બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / The government will bear the cost of living and studying abroad, apply for the scholarship like this

તમારા કામનું / સરકાર જ ઉઠાવશે ફોરેનમાં રહેવા-ભણવાનો ખર્ચ, સ્કૉલરશીપ માટે આ રીતે કરો આવેદન

Priyakant

Last Updated: 01:50 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

National Overseas Scholarship Latest News: સરકાર તમારો ખર્ચ શિષ્યવૃત્તિ દ્વારા ઉઠાવશે, એવી ઘણી શિષ્યવૃત્તિઓ છે જે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાની તક પૂરી પાડે છે

  • ફોરેન જવા માટે ભારત સરકાર આપશે સ્કૉલરશીપ
  • સરકાર જ ઉઠાવશે ફોરેનમાં રહેવા-ભણવાનો ખર્ચ
  • સ્કૉલરશીપ માટે જાણો કઈ રીતે કરશો અરજી ? 

National Overseas Scholarship : આપણે ત્યાં અનેક લોકોને વિદેશમાં રહેવા અને ભણવાની ઈચ્છા છે. જોકે તમને એક વાત ખબર છે કે, આ અંગે સરકાર પણ સ્કૉલરશીપ આપે છે. ભારત સરકારે આવા અનેક લોકોનું સપનું પૂરું કરવાનો રસ્તો પણ શોધી કાઢ્યો છે. જેના દ્વારા ત્યાંનો રહેવા, ભણવાનો અને ખાવાનો ખર્ચ સરકાર ઉઠાવશે. વાત જાણ એમ છે કે, સરકાર તમારો ખર્ચ શિષ્યવૃત્તિ દ્વારા ઉઠાવશે. એવી ઘણી શિષ્યવૃત્તિઓ છે જે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાની તક પૂરી પાડે છે, તેમાંથી એક નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ છે.

વર્ષ 2023 માટે નેશનલ ઓવરસીઝ સ્કોલરશીપ (NOS) યોજના માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય વિદેશી શિષ્યવૃત્તિ (NOS) યોજના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. આ માટે તમે nosmsje.gov.in દ્વારા અરજી કરી શકો છો. NOS માટે નોંધણી પ્રક્રિયાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.

જાણો કઈ રીતે કરાવશો નોંધણી ? 
નેશનલ ઓવરસીઝ સ્કોલરશીપ માટે નોંધણીની પદ્ધતિ નીચે મુજબ છે. nosmsje.gov.in પર હોમપેજ પર નોંધણી વિકલ્પ પર ક્લિક કરો. નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ અથવા જે કંઈ વિગતો પૂછવામાં આવે તે ભરો. કેપ્ચા ભરો અને સબમિટ કરો. પૂર્ણ થયેલ અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

જાણો કોણ કોણ લાભ લઈ શકે છે ? 
સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. વિદેશની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે છે. કુલ રાષ્ટ્રીય વિદેશી શિષ્યવૃત્તિમાંથી 30% મહિલા વિદ્યાર્થીઓ માટે છે. નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ યુએસ, યુકે, જર્મનીમાં માસ્ટર્સ અને પીએચડી અભ્યાસ માટે છે. નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ ઓસ્ટ્રેલિયા, યુએસ, જર્મની, કેનેડા વગેરેની મોટાભાગની યુનિવર્સિટીઓ માટે છે. અરજીની પ્રક્રિયા શરૂ કરતા પહેલા અરજદારોએ તેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. શિષ્યવૃત્તિ પ્રાપ્તકર્તાઓને વાર્ષિક US $ 15,400 આપવામાં આવશે. બ્રિટન માટે આ રકમ વાર્ષિક 9,900 પાઉન્ડ છે.

કોણે મળશે આ શિષ્યવૃત્તિ ? 

  • આ શિષ્યવૃત્તિ અનુસૂચિત જાતિ, અધિસૂચિત જનજાતિ, પરંપરાગત કલાકારો અને ભૂમિહીન ખેતમજૂર શ્રેણીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. શિષ્યવૃત્તિ માટે, વ્યક્તિએ ક્વોલિફાઇંગ પરીક્ષામાં 60 ટકા માર્ક્સ મેળવવાના રહેશે.
  • ઉંમર 35 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
  • પરિવારની આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

વધુ વાંચો: ઑસ્ટ્રેલિયાના વિઝા માટે ઘરે બેઠા આ કરી કરો આવેદન: સમજો શું છે આખી પ્રોસેસ અને કેટલી છે ફી

કેટલા લોકોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે?

  • અનુસૂચિત જાતિઓ માટે અધિસૂચિત - 115,
  • વિચરતી જાતિઓ માટે - 6
  • ભૂમિહીન ખેતમજૂરો અને પરંપરાગત કલાકારો માટે - 4
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ