બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 08:03 AM, 11 November 2023
ADVERTISEMENT
દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદસ આવે છે. રાશનીના તહેવાર દિવાળીની શરૂઆત ધનતેરસથી થઈ જાય છે. કાળી ચૌદસમાં દીપ દાન કરવામાં આવે છે. રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવામાં આવે છે. સાથે જ યમરાજ, કૃષ્ણજી અને મા કાળીની પૂજા કરવામાં આવે છે. રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવામાં આવે છે.
ADVERTISEMENT
હિંદૂ ધર્મમાં કાળી ચૌદસનું મહત્વ ખૂબ જ વધારે છે. માન્યતા છે કે દિવાળીની રાત્રે અમુક સરળ ઉપાય કરવાથી જીવનના દરેક કષ્ટ મુશ્કેલીઓ દૂર થાય છે. ક્યારેય પણ ઘરમાં ધનની સમસ્યા નથી થતી. આવો જાણીએ આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ.
કાળી ચૌદસ પર કરો આ 5 સરળ ઉપાય
તેલ માલિસ
કાળી ચૌદસના દિવસે સવારના સમયે તેલ માલિસ કરાવ્યા બાદ સ્નાન કરી લેવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે તેલમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. એવામાં તમે પણ તેલ માલિક કરીને સ્નાન જરૂર કરો. તેનાથી માતા લક્ષ્મીનો આશિર્વાદ તમને મળશે.
યમનો દિવો
કાળી ચૌદસની રાત્રે યમનો દિવો કરવો જોઈએ. દક્ષિણ દિશામાં યમનો દિવો કરીને રાખો. તેનાથી અકાળ મૃત્યુનો ડર દૂર થાય છે. દીવો કર્યા બાદ ધ્યાન રાખો કે ત તરત ઓલવાઈ ન જાય. આ દિવસે યમની ઉપાસના કરવામાં આવે છે. સાંજના સમયે દિવો કરવાથી નરકમાંથી મુક્તિ મળી શકે છે. યમરાજની શ્રદ્ધાભાવથી પૂજા કરવાથી નરકમાંથી મુક્તિ મળે છે.
કાળી માતાની પૂજા
આ દિવસે વિશેષ મા કાળીની પૂજા કરવામાં આવે છે. તેનાથી બધા કષ્ટ, મુશ્કેલીઓ દૂર થાય છે. બધી ઈચ્છાઓની પૂર્તિ માતા કાળી કરે છે.
બધો જ ભંગાર કે કચરો કરો બહાર
જો ધનતેરસના દિવસ સુધી તમે ઘરની સાફ-સફાઈ ન કરી હોય, જુની વસ્તુઓ, ફાટેલા કપડાં, ફાટેલા જુના ચપ્પલ, ફર્નીચર વગેરેને ન કાઢ્યું હોય તો કાળી ચૌદસ પર જરૂર તેને ઘરમાંથી બહાર કાઠી નાખો. જે સ્થાન પર અંધારૂ હોય ત્યાં રોશની કરો. તેનાથી માતા લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં જરૂર થશે. તમારા ઘરમાં ધન-ધાન્યની કમી નહીં થાય. પ્રગતિ થશે.
કમાયેલું ધન ટકે તે માટે કરો આ ઉપાય
કાળી ચૌદસના દિવસે કંકુ, ગુલાબના ફૂલ, લાલ ચંદનની પૂજા કરી તેને એક લાલ રંગના વસ્ત્રમાં બાંધીને રાખો. તેને ઘરની તિજોરીમાં રાખવાથી ધનની પ્રાપ્તિ થશે. બિનજરૂરી ધન ખર્ચ નહીં થાય. ધન ઘરમાં ટકવા લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.