બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / divorce photoshoot celebration viral woman gave message to others

ગજબ / તલાકનો આનંદ! આ મહિલાએ આફતને બદલી અવસરમાં, ડિવોર્સ ફોટોશૂટ કરાવી જશ્ન મનાવ્યો

Bijal Vyas

Last Updated: 09:02 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિલાએ તેના છૂટાછેડાની ઉજવણી માટે ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જુઓ ફોટોઝમાં મહિલાની ડિવોર્સ બાદની ખુશી

  • મહિલાએ કરાવ્યુ ડિવોર્સ ફોટોશૂટ
  • મહિલાએ કહ્યું- છૂટાછેડા એ નિષ્ફળતા નથી. આ તમારા માટે અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવાનો વળાંક છે
  • એક યૂજર્સે કમેન્ટમાં કહ્યું- આ દુર્ઘટનામાં પણ ફોટોગ્રાફરે પોતાની તક શોધી લીધી. 

સોશિયલ મીડિયા પર એક મહિલાની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે છૂટાછેડાની ઉજવણી કરતી જોવા મળી રહી છે. કેટલાક લોકો આના પર ગુસ્સે છે તો કેટલાક સમર્થન કરી રહ્યાં છે. વિરોધ કરનારાઓ કહે છે કે સંબંધ તૂટવાની ખુશી કોણ ઉજવે છે. જ્યારે સમર્થકોની દલીલ છે કે આ ખુશી ઝેરી સંબંધોમાંથી બહાર નીકળીને નવું જીવન શરૂ કરવાની છે.

આ મહિલાનું નામ શાલિની છે. તેણે તાજેતરમાં જ  છૂટાછેડાનું ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરોમાં તે લાલ રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તે તેના હાથમાં છૂટાછેડાના પેપર  છે, તેના લગ્નની તસવીર ફાડી રહી છે, તેને તેના પગ નીચે કચડી રહી છે અને પોતાનો ગુસ્સો કાઢી રહી છે. તેણે તસવીરોની સાથે એક કેપ્શન પણ લખ્યું છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by shalini (@shalu2626)

મહિલાએ આપ્યો ખાસ મેસેજ
મેસેજમાં તે કહે છે, 'એક છૂટાછેડા લીધેલી મહિલાનો સંદેશ એવા લોકો માટે છે જેઓ બેજુબાન મહેસૂસ કરી રહ્યા છે. ખરાબ લગ્નમાંથી બહાર નીકળવું ઠીક છે કારણ કે તમે ખુશ રહેવાનું ડિઝર્વ કરો છો અને ક્યારેય ઓછા માટે સમાધાન ના કરશો. તમારા જીવન પર નિયંત્રણ રાખો અને તમારા અને તમારા બાળકોના સારા ભવિષ્ય માટે જરૂરી ફેરફારો કરો. છૂટાછેડા એ નિષ્ફળતા નથી. આ તમારા માટે અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવાનો વળાંક છે. લગ્ન તોડવા અને એકલા ઊભા રહેવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે, તેથી હું આ બધી બહાદુર મહિલાઓને સમર્પિત કરું છું.'

આ ફોટોશૂટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો આના પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ઈમોશનલ નામના યુઝરે કહ્યું, 'છૂટાછેડામાં, કાં તો તમે પૈસાની પતાવટ દ્વારા ભારે એલિમોની (ભરણપોષણ) લો છો, જે સાસરિયાઓ સામે ખોટા કેસ દાખલ કર્યા પછી મળે છે. પછી તમે તેનો કેટલોક ભાગ છૂટાછેડાના ફોટોશૂટ પર ખર્ચો. મહિલાઓ લગ્નને એક અલગ સ્તર પર લઈ રહી છે.'

બીજી તરફ રાજ નામના યુઝરે કહ્યું, ' લગ્નનું ફોટોશૂટ જોયું હતું, હવે છૂટાછેડાનું ફોટોશૂટ પણ શરૂ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં ફોટોગ્રાફરે પોતાની તક શોધી લીધી.'

શાલિનીએ આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જ્યાં હજારો લોકોએ આ પોસ્ટને લાઈક કરી છે. લોકો આના પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ