બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Did You Talk To Rohit Sharma After MI Captaincy Change? Hardik Pandya's Awkward Reply

ક્રિકેટ / 'રોહિત રમશે તો પણ કંઈ ફર્ક નહીં પડે' હાર્દિક પંડ્યાંને ઘમંડ આવ્યો કે શું? ફરી ચોંકાવ્યાં

Hiralal

Last Updated: 05:24 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રોહિત શર્મા પર પેટછૂટી વાત કરીને ચોંકાવ્યાં છે.

થોડા સમય અગાઉ મુંબઈ ઈન્ડીયન્સે (એમઆઈ) રોહિત શર્માને બદલે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો જેના દિવસો પછી હવે હાર્દિક પંડ્યાએ રોહિત પંડ્યાને લઈને ખુલીને વાત કરી છે જોકે તેનો જવાબ થોડો ચોંકી જવાય તેવો છે.

શું બોલ્યો હાર્દિક પંડ્યાં 
હાર્દિક પંડ્યાએ કહ્યું કે રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, જે મને મદદ કરશે." આ ટીમે જે પણ હાંસલ કર્યું છે, રોહિતની કેપ્ટન્સીમાં હાંસલ કર્યું છે, હું માત્ર આ સફરને આગળ લઇ જઇશ, હું મારી આખી કારકિર્દી તેની કેપ્ટન્સી હેઠળ રમ્યો છું, મને ખબર છે કે મારા ખભા પર રોહિતનો હાથ હશે. જ્યારે હું કેપ્ટન બન્યો ત્યારે ચાહકો ગુસ્સે થયા. સાચું કહું તો અમે ફેન્સનું સન્માન કરીએ છીએ. આ સમયે અમારું ધ્યાન રમત પર છે. હું મારા નિયંત્રણમાં રહેલી વસ્તુઓને નિયંત્રિત કરી શકું છું. હું જે નિયંત્રિત કરી શકતો નથી તેના પર હું ધ્યાન આપતો નથી. આ ક્ષણે હું ચાહકોનો આભારી છું. તેમને જે જોઈએ તે કહેવાનો અધિકાર છે. હું તેમના વિચારોનું સન્માન કરું છું. અમે વધુ સારું પ્રદર્શન કરવા પર ધ્યાન આપી રહ્યા છીએ.

એમઆઈના મેન્ટર માર્ક બાઉચર શું બોલ્યાં 
એમઆઈના મેન્ટર માર્ક બાઉચરે એવું કહ્યું કે મેં તાજેતરમાં જ રોહિતને ઈગ્લેન્ડ સામે બેટિંગ કરતા જોયો હતો, તે બોલને ખૂબ જ સારી રીતે ફટકારતો હતો અને સારી લયમાં દેખાતો હતો. રોહિત પર કેપ્ટનશિપનું કોઈ દબાણ નહીં રહે અને આ કારણે તેને વધુ મુક્તપણે રમવાની આઝાદી મળશે, અને જો તે આમ કરશે તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઘણી આગળ વધી શકે છે. '

MIમાં 2013થી કેપ્ટન રહેલા રોહિતને હટાવાયો હતો 
ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. રોહિતને કેપ્ટનશિપમાંથી હટાવ્યા બાદ ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું કારણ કે 2013માં રિકી પોન્ટિંગને હટાવ્યા બાદથી તે ટીમનો કેપ્ટન રહ્યો હતો. રોહિતે કેપ્ટન્સી સંભાળતાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ ટાઈટલ જીત અપાવી હતી. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નહતુ અને તેની કેપ્ટન્સી હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું હતુ. હવે હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળ રોહિત શર્મા કેવો દેખાવ કરે છે, તેના પર બધાની નજર રહેશે.

યૂઝર્સે શું કર્યો દાવો 

રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન પદેથી હટાવવાનો મામલો હજુ પણ ગરમ છે. આ ક્રમમાં વધુ એક ચોંકાવનારો આરોપ લાગ્યો છે. મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા છે કે, રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીમાંથી દૂર કરવા પાછળ સચિન તેંડુલકરનો હાથ હોઈ શકે છે. આની પાછળ અનેક પ્રકારની દલીલો કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર એક ચાહકે એક્સ પર લખ્યું, "સચિન અને રોહિત વચ્ચે છેલ્લા બે વર્ષથી બધું બરાબર ચાલી રહ્યું નથી, કદાચ આવું થઈ રહ્યું છે કારણ કે તેના પુત્ર અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં વધુ તકો મળી રહી નથી. આઈપીએલ 2023 માં પણ, અર્જુનને 2 મેચ પછી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. સચિન તેંડુલકર છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્મા સિવાય તમામ ખેલાડીઓના પ્રદર્શન પર પોસ્ટ કરી રહ્યો છે. વળી, માસ્ટર બ્લાસ્ટર રોહિતના જન્મદિવસે તે જાહેરમાં 'હિટમેન'ને અભિનંદન પણ આપ્યાં નહોતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ