બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Diwali holidays declared for government employees in Gujarat, offices will remain closed from 11 to 15 November

ગાંધીનગર / ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે દિવાળીની રજાઓ જાહેર, 11 થી 15 નવેમ્બર સુધી બંધ રહેશે કચેરીઓ

Vishal Khamar

Last Updated: 07:50 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારનાં કર્મચારીઓ માટે સામાન્ય વહીવટી વિભાગે પરિપત્ર કરી મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર સુધી સળંગ રજાઓ મળશે.તેમજ કર્મચારીઓ માટે તા. 13 નવેમ્બરે રજા જાહેર કરાઈ છે. જ્યારે 9 ડિસેમ્બર બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રહેશે.

  • રાજ્ય સરકાર ના કર્મચારીઓ માટે 13 નવેમ્બરે રજા જાહેર કરાઇ
  • 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સળંગ રજાઓ મળશે
  • 9 ડિસેમ્બર બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રહેશે

 ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દિવાળીનાં તહેવારોને ધ્યાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં તા. 11.11.2023 ના રોજ બીજા શનિવારેની રજા. તા. 12.11.2023 નાં રોજ દિવાળીની રજા, તા.14.11.2023 ને મંગળવારનાં રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે રજા તથા તા. 15.11.2023 નાં રોજ ભાઈબીજ નિમિત્તે રજા જાહેર કરવામાં આવી છે. 

ડિસેમ્બરનાં બીજા શનિવારે કચેરીઓ ચાલુ રહેશે
તા. 13.11.2023 નાં રોજ અધિકારી/  કર્મચારીઓ તહેવાર માણી શકે કે માટે સરકારી કચેરીઓ (પંચાયત અને રાજ્ય સરકાર બોર્ડ, કોર્પોરેશન સહિત) બંધ રહેશે. જેનાં બદલે તા. 9.12.2023 નાં રોજ બીજા શનિવારનાં રોજ તમામ કચેરીઓ ચાલુ રહેશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ