પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમસ કેરેક્ટર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની દીકરીના લગ્ન થઇ ગયા છે.
ઢોલના તાલે જબરા ઝૂમ્યા જેઠાલાલ
દીકરીના લગ્નમાં મન મૂકીને નાચ્યા દિલીપ જોશી
નિયતિ જોશી બની નિયતિ યશોવર્ધન મિશ્રા
ઢોલ પર ઝૂમ્યા જેઠાલાલ
દીકરીના લગ્નની જેઠાલાલને એટલી ખુશી હતી કે સંગીતમાં તેઓ ઢોલ પર મન મૂકીને નાચ્યા છે. સોશ્યલ મીડિયા પર આ ક્લિપ જોરદાર વાયરલ થઇ રહી છે. નિયતિ અને યશોવર્ધન પણ દાંડિયા રમતાં નજર આવી રહ્યાં છે.
ઢોલી બન્યા જેઠાલાલ
વીડિયોમાં જોઈ શકાય છે કે દિલીપ જોશી દીકરીના સંગીત સેરેમનીમાં બ્લૂ કલરના કુર્તામાં જોવા મળી રહ્યા છે. ઢોલનો નાદ સાંભળીને તે પોતાની જાતને રોકી ન શક્યા અને જોરદાર નાચવા લાગ્યા હતા. દિલીપ જોશીના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી સ્પષ્ટ દેખાય છે. તેણે ઢોલના તાલ પર જોરદાર ડાન્સ કરે છે જેને જોઈને મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ગીત પણ ગાય છે દિલીપ
દિલીપ જોષી પણ ડાન્સની વચ્ચે ગરબા કરતા જોવા મળે છે. ત્યારે કેટલીક મહિલાઓ તેમના બેકગ્રાઉન્ડમાં દાંડિયા રમતી પણ જોવા મળે છે. વીડિયોના છેલ્લા ભાગમાં દિલીપ જોષી પણ ગાયક સાથે ગીત ગાતા જોવા મળી રહ્યા છે અને તેના હાથમાં માઈક છે. દીકરીના સંગીત સમારોહમાં દિલીપ જોશીનો ફુલ-ઓન સ્વેગ જોવા મળ્યો હતો.
સસરા બન્યા જેઠાલાલ
દિલીપ જોશીની દીકરી નિયતી પોતાના જીવનના નવા પડાવમાં પગલું મૂકવા જઇ રહી છે ત્યારે તેનું રિસેપ્શન પણ ગ્રાન્ડ થવાનું છે તેવી જાણકારી મળી છે. નિયતિની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
કોણ છે નિયતિનો પતિ
નિયતિ જોષીના લગ્ન જેની સાથે થવાના છે તેનું નામ યશોવર્ધન મિશ્રા છે. 4 વર્ષથી નિયતિ અને યશોવર્ધન એકબીજાને ડેટ કરી રહ્યાં હતા અને કોલેજમાં પણ સાથે જ ભણી રહ્યાં હતા. તેમના લગ્ન પહેલા જ થવાના હતા પરંતુ લોકડાઉનના કારણે તેમના લગ્ન થઇ શક્યા નહી.