બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / Do-it-yourself Australia Visa Application at Home: Understand the Process and Fees

તમારા કામનું / ઑસ્ટ્રેલિયાના વિઝા માટે ઘરે બેઠા આ રીતે કરો આવેદન: સમજો શું છે આખી પ્રોસેસ અને કેટલી છે ફી

Priyakant

Last Updated: 03:54 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Australia Visa Latest News: અમે તમને જણાવીશું કે, તમને ઓસ્ટ્રેલિયાના વિઝા કેવી રીતે મળશે, વિઝા મેળવવાની પ્રક્રિયા શું છે અને તમારે કેટલી વિઝા ફી ચૂકવવી પડશે ?

  • આ વખતે રજાઓમાં ઑસ્ટ્રેલિયા જવાનું વિચારી રહ્યા છો તો આ જાણકારી તમારી માટે જ છે
  • ઑસ્ટ્રેલિયા જવા માટેનું સૌથી પહેલા તો તમારે વિઝાની જરૂર પડશે
  • ઑસ્ટ્રેલિયાના વિઝા કેવી રીતે મળશે, વિઝા મેળવવાની પ્રક્રિયા શું છે ? જાણો અહીં 

Australia Visa : ઉનાળાની રજાઓમાં મોટાભાગે લોકો વિદેશમાં ફરવા જતાં હોય છે. જો તમે આ વખતે રજાઓમાં ઑસ્ટ્રેલિયા જવાનું વિચારી રહ્યા છો તો આ જાણકારી તમારી માટે જ છે. ઑસ્ટ્રેલિયા જવા માટેનું સૌથી પહેલા તો તમારે વિઝાની જરૂર પડશે. આજે અમે તમને જણાવીશું કે, તમને ઓસ્ટ્રેલિયાના વિઝા કેવી રીતે મળશે, વિઝા મેળવવાની પ્રક્રિયા શું છે અને તમારે કેટલી વિઝા ફી ચૂકવવી પડશે ? જોકે હાલમાં કોઈક વાર કોઈ એજન્ટ તમને નકલી વિઝા પણ આપી દેતાં હોય છે, પણ અમે તમને એવી ટ્રિક જણાવીશું કે તમે જાતે જ છેક કરી શકશો કે વિઝા અસલી છે કે નકલી ? 

ઑસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે સૌ પ્રથમ તમારે ImmiAccount બનાવવું પડશે. તમે તમારા ઈ-મેલ એડ્રેસની મદદથી સરળતાથી તમારું ઈ-મેલ એકાઉન્ટ બનાવી શકો છો. ઇમિગ્રેશન એકાઉન્ટ બનાવ્યા પછી તમારી પાસે 16 પ્રકારના વિઝા વિકલ્પો હશે. તમે જે પણ હેતુથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવા માંગો છો, તમે તે વિકલ્પ પસંદ કરીને આગળ વધશો. આ પછી તમારે પાસપોર્ટની વિગતો સાથે તમારી વ્યક્તિગત માહિતી પ્રદાન કરીને એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 

ImmiAccount બનાવવા શું-શું માહિતી આપવી પડશે ? 
ImmiAccount બનાવવા એટલે કે વિઝા માટે અરજી કરતી વખતે તમારે ફોર્મમાં માહિતી આપવાની રહેશે કે તમે ઑસ્ટ્રેલિયાના કયા શહેરમાં રોકાશો. તમારે વિઝા ફોર્મમાં હોટલ બુકિંગની વિગતો પણ જણાવવી પડશે. આ ઉપરાંત તમારે તમારી સારી નાણાકીય સ્થિતિ બતાવવા માટે ફોર્મ સાથે બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટની સાથે આવકવેરા રિટર્ન પણ જોડવું પડશે. આ સિવાય વિઝા કેટેગરીના આધારે તમારે ઑસ્ટ્રેલિયન વિઝા ઓથોરિટીને કેટલાક અન્ય દસ્તાવેજો પણ પ્રદાન કરવા પડશે. 

File Photo

વિઝા ફી કઈ રીતે ચૂકવવી પડશે ? 
ImmiAccount માં આ બધી માહિતી અપલોડ કર્યા પછી તમારે વિઝા ફી ઓનલાઈન ચૂકવવી પડશે. આ પછી ઑસ્ટ્રેલિયન વિઝા સત્તાવાળાઓ તમારી અરજી અને તમામ માહિતીની તપાસ કરે છે. એકવાર સંતુષ્ટ થઈ ગયા પછી વિઝા તમને મેઇલ પર જાહેર કરવામાં આવે છે. ભારતથી ઑસ્ટ્રેલિયાના ઈ-વિઝા માટે તમારે વિઝા સેન્ટર પર જઈને બાયોમેટ્રિક્સ અને ફોટોગ્રાફ લેવાની જરૂર નથી.

કયા વિઝા માટે તમારે કેટલી ફી ચૂકવવી પડશે? 
ઑસ્ટ્રેલિયાના વિઝા માટે તમારે કેટલી ફી ચૂકવવી પડશે તે તમારી મુસાફરીની શ્રેણી પર આધારિત છે. જો તમે ટુરિસ્ટ વિઝા પર ઑસ્ટ્રેલિયા જવા માંગો છો, તો તમારે લગભગ AUD 190 (લગભગ 10,300 રૂપિયા) ચૂકવવા પડશે. આ સિવાય જો તમે સ્ટુડન્ટ વિઝા પર ઑસ્ટ્રેલિયા જવા માંગો છો, તો તમારે વિઝા ફી તરીકે 710 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 38,500 રૂપિયા) ચૂકવવા પડશે. આ સિવાય, અન્ય કેટેગરી હેઠળ વિઝા ફી જાણવા માટે, તમે આ લિંક પર ક્લિક કરી શકો છો. https://immi.homeaffairs.gov.au/visas/getting-a-visa/fees-and-charges/current-visa-pricing .

તમારા વિઝા અસલી છે કે નકલી તે કઈ રીતે ખબર પડશે ? 
ઘણા લોકો તેમના ટ્રાવેલ એજન્ટની મદદથી વિઝા માટે અરજી કરે છે. આવી સ્થિતિમાં આ લોકો સમક્ષ સૌથી મોટો સવાલ એ છે કે તેમના વિઝા અસલી છે કે નકલી. જો તમે એજન્ટ દ્વારા ઓસ્ટ્રેલિયા માટે વિઝા માટે અરજી કરી હોય તો તમારે તમારા એજન્ટ પાસેથી તમારા ઈમિગ્રેશન એકાઉન્ટની લોગિન વિગતો લેવી આવશ્યક છે. એજન્ટ દ્વારા વિઝા સોંપવામાં આવે તે પછી તમે તમારા ઈમિગ્રેશન એકાઉન્ટના સ્ટેટસ વિભાગમાં જઈને તમારા વિઝાની માન્યતા ચકાસી શકો છો. 

વધુ વાંચો: સરકાર જ ઉઠાવશે ફોરેનમાં રહેવા-ભણવાનો ખર્ચ, સ્કૉલરશીપ માટે આ રીતે કરો આવેદન

હવે જાણો કે ઑસ્ટ્રેલિયા કઈ6 શ્રેણીઓ હેઠળ વિઝા ઇશ્યુ કરે છે? 

  • 482- કામચલાઉ કૌશલ્યની અછત 
  • એર-ક્રુ અને સી-ક્રુ
  • APEC
  • નાગરિકતા
  • કુટુંબ
  • આરોગ્ય 
  • મજૂર કરાર
  • શરણાર્થી અને માનવતાવાદી
  • નિવાસી પરત
  • કુશળ
  • સ્ટાન્ડર્ડ બિઝનેસ સ્પોન્સરશિપ
  • સ્ટેટસ રિઝોલ્યુશન
  • વિદ્યાર્થી
  • કામચલાઉ કાર્ય પ્રવૃત્તિ
  • મુલાકાતી
  • કામ અને રજાઓ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ