સવારે ઊઠીને હથેળીઓ જુઓ. ત્યાર બાદ ‘कराग्रे वसते लक्ष्मी: करमध्ये सरस्वती. कर मूले स्थितो ब्रह्मा प्रभाते कर दर्शनम्॥ મંત્રનો જાપ કરતાં સમયે હથેળીને ચહેરા પર લગાવો. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી આંગળીઓના છેડા પર, હથેળીની મધ્યમાં દેવી સરસ્વતી અને હથેળીના પાયામાં ભગવાન કૃષ્ણનો વાસ હોય છે. આમ કરવાથી કરિયરમાં આગળ વધવું સરળ બને છે.

જાણવા જેવું: શું તમે ઇચ્છો છો કે નવા વર્ષમાં માતા લક્ષ્મીજી વરસાવે અપાર ધનવર્ષા? તો આજે જ કરી લો આ 5 કામ

ભગવાન શિવની પૂજા કરો 
હિન્દુ ધર્મની અંદર સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. તેમને બિલિપત્ર ચડાવવા જોઈએ. 

સૂર્યદેવને જળ અર્પણ કરો 
દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. આ સમયે સૂર્ય બીજ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. મંત્ર છે 'ॐ ह्रां ह्रीं ह्रौं सः सूर्याय नमः'

છોકરીઓને ખવડાવો 
બુધવારનાં દિવસે ખાલી માટલાંને પાણીમાં પ્રવાહિત કરો. આ સાથે 9 છોકરીઓને ખવડાવીને લીલા રંગનો રૂમાલ આપો. આવું કરવાથી કુંડળીની અંદર બુધ ગ્રહની સ્થિતી મજબૂત થશે. 

આ મંત્રનો જાપ કરો 
ગાયત્રી મંત્રનો 31 વાર જાપ કરવો જોઈએ.  આવું કરવાથી કારકિર્દીમાં પ્રગતિ થશે. 

હનુમાનજીની પૂજા કરો 
ઘરની અંદર ઉડતા હનુમાનજીની છબી લગાવો. દરરોજ તેની પૂજા કરો. સવારે પક્ષીઓને સાત પ્રકારનાં અનાજ ખવડાવો. આવું કરવાથી કારકિર્દીમાં વૃદ્ધિ થશે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ